Advanced search


તું મળી તો ખરી, પણ...

જીવનમાં એક વાર જે ખોવાઈ જાય છે, તેને ફરી શોધવાનું મુશ્કેલ હોય છે. એવામાં વયની ઢળતી સંધ્યાએ આ રીતે અચાનક તારી મુલાકાત મારી સાથે થતાં એવું લાગતું હતું કે જાણે વર્ષોથી તપતી ધરતી પર અનાયાસ વરસાદ વરસ્યો! આ ખુશીનું હું વર્ણન નથી કરી શકતો. આ તો એવો સુખદ અહેસાસ છે જે મારા અંતરે અનુભવ્યો છે, પણ એનો આનંદ તને કેવી રીતે ખ્યાલ આવે!

વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ...

કોઇ ગ્રોસરી સ્ટોર કે સુપર માર્કેટમાંથી બિસ્કિટ ખરીદવા જાવ તો કેટલા પેન્સ ચૂકવવા પડે છે? ૬૦ પેન્સ, ૭૦ પેન્સ... બહુ બહુ તો ચાર, પાંચ કે છ પાઉન્ડ. આટલી રકમમાં તો બિસ્કિટનું આખું પેકેટ આવી જાય. પણ એક બિસ્કિટ એવું છે જે ગયા સપ્તાહે વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ બની ગયું છે.

વિનોબા ભાવેના જીવનનો એક પ્રસંગ છે. તેઓ અનેક ભાષા જાણતા હતા. ધર્મ અને અધ્યાત્મને ફિલોસોફીની દષ્ટિએ જોતાં હતા. જિંદગી વિશે તેઓ મૌલિક ચિંતન કરતા. એક વાર કેટલાક લોકો તેમને મળવા આશ્રમમાં આવ્યા. તેમાંની એક વ્યક્તિએ કહ્યું, ‘અમારે શું કરવું જોઈએ એ અંગે અમને માર્ગદર્શન આપો.’

ગંભીર - તિવારી વચ્ચે ઉગ્ર બોલા

દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં દિલ્હીના કેપ્ટન ગૌતમ ગંભીર અને બંગાળના કેપ્ટન મનોજ તિવારીની વચ્ચે શનિવારે રણજી ટ્રોફી મેચ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયા માટે એક સાથે ઘણી મેચો રમી ચૂકેલા બન્ને ખેલાડીઓએ એકબીજાને ધમકીઓ પણ આપી દીધી હતી. બંને વચ્ચે એવી બોલાચાલી થઇ કે એમ્પાયર શ્રીનાથની વચ્ચે પડવું પડ્યું હતું.

સાઉથ આફ્રિકાનો ઐતિહાસિક શ્રે

સાઉથ આફ્રિકાએ ભારત સામેની પાંચમી અને અંતિમ મેચમાં ભારતને ૨૧૪ રને પરાજય આપી પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૨થી જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ આ પહેલાં ભારતમાં એક પણ વખત વન-ડે સીરિઝ જીતવામાં સફળ થઈ નહોતી ત્યારે ડી વિલિયર્સની આગેવાનીમાં આફ્રિકા ભારતની ધરતી પર પ્રથમ વખત વન-ડે સિરીઝ જીતી છે.

અર્ધસત્ય

મિસ્ટર ચેરિયન એક અત્યંત બાહોશ વકીલ. પોતાની ઉજ્જવળ કારકિર્દીમાં કદી પણ ખોટા રસ્તે પૈસા કમાઈ લેવાનું ધ્યેય એમણે રાખ્યું નહોતું. જોકે માત્ર એમના વિરોધી જ નહીં, એમનો જુનિયર વકીલ મિલિંદ પણ એમને કહેતો. ‘સાહેબ, નિર્દોષને સજા ન થવી જોઈએ એ તમારી વાત કબૂલ, પણ માનવઅધિકારની લડત લડવામાં લોકો તમને આતંકવાદીઓના વકીલ કહીને તમારી મજાક ઉડાવે છે.’

ઇંગ્લેન્ડનો ૧૭૮ રને પરાજય...

લેગબ્રેક ગુગલી બોલર યાસિર શાહ (૪/૮૭) અને ઝુલ્ફીકાર બાબર (૩/૫૩)ની વેધક બોલિંગની મદદથી પાકિસ્તાને દુબઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવી ૧-૦થી સરસાઇ મેળવી છે. પાકિસ્તાને ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ ૩૧૨ રનમાં સમેટીને બીજી ટેસ્ટ ૧૭૮ રને જીતી હતી. પાકિસ્તાન પહેલી ટેસ્ટમાં હારતા બચ્યું હતું, પરંતુ બીજી ટેસ્ટમાં તેણે ઇંગ્લેન્ડને વિજય માટે ૪૧૯ રનનું અત્યંત કપરું લક્ષ્ય આપ્યું હતું. 

કેટલાક યુવક એક સંતના દર્શન કરવા ગયા. સંતે તેમને પૂછ્યું, તમે અહીં શા માટે આવ્યા છો? યુવકોએ જવાબ આપ્યો, ઘણા સમયથી તમારા દર્શન કરવાની ઇચ્છા હતી. સંતે ફરી પ્રશ્ન કર્યો, ‘મારી પાસે શું અપેક્ષા છે?’ યુવકોએ વિનમ્ર ભાવે જવાબ વાળ્યો, ‘તમારા આશીર્વાદ જો મળી જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય.’

એમ્માને સ્પન્જનો સ્વાદ દાઢે વળગ્યો છે!

લંડનઃ યુકેમાં રહેતી એક ૨૩ વર્ષીય યુવતીને કિચનમાં સાફસૂફી માટે વપરાતા સ્પન્જ ખાવાની વિચિત્ર આદત છે. આ યુવતી દરરોજ આવા ૨૦ જેટલા સ્પન્જ આરોગી જાય છે. સૌથી વિચિત્ર બાબત એ છે કે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે યુવતી સ્પન્જને એપલ ફ્લેવરના ડિશવોશિંગ લિક્વિડમાં બોળીને ખાય છે.
નોર્થ ટાઈનસાઈડની રહેવાસી આ યુવતી એમ્મા થોમ્પસને કહ્યું છે કે સ્પન્જ ખાવા એ તેના માટે ‘ગિલ્ટી પ્લેઝર’ છે. શરૂઆતમાં તેને આ આદત હતી, જે હવે વ્યસનમાં બદલાઈ ગઈ છે. આથી તે ઓસીડી ડિસઓર્ડરથી પીડાય છે, જેમાં વ્યક્તિ કોઈ પોષક તત્વો ન હોય એવી ચીજો ખાવા લાગે છે. જોકે એમ્માએ પોતાની આ ટેવના ઈલાજ માટે કોઈ સારવાર કરાવી નથી. 

હું નહોતી કહેતી?

સુખબીરના અમૃતા સાથે લગ્નને પંદરેક વર્ષ તો થયાં જ હશે. આ પંદર વર્ષમાં એણે નહીં નહીં તો પણ પંદરસો વાર પત્નીના મોઢે સાંભળ્યું હશે. ‘હું નહોતી કહેતી?’ અથવા ‘હું તો કહેતી હતી...’ શરૂશરૂમાં એ ઘણી વાર એવી દલીલ કરવા જતો કે, ‘તેં વળી ક્યારે કહેલું?’ પણ પછી તો એ એટલો ટેવાઈ ગયો કે, એને આનો કંઈ જવાબ આપવાની જરૂર જ ન લાગતી. વળી અમૃતા વહેમ, શુકન-અપશુકન અને અંધશ્રદ્ધામાં માનનારી. સુખબીર ભલે આ બધામાં ન માનતો હોય, પણ એણે એક જ જીવનમંત્ર રાખેલો - ‘પત્ની રાજી તો જગ રાજી.’ આથી હંમેશા એ અમૃતાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો.