નર્મદા જિલ્લામાં એક જ પરિવારના ૫૮ સભ્યોએ સાથે મતદાન કર્યું 02/12/2015 6:06 am Khushali Dave નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોઝઘાટ ગામમાં ૫૮ સભ્યોના એક પરિવારે ૧૦૦ ટકા મતદાન કરીને મતદારોમાં આદર્શ કુટુંબ તરીકે સ્થાન મેળવ્યું છે. તમામ સભ્યોએ એકી સાથે મતદાન કરીને લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.
સુરત - દિલ્હીની ફ્લાઇટને એરબસમાં ફેરવવાની માગ 02/12/2015 6:10 am Khushali Dave સુરત એરપોર્ટને ધમધમતું કરવા પ્રયત્નશીલ વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રૂપના આગેવાનોએ એર ઇન્ડિયાના સુરતના નવ નિયુક્ત સ્ટેશન મેનેજર સચિન ચીટનીસની મુલાકાત લઈને સુરત દિલ્હીને જોડતી સવારની ૭૨ સીટર એ.ટી.આર. ફ્લાઇટને એરબસમાં ફેરવવાની માગ કરી હતી
શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ત્રણ માસની બાળકી પર જટિલ કાર્ડિયાક સર્જરી 02/12/2015 6:12 am Khushali Dave બાળ હૃદયરોગ સંબંધિત જટિલ કેસોની સફળ સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલે તેની સિદ્ધિમાં નવું સોપાન ઉમેર્યું છે. હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરે માત્ર ત્રણ માસની બાળકી પર જટિલ સ્વીચ સર્જરી અને હૃદયના વાલ્વને ફરી બેસાડવાની કામગીરી સફળતાપૂર્વક કરીને તેને નવજીવન બક્ષ્યું છે.
દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ પસારઃ રાષ્ટ્રપતિને કાયદો બનાવવા મોકલાશે 05/12/2015 6:56 am Khushali Dave આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ચોથી ડિસેમ્બરે પસાર કર્યું છે. આ બિલને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારને નાથનારું ગણાવ્યું છે. ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ તાજેતરમાં અન્ના હજારેની માગોને સામેલ કરીને જન લોકપાલ બિલ અંગેના સંશોધનો પણ વિધાનસભામાં રજૂ કર્યા હતા. ટૂંક સમયમાં બિલને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ મુકાશે.
દીકરા કરતાં દીકરીઓને વધારે દત્તક લેતાં ભારતીય દંપતી 05/12/2015 7:07 am Khushali Dave સામાન્ય રીતે દીકરી કરતાં દીકરા પ્રત્યેનું વળગણ સમાજમાં વધુ જોવા મળે છે, પરંતુ આ માન્યતા છેલ્લા બે વર્ષથી ખોટી સાબિત થઈ રહી છે. ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભારતમાં દીકરા કરતાં દીકરીઓ વધારે દત્તક લેવાઈ છે.
વિશ્વમાં કેન્સરનો દર ૧૩મો નવો દર્દી ભારતીયઃ નડ્ડા 05/12/2015 7:18 am Khushali Dave ચોથી ડિસેમ્બરે કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ કેન્સર માટેના એક રિપોર્ટ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ કેન્સરના દર્દીઓ છે તેમાં ભારતનો હિસ્સો ૭.૫ ટકા છે એટલે કે દર ૧૩મો નવો કેન્સરનો દર્દી ભારતીય છે.
‘સૌની’ યોજના સાકારઃ મચ્છુ ડેમમાં નર્મદાના નીર 02/12/2015 6:18 am Khushali Dave ભાજપ સરકારની ‘સૌની’ યોજના એટલે કે સૌરાષ્ટ્ર, નર્મદા અવતરણ ઇરીગેશન યોજના સાકાર થવા લાગી છે અને હાલમાં મચ્છુ ડેમ - રમાં નર્મદાના નીર વહેવા લાગ્યા છે. આવતા છ મહિનામાં સૌરાષ્ટ્રના ૧૪ જળાશયોમાં નર્મદાના નીર ઠલવાઈ જશે અને તે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો વર્ષના બારે મહિના ખેતી કરી શકશે.
કેટલીક પંચાયતોમાં કોંગ્રેસની જીત છતાં ભાજપનું શાસન! 05/12/2015 7:26 am Khushali Dave તાજેતરમાં જ યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલાક વિચિત્ર નિયમોનો ફાયદો ઉમેદવારોને મળવાનો છે. જે જિલ્લા પંચાયતનાં પ્રમુખની સીટ SC માટે અનામત છે એવી જગ્યાએ કોંગીનો એકેય જીતેલો ઉમેદવાર SCનો નથી તેથી આ બેઠકો માટેના નિર્ણયોમાં પરિવર્તન થશે. ચૂંટણીમાં કેટલીક જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનો વિજય થયો હોવા છતાં તેઓ શાસન સંભાળી શકશે નહીં, પરંતુ એક કે બે બેઠક ઓછી હોવા છતાં ભાજપનો કબજો રહેશે. નિયમોમાં રહેલી વિચિત્રતાને કારણે કોઇને ફાયદો તો કોઈને નુકસાન થવાનું છે. આ અંગેની જાણ હવે જે-તે પક્ષને થશે.
Is vanity more important than living? 06/12/2015 10:28 am Reshma Trilochun Are we now living in an egocentric society where one would rather embrace death than look unattractive, or grow old? Vanity is subjective from person to person and how one associates with the word is diverse. For a 50-year-old socialite, she preferred to refuse a life-saving kidney treatment as she feared of growing old.