Advanced search


હકીમ લુકમાનનું સંપૂર્ણ જીવન જરૂરિયાતમંદોની મદદ માટે સમર્પિત હતું. એમને જ્યારે લાગ્યું કે, હવે મારે આ દુનિયામાંથી વિદાય લેવાની વેળા આવી છે ત્યારે એમણે પોતાના પુત્રને પાસે બોલાવ્યો. તે નજીક આવતાં જ કહ્યું કે જો બેટા, મેં મારું સમગ્ર જીવન દુનિયાને શિક્ષણ આપવામાં પૂરું કર્યું છે. હવે મારા જીવનની છેલ્લી ઘડીઓ છે એટલે તમને કેટલીક અગત્યની વાતો જણાવવા ઈચ્છું છું. પણ તે પહેલાં તમે એક કોલસો અને ચંદનનો ટુકડો લઈ આવો.

સાંસારિક ઉદ્દેશોમાં દેહનું મહત્ત્વ વધી જાય છે, પરંતુ આધ્યાત્મિક ઉદ્દેશોમાં આત્મા દેહથી વધુ મહત્ત્વપૂર્ણ છે. બુદ્ધના ભિક્ષુણી સંઘમાં પ્રકૃતિ નામની એક ભિક્ષુણી હતી. ભગવાન બુદ્ધે દેહના આકર્ષણ અંગે બોલતાં પ્રકૃતિનું ઉદાહરણ આપેલું. તેમણે એક ઘટના સંભળાવી.

ભિખારણઃ ભાઈ પાંચ રૂપિયા આપોને, ત્રણ દિવસથી ભૂખી છું.
ભગોઃ ત્રણ દિવસથી ભૂખી છે તો પાંચ રૂપિયામાં શું કરીશ.
ભિખારણઃ વજન કરીશ અને જોઈશ કેટલી પાતળી થઈ.

શુભ દીપાવલીની ઝમગમતી રાત દૂર કરે અંધારા
દીવડા બળે ચોમેર જાણે, ઊગ્યા સોનેરી સૂરજ ઉજિયારા
પ્યારની સોગાત હો, સિતારાઓની સુંદર બારાત હો
ચોમેર ઊજળો ઊજાસ હો, જાણે ઝબૂકતી વીજ કરે ઝબકારા
દૂરીની ક્યાંય વાત ન હોત, સર્વત્ર મીઠી મધુર મુલાકાત હો
દરેકને દેવા સુંદર સંદેશા, પધાર્યા ગગનમાં સિતારા
રોશનીની ચાદર ઓઢી, દીપાવલી પધારી ધરતીને દ્વારે
હાથોમાં ધરી પૂજાની થાળી, સૌ કોઈ લક્ષ્મીજીની આરતી ઉતારે
કપાળે સુંદર તિલક તાણી, દરેક એના ભાગ્યને સંવારે
સહુ પર રીઝે ધનની દેવી, દરેકના જીવન બાગને સુધારે
હળીમળી સૌ પટાકા જલાવે, મીઠાઈ વહેંચી મન મલકાવે
સપ્તરંગી રંગોળી પૂરી, નિજ આંગણની સૌ શોભા વધારે
અચ્છાઈઓને રોશન કરે સૌ, બુરાઈઓને જલતી આગમાં બાળે
ત્યજીને બૂરી આદર સૌએ, સદગુણોની સરિતા શણગારે
પ્રકાશ પર્વને મંગલમય બનાવી, સૌ ઉર ઉમંગ ખૂબ છલકાવે
શુભ દીપાવલી સૌને હો મુબારક, હેતે બોલી નૂતનવર્ષને સત્કારે

અનિતા અડાલજાની અમેરિકામાં સિ

અમેરિકન સમાજને અનન્ય સંશોધનની ભેટ આપનાર ૧૨ વ્યક્તિઓની યાદીમાં ભારતીય-અમેરિકન અનિતા અડાલજાનો પણ સમાવેશ થાય છે. આ ૧૨ વ્યક્તિને અમેરિકાભરમાંથી પસંદ કરીને સન્માનિત કરાય છે. અનિતા અડાલજાને કૃષિ ક્ષેત્રે ટકાઉ અને પર્યાવરણનો સામનો કરી શકે તેવો પાક વિકસાવવા માટે સન્માનિત કરાશે.

સો પુણ્ય સમાન અસત્ય...

છ વાગવા આવ્યા હતા. શ્રીમાનજી સુસ્તી અનુભવતા આરામથી ખુરશી પર સૂતા હતા. ‘આજે બગીચામાં આંટો મારવા નથી જવું?’ મેં પૂછ્યું, તો એ સુસ્ત અવાજમાં બોલ્યા, ‘આજે ઈચ્છા નથી થતી.’

સ્ટ્રેસના પગલે ડાયાબીટીસ ને ડ

લંડનઃ એક સામાન્ય માન્યતા છે કે ડાયાબીટીસનો દર્દી મેદસ્વી, ગોળમટોળ પેટવાળો અને બેઠાડું જિંદગીવાળો હોય છે. જોકે બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે માત્ર ઓબેટિસીને જ ડાયાબીટીસનું કારણ ન માની શકાય. નોર્મલ વજન ધરાવતા લોકો પણ ટાઇપ-ટૂ પ્રકારના ડાયાબીટીસનો શિકાર કેમ બને છે એનું કારણ સમજવા માટે બ્રિટનમાં થયેલા અભ્યાસમાં નોંધાયું હતું કે સ્ટ્રેસને કારણે પણ ડાયાબીટીસ થઈ શકે છે.