પત્ર લેખક પરિસંવાદ 14/07/2015 1:33 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ કે ૨૯ અોગસ્ટ, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન પત્ર લેખકોના પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવાનું આયોજન થઇ રહ્યું છે.
SVYASAના ચાન્સેલર ડો. એચ. આર. નાગેન્દ્ર યુકેની મુલાકાતે 14/07/2015 1:36 pm Kamal Rao ભારતની વિખ્યાત યોગ યુનિવર્સીટી સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન (SVYASA)ના ચાન્સેલર અને તાજેતરમાં સમગ્ર વિશ્વમાં રંગેચંગે ઉજવાયેલા ઇન્ટરનેશનલ યોગ દિવસના ચેરમેન ગુરૂજી ડો. એચ. આર. નાગેન્દ્રનું તા. ૨૫મી જુલાઇ ૨૦૧૫ના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે 'ભારત ગૌરવ એવોર્ડ' એનાયત કરી સન્માન કરવામાં આવનાર છે. તેઅો ત્રણ દિવસ માટે બ્રિટનની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની સાથે SVYASA ગ્લોબલના ડો. મંજુનાથ પણ યુકે પધારી રહ્યા છે.
પીપાવાવ શિપયાર્ડને ફ્રિગેટનો ૩ બિલિયન ડોલરનો ઓર્ડર 17/07/2015 5:11 am Nilesh Parmar ખાનગી ક્ષેત્રના સૌથી મોટા વોરશિપ (યુદ્ધજહાજ) પ્રોજેક્ટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીના એડીએજી ગ્રૂપના પીપાવાવ શિપયાર્ડ પર પસંદગી ઉતારી છે. કંપનીને 'મેક ઇન ઇન્ડિયા' નેવલ ફ્રિગેટનો ૩ બિલિયનથી વધુ ડોલરનો ઓર્ડર મળ્યો છે.
હાસ્યના બેતાજ બાદશાહ સિધ્ધાર્થ રાંદેરીયા યુકેની મુલાકાતે: 'ગુજ્જુભાઇ બન્યા દબંગ' નાટકના શો ભજવશે 14/07/2015 1:40 pm Kamal Rao સોગીયા મોઢા લઇને ફરતા અને જેઅો જીંદગીમાં કદી હસ્યા નથી તેવા વેદીયા માણસોને પણ હસીને લોટપોટ કરાવે તેવા નવા નક્કોર કોમેડી નાટક 'ગુજ્જુભાઇ બન્યા દબંગ'ના શો લઇને વિખ્યાત નાટ્ય કલાકાર, નાટ્ય પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શ્રી સિધ્ધાર્થ રાંદરીયા યુકેની મુલાકાતે આવી રહ્યા છે.