Advanced search


Awardees

Awardees

From Left: Gaurav Atreja, Bharat Kumar Jayantilal, Dr. Asha Seth, Ms. Chanda Kochhar, Anju Jaswal, Manjit Singh Nijjar, Kehkashan Maushum Basu, Shah Rukh Khan, Vallamkonda Nagamani Teja, Dr. Rahavan Seetharaman, Arun Agarwal,Representator for Dr. RaviPillai,Representator for Sarthak Sinha, Naveen Chandra and Atul Temurnikar.

'ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે કે ચેતતો રહેજે' આવો ઘાટ એક ગુજરાતી સાપ્તાહિકના પાને જોવા મળ્યો. માની ન શકાય તેવા ચમત્કારો અને ફળપ્રાપ્તિ કરાવી આપવાના દાવા કરતા કહેવાતા તાંત્રીકો, બાબાઅો, જ્યોતિષીઅો અને ફકીરોની જાહેરાતો પ્રસિધ્ધ કરતા અમુક સાપ્તાહિકો પોતાની જાતને બચાવવા માટે બાબા-ફકીરોની જાહેરાતોના પાના પર જ ગુજરાતી અને અંગ્રેજીમાં હસવું આવે એ રીતની નોંધ મૂકે છે.

purse 5

purse 5

વૈશાખી ઉત્સવની લંડનના સિટી હો

લંડનઃ સેંકડો લોકો શનિવાર, ૧૧ એપ્રિલે રિવરસાઈડ પર ટાવર બ્રિજ પાસે આવેલી સિટી હોલ ઈમારત ખાતે શીખધર્મીઓ માટે અતિ મહત્ત્વનો પ્રખ્યાત વૈશાખી ઉત્સવ મનાવવા એકત્ર થયાં હતાં. લંડનના વૈશાખી ઉત્સવે નવા રૂપરંગ ધારણ કરી સૌપ્રથમ વખત ટ્રફાલ્ગર સ્ક્વેરના બદલે નવા સ્થળે ઉજવણીનો માહોલ સર્જ્યો હતો. વડા પ્રધાન ડેવિડ કેમરને શીખ, તામિલ અને સિંહાલી સમુદાયો સહિત બ્રિટિશ એશિયનોને ૧૪ એપ્રિલે આરંભાતા નવા વર્ષના તહેવારની ઉષ્માસભર શુભેચ્છા પાઠવી હતી. લંડનમાં ઉત્સવની ઉજવણીઓ લંડનસ્થિત ૧૨૬,૦૦૦ અને વિશ્વમાં વસતા ૨૦ મિલિયન શીખો સહિત તમામ સમુદાયો અને ધર્મોના લોકો માટે આનંદપૂર્ણ બની રહે છે. શીખ ધર્મની સ્થાપના ૧૬૯૯માં થઈ હતી.

Dr Rami Ranger

Dr Rami Ranger

Business Person of the Year

* સનસેટ એન્ડ ઇન્ડો યુ.કે. નિર્મિત ગુજરાતી નાટક "પત્ની પરણાવો સાવધાન"ના શોનું અાયોજન તા.૨૫ એપ્રિલ, શનિવારે ગુજરાત હિન્દુ સેન્ટર, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે સાંજે ૬.૩૦ વાગ્યે અને ભારતીય વિદ્યાભવન (૪એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન)માં શનિવાર તા.૨ મે'ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે યોજાયો છે. સંપર્ક હેમંત પારેખ 07826 850 220

લંડનઃ ચમત્કારી સોલ્યુશન ઔદ્યોગિક બ્લીચ વડે ઈબોલા, એઈડ્સ અને ઓટિઝમ જેવી બીમારીઓ દૂર કરવાના દાવા કરતા લાસ વેગાસના સેલ્સમેનને યુકે ઓલ્ટરનેટિવ હેલ્થ કોન્ફરન્સમાં પ્રતિબંધિત કરવાની માગણી કરાઈ છે.

લંડનમાં સેફ વોલ્ટ તોડી £૬૦ મિલ

ઇસ્ટર હોલીડેઝ દરમિયાન સેન્ટ્રલ લંડનના હટન ગાર્ડન વિસ્તારના હટન ગાર્ડન સેફ ડિપોઝિટ લિમિટેડના ૭૨ જેટલા સેફ ડિપોઝિટ બોક્સિસ તોડીને પ્રોફેશનલ ગેંગ દ્વારા આશરે £૬૦ મિલીયનના હીરા, સોના તેમજ હિરાના દાગીના અને કિંમતી કાંડા ઘડિયાળો વગેરેની ચોરી કરાતા સમગ્ર બ્રિટનમાં ચકચાર મચી ગઇ હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ચુનંદા ડીટેક્ટીવ્સને કામે લગાવાયા છે. પરંતુ આ અહેવાલ લખાય છે ત્યારે મંગળવારે બપોર સુધી પોલીસને કોઇ નક્કર કડી કે સફળતા સાંપડી નથી. જોકે પોલીસને ઇસ્ટર્ન યુરોપીયન ગેંગ ઉપર શંકા છે અને કદાચ એકને અોળખવામાં સફળતા મેળવી છે. અમેરિકાના લોસ એન્જલસમાં પણ આવી રીતે જ ૧૯૮૦માં ચોરી કરાઇ હતી.