Advanced search


તાજેતરમાં 'ગુજરાત સમાચારના અંકમાં મેં લેપ્રસી (રક્તપિત)નો ભોગ બનેલ મુસ્લિમ બિરાદરે ભગવાન શીવની પૂજા કરી તે અંગેના સમાચાર તસવીર સાથે વાંચ્યા. તે જાણી ખરેખર આનંદ થયો. આ સમાચાર ખરેકર કોમી એકતા માટે પ્રેરણારૂપ છે. આપે કોમી એકતા, સામાજીક અને ધાર્મિક સમરસતા ફેલાવે તેવા સમચાર પ્રકાશિત કર્યા તે બદલ આપનો ખૂબ આભાર.

- ડો. કિરીટ આચાર્ય (ઇમેઇલ દ્વારા)

નવી દિલ્હીઃ વિક્રમજનક ૧૭ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સુપરસ્ટાર રોજર ફેડરર ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગ (આઇપીટીએલ)માં રમવા માટે તૈયાર થઇ ગયો છે. ફેડરરને આઇપીટીએલની ફ્રેન્ચાઇઝી 'ઇન્ડિયન એસિઝ' દ્વારા કરારબદ્ધ કરાયો છે. 'ઇન્ડિયન એસિઝ' ટીમમાં ૧૪ ગ્રાન્ડસ્લેમ વિજેતા પીટ સામ્પ્રાસ, ગાએલ મોન્ફિલ્સ, રોહન બોપન્ના, ફેબ્રિસ સાન્તોરો, એના ઇવાનોવિક અને સાનિયા મિર્ઝા જેવી પ્લેયર્સનો સમાવેશ થાય છે.

સિરક્રીક મુદ્દે ભારત સમાધાન નહીં કરે

ભૂજઃ કેન્દ્રીય ગૃહ પ્રધાનનું પદ સંભાળ્યા બાદ રાજનાથ સિંહ ગત સપ્તાહે પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે બે દિવસની મુલાકાતમાં પોરબંદર અને કચ્છની પાકિસ્તાન સરહદની સમીક્ષા કરી હતી. 

લંડનના આંગણે

લંડનઃ વિદેશવાસી ભારતીયોને એક તાંતણે બાંધતો રિજનલ પ્રવાસી ભારતીય દિવસ આ વર્ષે લંડનમાં યોજાશે તેવી જાહેરાત ભારત સરકારના ઓવરસીઝ ઇંડિયન અફેર્સ મંત્રાલયે કરી છે. 

મંગળવાર તા. ૧૬-૯-૨૦૧૪ની સાંજે નોર્થવીક પાર્ક હોસ્પિટલના રેનલ યુનિટના ડાયાલીસીસ દર્દીઓ માટે આશીર્વાદરૂપ નવા મશીનની ભેટ એમનામાંના જ એક દર્દી પ્રદીપભાઈ શાહ અને પરિવાર તરફથી અપાઈ ત્યારે સૌના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.

ઉમરેઠ પંથકમાં એક માત્ર રાહતદરે સેવા કરતી બી.ડી પટેલ જનરલ હોસ્પિટલનો સતત વીસ વર્ષ સુધી સફળ વહીવટ કર્યા બાદ ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતિ પૂ. ગણેશદાસજી મહારાજે ગત સપ્તાહે તેનો વહીવટ છોડી રહ્યાનું જાહેર કર્યું હતું. તેમની વેદનાસભર વાણીમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કેટલાક હીતશત્રુઓ દ્વારા કરાયેલા મનઘડંત આક્ષેપોનું દર્દ છાનું રહ્યું ન હતું. સામાન્ય સભામાં ગળગળા બનેલા મહારાજે ઉમરેઠવાસીઓ હોસ્પિટલનો કાર્યભાર પુનઃ સંભાળે તેવી અપીલ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ૧૯૮૪માં બી.ડી. પટેલ જનરલ હોસ્પિટલના તે વખતના ટ્રસ્ટીઓએ આગ્રહભરી વિનંતી કરી 

પૂ. ગણેશદાસજી મહારાજને સામે ચાલીને વહીવટ સોંપ્યો હતો. તે વખતે પૂ. નારણદાસજી મહારાજની આજ્ઞા લઈને હોસ્પિટલનું કાર્ય શરૂ કર્યું હતું. ટ્રસ્ટી દેવાંગ પટેલે ભૂતકાળને વાગોળતાં જણાવ્યું હતું કે એક આખો માણસ ઢંકાઈ જાય તેવા ઊંચા ઘાસ અને કાટમાળને હટાવી હોસ્પિટલને મૃતપ્રાય સ્થિતિમાંથી બેઠી કરવાના શ્રી ગણેશ થયા હતા.

Pradip-Shah

Pradip-Shah

 ડંકો વાગે, શૂરવીર જાગે!

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે મારી કલમયાત્રાને એકાએક, અધવચ્ચેથી અટકાવવી પડી હતી. તંત્રીમંડળના સભ્યે આવીને જણાવ્યું કે અગત્યની વાંચનસામગ્રી આપવાની હોવાથી તમારા લેખ માટે આ સપ્તાહે વધુ જગ્યા ફાળવવી મુશ્કેલ બને તેમ છે. તેમની વાતને ધ્યાને લીધા વગર મારી પાસે  બીજો વિકલ્પ પણ ક્યાં હતો?! મારો તેમને એટલો જ જવાબ હતો - તમે પણ વાચકોના હિતને જ સમર્પિત છો ત્યારે આમાં કંઇ વાંધો લેવા જેવું છે જ નહીં. વાચક મિત્રો, આપને વાંચનમાં રસક્ષતિ થતી હોય તો તેના માટે દિલગીર છું.

લંડનઃ જો તમારું સંતાન દરરોજ સવારે નાસ્તો કરવામાં ધાંધિયા કરતું હોય કે કટકબટક કરીને ચલાવી લેતું રહેતું હોય તો તેની આદત બદલવા પ્રયાસ કરજો, કેમ કે તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે ભરપેટ નાસ્તો કરનારા બાળકોને ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું રહે છે. 

સમન્વય પરિવાર, લેસ્ટર દ્વારા સ...

સમન્વય પરિવાર, લેસ્ટર દ્વારા તા. ૧૯-૨૦ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર ખાતે પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજીના ૮૩મા જન્મ દિનની શાનદાર ઉજવણી પ્રસંગે બે દિવસના વિસ્તૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.