નવા માઈગ્રન્ટ્સ માટે વર્ષે ૯૫,૦૦૦ ઘર 05/12/2015 6:39 am Achyut Sanghavi લંડનઃ સત્તાવાર આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં આગામી પાંચ વર્ષમાં બંધાનારા કુલ મકાનોના અંદાજે અડધા મકાનો માઈગ્રન્ટ્સના નવા પ્રવાહને પહોંચી વળવામાં જશે. યુકેમાં ઊંચા નેટ માઈગ્રેશન દરના કારણે દર વર્ષે નવા ૯૫,૦૦૦ પરિવારોની રચના થશે. આ પરિવારોને રહેવા માટે દૈનિક ૨૬૦ના ધોરણે નવા ૯૪,૯૦૦ મકાનોની પણ જરૂર પડવાની છે.
શામળાજીના નાગધરા કુંડમાં હજારો શ્રદ્ધાળુએ સ્નાન કર્યું 02/12/2015 5:54 am Khushali Dave અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કારતકી પૂનમનો મેળો માણવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા અને અહીં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
બે વ્યક્તિને કચડનારા ડ્રાઈવરને જેલ 05/12/2015 6:39 am Achyut Sanghavi લંડનઃ એઈલ્સબરી ક્રાઉન કોર્ટની જ્યુરીએ બેદરકારીથી વાહન ચલાવવાના અને મોત નીપજાવવાના ગુનાસર નોર્થોલ્ટ, ઈલિંગના ૩૩ વર્ષીય ડ્રાઈવર નયન પટેલને દોષી ઠરાવતા તેને બીજી ડિસેમ્બરે નવ મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. તેને ત્રણ વર્ષ માટે વાહન હંકારવા માટે ગેરલાયક ઠરાવાયો હતો.
બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ કોમનવેલ્થ સેક્રેટરી જનરલ 05/12/2015 6:40 am Achyut Sanghavi લંડનઃ પૂર્વ લેબર મિનિસ્ટર બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ (૬૦)ને નવા કોમનવેલ્થ સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ૫૩ કોમનવેલ્થ દેશોના નેતાઓ દ્વારા પસંદ કરાયેલાં બ્રિટનના પ્રથમ અશ્વેત મહિલા ક્વીન્સ કાઉન્સેલ બેરોનેસ સ્કોટલેન્ડ આ હોદ્દા પર મહત્તમ આઠ વર્ષની મુદત પૂર્ણ કરનારા કમલેશ શર્મા પાસેથી ૨૦૧૬માં કાર્યભાર સંભાળશે.
કચ્છી લેઉઆ પટેલ સમાજની દસ્તાવેજી ફિલ્મ બનશે 02/12/2015 6:01 am Khushali Dave કચ્છી લેઉઆ પટેલ જ્ઞાતિ સમાજના ૪૫મા ત્રિદિવસીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ઈ.સ. ૨૦૦થી અત્યારની સ્થિતિનો ચિતાર આપતી દસ્તાવેજી ફિલ્મ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેવી રજૂઆત થઈ હતી.
બ્રિટિશ રોયલ એરફોર્સ દ્વારા સીરિયામાં ISIS પર બોમ્બમારો 05/12/2015 6:40 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનના રોયલ એરફોર્સે સીરિયામાં પ્રથમવાર આઇએસઆઇએસના થાણાઓ પર બોમ્બમારો કર્યો છે. સંસદમાં બહુમતે નિર્ણય લેવાયા પછી તાબડતોબ હવાઇ દળે બુધવારે રાત્રે સાઇપ્રસના અક્રોતિરી એરબેઝસ્થિત તેના ટોર્નેડો અને ટાઇફૂન યુદ્ધવિમાનો સીરિયા રવાના કર્યા હતા. જોકે, વડા પ્રધાન ડેવિડ કેમરને ઈરાક અથવા સીરિયામાં બ્રિટિશ ભૂમિદળ ઉતારવા સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. સીરિયા પર હવાઈહુમલા કરવાના મતદાન કરાયા પછી હાઉસ ઓફ કોમન્સમાં સાડા દસ કલાકની ચર્ચા થઈ હતી.
વિદેશી વિદ્યાર્થીઓ વધતા બ્રિટિશ યુનિવર્સિટીઓની સંપત્તિમાં વધારો 05/12/2015 6:41 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં ૨૦૦૪ પછી બિન-ઈયુ દેશોનાં અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦,૦૦૦થી વધુનો વધારો થયો છે. યુનિવર્સિટીઝ યુકેના આંકડા અનુસાર બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા બિન-ઈયુ વિદ્યાર્થીઓની ટકાવારી ૨૦૦૪માં ૯ ટકા હતી તે ૨૦૧૩માં વધીને ૧૩.૫ ટકા થઈ હતી. સૌથી વધુ વિદ્યાર્થી ચીનથી આવ્યા હતા, પરંતુ આફ્રિકા, ભારત, મિડલ ઈસ્ટ અને નોર્થ અમેરિકાથી પણ વિદ્યાર્થીઓ આવ્યા હતા. રિપોર્ટ અનુસાર ૨૦૧૩-૧૪માં ઉચ્ચ શિક્ષણ સેક્ટરની કુલ આવકનો ૧૩ ટકા હિસ્સો ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની ફીનો હતો.
અલ્પેશ કથીરિયાના રિમાન્ડ મંજૂર 02/12/2015 6:04 am Khushali Dave કામરેજ પોલીસમથકે ચક્કાજામ કરવાના ગુના બદલ કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે હાજર થયેલા પાસના કન્વિનર અલ્પેશ કથીરિયાને ૩૦મી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.