સ્ત્રી ભ્રૂણનું એબોર્શન કરનારા તબીબ સામે પગલાં 27/04/2015 5:59 am Achyut Sanghavi લંડનઃ સ્ત્રી ભ્રૂણ હોવાથી એબોર્શન કરાવવાની સગર્ભાની માગણી સ્વીકારનારા ડોક્ટર પલાનિપ્પન રાજમોહનનું નામ જનરલ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટરમાંથી રદ કરવાની કાર્યવાહી હાથ ધરાવાની શક્યતા છે. ડોક્ટરે સ્ત્રી ભ્રૂણહત્યા કહેવાય તેવું એબોર્શન કરાવ્યું હોવાની કબૂલાત કરી છે અને તે મુદ્દે જાહેર સુનાવણી કરાશે.
Nadella is the highest paid CEO in US 22/04/2015 6:11 am K.K. Joseph With a pay package of $84.3 million (Rs 5.25 billion) a year, technology giant Microsoft's Indian-origin chief Satya Nadella has emerged as the top-paid CEO in the US, as per a new list.
પોસ્ટલ વોટિંગથી ગેરરીતિનું જોખમ 27/04/2015 6:04 am Achyut Sanghavi લંડનઃ પરિવારો દ્વારા એકસાથે તેમના પોસ્ટલ મત ફાઈલ કરવાની વ્યાપક પદ્ધતિથી ગેરરીતિના જોખમ સાથે ચૂંટણી પરિણામોની પ્રામાણિકતાને અસર થતી હોવાની ચેતવણી કાનૂની નિષ્ણાતોએ આપી છે. લાખો બ્રિટિશ નાગરિકો મતદાન મથક જવાના બદલે પોસ્ટથી પોતાનો મત આપે તેવી પરવાનગી આપતી પદ્ધતિ માટે મે સાતની ચૂંટણી છેલ્લી બની રહે તેવી માગણી લો કમિશન સમક્ષ કરવામાં આવી છે.
આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની વણથંભી વિજયકૂચ 22/04/2015 6:16 am Mukesh Patel મુંબઇઃ આઇપીએલ સિઝન-૮માં લીગ રાઉન્ડની મેચોમાં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સે તેની વિજયકૂચ ચાલુ રાખી છે, જ્યારે એક સમયની વિજેતા મુંબઇ ઇંડિયન્સે સતત ત્રણ પરાજય પછી એક વિજય સાથે જીતનું ખાતું ખોલાવ્યું છે.
છોકરીને લલચાવવા બદલ ૧૨ સામે ટ્રાયલ 27/04/2015 6:08 am Achyut Sanghavi લંડનઃ ૧૩ વર્ષની મુસ્લિમ છોકરીને સામૂહિક સેક્સ માટે લલચાવવાના ગુનાસર ૧૨ પુરુષ સામે લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં ૨૧ એપ્રિલથી ટ્રાયલ શરૂ થઈ હતી. લીડ્ઝના જ ૨૦થી ૪૧ વર્ષની વચ્ચેના આ પુરુષો સામે કિશોરી પર બળાત્કાર અને જાતિય કૃત્યો સહિતના અપરાધનો આરોપ છે.
સ્ત્રીઓ લાગણીશીલ છતાં બુદ્ધિશાળી 22/04/2015 6:17 am Mukesh Patel ટોરોન્ટોઃ આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમના તારણ મુજબ સ્ત્રીઓ ભલે પુરુષો કરતાં વધુ લાગણીશીલ સ્વભાવ ધરાવતી હોય, પરંતુ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો સમય આવે છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને સમાન બૌદ્ધિકક્ષમતા ધરાવે છે.
ગુજરાતી, બંગાળી સહિતની ભાષાને માન્યતાની નિકી મોર્ગનની ખાતરી 27/04/2015 6:12 am Achyut Sanghavi લંડનઃ એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને સ્પષ્ટ કર્યું હતું કે ભાવિ કન્ઝર્વેટિવ સરકાર ગુજરાતી, બંગાળી, પોલીશ અને ટર્કીશ જેવી લઘુમતી ભાષાઓમાં GCSE અને એ-લેવલમાં માન્યતાની ખાતરી આપશે. ઈંગ્લેન્ડમાં આ ભાષાઓને પરીક્ષાના વિષયો તરીકે પાછી ખેંચવાની એક્ઝામ બોર્ડ્સની યોજના સામે અભિયાન શરૂ કરાયું છે. સેક્રેટરી મોર્ગને નિર્ણય બદલવા એક્ઝામ બોર્ડ્સને લખ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે GCSE અને એ-લેવલ્સના ફેરફારોમાં આ ભાષાઓને નુકસાન થવું ન જોઈએ.
કેન્સરથી બચવું છે? ઝડપથી ચાલો... 22/04/2015 6:18 am Mukesh Patel લંડનઃ તાજેતરમાં થયેલા અભ્યાસનું તારણ દર્શાવે છે કે ઝડપથી ચાલવાથી જીવલેણ કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાયો હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું.