• અલ્ઝાઈમર રોગનો ચેપ પણ લાગી શકે 11/09/2015 3:10 am Achyut Sanghavi એક સીમાચિહ્ન અભ્યાસના તારણો અનુસાર અલ્ઝાઈમર રોગનો ચેપ પણ લાગી શકે છે. અત્યાર સુધી વિજ્ઞાનીઓ માનતા હતા કે અલ્ઝાઈમર રોગ મોટા ભાગે વૃદ્ધાવસ્થા અને અંશતઃ જનીનોના પ્રભાવનું દુષ્પરિણામ છે. જોકે, નવા તારણો કહે છે કે હોસ્પટલમાં ઓપરેશન, લોહી ચડાવવા અથવા રૂટ કેનાલ સારવાર જેવા ડેન્ટલ વર્કના કારણોસર પણ રોગીઓ સ્મૃતિભ્રંશનો શિકાર બની શકે છે.
બીસીબીએ શહાદત હુસેનને સસ્પેન્ડ કર્યો 15/09/2015 4:35 am Nilesh Parmar બાંગલાદેશના ઝડપી બોલર શહાદત હુસેનને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ કામચલાઉ સસ્પેન્ડ કર્યો છે. આ અંગે બીસીબીના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું કે, જ્યાં સુધી શહાદત પર થયેલા કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેને ટીમની બહાર રાખવામાં આવશે.
ઇંગ્લેન્ડ પાણીમાં બેઠુંઃ ૩-૨થી વન-ડે સિરીઝ જીતતું ઓસ્ટ્રેલિયા 15/09/2015 4:38 am Nilesh Parmar મહેમાન ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાંચમી અને અંતિમ વન-ડેમાં ઘરઆંગણે હરાવીને આઠ વિકેટે શાનદાર વિજય મેળવવા સાથે પાંચ મેચની સિરીઝ ૩-૨થી કબ્જે કરી છે. મિચેલ માર્શ અને હેસ્ટિંગ્સની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડનો દાવ ૩૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ સમેટાયો હતો.
Dinesh Dhamija: Flights to Philanthropy 11/09/2015 6:22 am Rupanjana Dutta For someone who has been an extensive world traveller since childhood, also married to a flight attendant, Dinesh Dhamija was probably destined to open Britain's one of the biggest travel agencies.
કેપ્ટન મોર્ગનને માથામાં બોલ વાગતા મેદાન છોડવું પડયું 15/09/2015 4:40 am Nilesh Parmar ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગનને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને આખરી વન-ડેમાં બેટીંગ દરમિયાન માથામાં બોલ વાગતાં મેદાન છોડવું પડયું હતુ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્ટાર્કનો બાઉન્સર જોરથી મોર્ગનની હેલ્મેટની સાથે ટકરાયો હતો. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મોર્ગન પાસે દોડી ગયા હતા. બાદમાં ડોક્ટર દ્વારા મોર્ગનને મેદાન પર પ્રાથમિક સારવાર અપાઇ હતી, પણ પછી તેણે પેવેલિયનમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
મથ્થેણ વંદામિ: પર્યુષણ પર્વે ક્ષમાપના 15/09/2015 5:16 am Kamal Rao ગુરુવાર ૧૭ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ચોથ) ના જૈન સંપ્રદાયની સંવત્સરી છે. સંવત્સરીએ ક્ષમાપનાનો મંગલ અવસર છે. જાણ્યે અજાણ્યે આપણા થકી જે કંઈ અશાતના, મનદુઃખ કે કોઈપણ પ્રકારની હિંસા થઈ હોય એની ક્ષમાપના કરવાની આ પરંપરા અને પ્રક્રિયા છે. આપણા જાણીતા કવિ શ્રી પંકજ વોરાની એક વિશિષ્ટ રચના ‘મથ્થેણ વંદામિ’ પ્રસ્તુત કરી આપણે સૌ આપણી ક્ષતિ માટે હૃદયપૂર્વક પ્રતિક્રમણ કરીએ ને કહીએ ‘મિચ્છામી દુક્કડમ્’. આ પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી અમારા સમગ્ર જૈન પરિવારજનો, વાચકમિત્રો, જાહેરખબર દાતાઅો અને શુભેચ્છક મિત્રોને હ્રદયપૂર્વકના 'મિચ્છામી દુક્કડમ્'.