હળવી ક્ષણોએ... 10/03/2015 2:09 pm Mukesh Patel એક વ્યક્તિનું મૃત્યુ થયું. તેથી તે સ્વર્ગમાં ગયો. ત્યાં જ દરવાજા આગળ તેણે ચિત્રગુપ્ત મળ્યા. તેઓને તે માણસને રોક્યો. ચિત્રગુપ્તઃ તું એક શરતે જ અંદર આવી શકીશ. વ્યક્તિઃ કઇ શરત? ચિત્રગુપ્તઃ હું તને જે શબ્દ કહું તેનો તારે સ્પેલીંગ સાચેસાચો બોલવો પડશે. વ્યક્તિઃ કયો શબ્દ એ કહો? ચિત્રગુપ્તઃ લવ! વ્યક્તિઃ L...O...V...E ચિત્રગુપ્તઃ બહુ સરસ, તું અંદર આવી શકે છે. પેલો માણસ જેવો અંદર આવતો હતો ત્યાં જ ચિત્રગુપ્તને કોઈનો મોબાઈલ આવ્યો. ચિત્રગુપ્તઃ જો તું અહીંયા ઊભો રહે, મારે અર્જન્ટ કામ છે. મારી ગેરહાજરીમાં જો કોઈ આવે તો તેને અંદર પ્રવેશ આપતાં પહેલાં મેં જેમ તારી સ્પેલીંગ ટેસ્ટ લીધી હતી તેમ તારે પણ લેવાની અને જો તેને સ્પેલીંગ ના આવડે તો તેને નરકમાં મોકલી દેજે. પેલો માણસ દરવાજે ઊભો રહ્યો. ત્યાં દૂરથી એક સ્ત્રી આવતી જોઈ. નજીક આવી તો જોયું કે તેની જ પત્ની હતી. તે બોલ્યોઃ અરે, તું અહીંયા કેવી રીતે પહોંચી ગઈ? પત્નીઃ તમારા અંતિમ સંસ્કાર કર્યા પછી હું ઘરે પાછી ફરતી હતી ત્યાં બહાર નીકળતા એક્સિડેન્ટમાં મારું મોત થયું. અને અહીંયા આવી ગઈ. હવે આઘા ખસો મને અંદર જવા દો. વ્યક્તિઃ એમ અંદર જવા ના મળે. અહીંયા નિયમ પ્રમાણે તારે કોઈ એક શબ્દનો સ્પેલિંગ વર્ડ ટુ વર્ડ બોલવો પડશે. પત્નીઃ કયો વર્ડ છે? પેલા વ્યક્તિએ બહુ વિચારીને કહ્યુંઃ ચેકોસ્લોવેકિયા?! (czechoslovakia)•
મેનોપોઝ ૧૪ વર્ષ સુધી પણ ચાલી શકે છે 10/03/2015 2:10 pm Mukesh Patel લંડનઃ રજસ્વલા ધર્મમાંથી નિવૃત્તિનો ગાળો એટલે કે મેનોપોઝ આવવાનું હોય ત્યારે ઘણી મહિલાઓને હોર્મોન્સના અસંતુલનને કારણે અનેક તકલીફો થતી હોય છે.