હવે હેડિને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી 12/09/2015 7:59 am Nilesh Parmar ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર-બેટ્સમેન બ્રેડ હેડિને ઇન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હેડિનને એશિઝમાં કંગાળ પર્ફોમન્સ બાદ પડતો મૂકાયો હતો.
યુએસ ઓપનઃ પેનેટ્ટાએ ટાઇટલ જીતી નિવૃત્તિ લીધી 15/09/2015 8:42 am Nilesh Parmar ઇટાલીની ફ્લેવિટા પેનેટ્ટાએ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો છે. કારકિર્દીનો પ્રથમ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાથે જ તેણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પેનેટ્ટાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પોતાના જ દેશની મિત્ર રોબર્ટા વિન્સીને ૭-૬ (૭-૪), ૬-૨થી હરાવીને નિવૃત્તિની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા છે.
ગુજરાતમાં ૮૮.૫૭ ટકા હિન્દુ, ૯.૬૭ ટકા મુસ્લિમ વસ્તી 12/09/2015 8:07 am Viren Vyas ભારત સરકારે થોડા દિવસ પહેલા ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ દેશની કુલ અંદાજે ૧૨૧ કરોડની વસ્તીમાંથી ૭૯.૮૦ ટકા લોકો હિન્દુ, ૧૪.૨૩ ટકા મુસ્લિમો છે. ત્રીજા ક્રમે ૨.૩૦ ટકા શીખ, ૧.૭૨ ટકા ખ્રિસ્તી, ૦.૭૦ બૌદ્ધ અને ૦.૩૭ ટકા જૈનો ભારતમાં વસે છે. જ્યારે ગુજરાતમાં કુલ ૬.૦૪ કરોડ વસ્તીમાંથી હિન્દુઓ ૫,૩૫,૩૩,૯૮૮ છે એટલે કે રાજ્યની કુલ વસ્તીના ૮૮.૫૭ ટકા છે.
વિમેન્સ ડબલ્સમાં સાનિયા-હિંગીસ ચેમ્પિયન 15/09/2015 9:01 am Nilesh Parmar ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા તથા તેની સ્વિટ્ઝર્લેન્ડની સાથીદાર માર્ટિના હિંગીસની જોડીએ અહીં રમાયેલા વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે.
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમના પુનર્નિમાણનો પ્રારંભ 12/09/2015 8:11 am Nilesh Parmar અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમ તરીકે જાણતા સરદાર પટેલ સ્ટેડિયમના નવનિર્માણકાર્યનો શુક્રવારથી પ્રારંભ થયો છે. આ જ સ્થળે બે વર્ષમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું અત્યાધુનિક સ્ટેડિયમ આકાર લેશે.