કસ્તુરબાનું ઘર જર્જરિત હાલતમાં 02/12/2015 6:21 am Khushali Dave ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે.
Dear Financial Voice Reader, 02/12/2015 6:23 am K.K. Joseph I’ve had some nice emails from traders following my system. Robert Fearn wrote just as I was about to write this column ‘made a nice £406.57 today’.
ન.પા.- પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ ૬૬.૮૫% મતદાન 02/12/2015 6:35 am Khushali Dave ગુજરાતમાં ચાલી રહેલી પાલિકા - પંચાયતની ચૂંટણીમાં બીજો તબક્કો પસાર થયો અને સરેરાશ ૬૬.૮૫ ટકા મતદાન નોંધાયું છે. રવિવારે બીજા તબક્કાના મતદાનમાં ૪.૬૧ ટકાનો વધારો થયો હોવાનું ચૂંટણીપંચે પહેલી ડિસેમ્બરે જાહેર કર્યું હતું. આ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને વિમાસણ વચ્ચે પોતાના અચ્છે દિન દેખાઈ રહ્યાં છે. જોકે, બીજી ડિસેમ્બરે ચૂંટણીપંચે પરિણામોની કરેલી ઔપચારિક જાહેરાતને ધ્યાનમાં લઈએ તો રાજ્યમાં ભગવો લહેરાય તેવી વકી છે.
• ઓલ્ધામ બેઠક પર લેબર પાર્ટીનો વિજય 07/12/2015 5:21 am Achyut Sanghavi જેરેમી કોર્બીનની નેતાગીરીના લીધે વર્કિંગ કલાસ મતદારો પેટાચૂંટણીમાં લેબર પાર્ટીથી વિમુખ થશે તેવી ચિંતા વચ્ચે પાર્ટીના ઉમેદવાર જિમ મેકમોહને ૧૦,૮૩૫ મતની સરસાઈથી ઓલ્ધામ વેસ્ટ અને રોયટોન સંસદીય બેઠક જીતી લીધી છે. યુકેઆઈપીના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા. ઓલ્ધામ બરો કાઉન્સિલના નેતા તરીકે ભારે પ્રતિષ્ઠા ધરાવતા મેકમોહને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ મતવિસ્તારમાં દક્ષ્ણ એશિયન સમુદાયનું પ્રમાણ ૧૮ ટકા જેટલું છે.
રાજદ્રોહનો કેસ રદ, પણ હાર્દિકની મુશ્કેલી વધી શકે 02/12/2015 6:37 am Khushali Dave રાજદ્રોહના ગુના હેઠળ અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા ધરપકડ કરાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ પરથી મંગળવારે રાષ્ટ્રદોહનો ગુનો કોર્ટ દ્વારા હટાવી લેવાયો અને હવે તે જામીન અરજી કરી શકશે છતાં તેની મુશ્કેલીઓમાં સતત વધારાના એંધાણ દેખાઈ રહ્યાં છે.
ભારતને £૨૭૯ મિલિયનની બ્રિટિશ સહાય 07/12/2015 5:21 am Achyut Sanghavi લંડનઃ ટોરી સાંસદોના વિરોધ છતાં બ્રિટને ગયા વર્ષે ભારતને ૨૭૯ મિલિયન પાઉન્ડની નાણાકીય સહાય સહિત કુલ ૧૧.૭ બિલિયન પાઉન્ડ વિદેશી સહાય પાછળ ખર્ચ્યા હતા. ગયા વર્ષે મિનિસ્ટર્સે નાણાસહાય બંધ કરવાની ખાતરી આપી હતી. વધુ ૧૦ મિલિયન પાઉન્ડની સહાય સાથે બ્રિટિશ સહાય મેળવવામાં ભારતનો ક્રમ બીજો રહ્યો હતો. ભારતને સિએરા લિયોન, સાઉથ સુદાન અને સીરિયા કરતા વધુ સહાય મળી છે. બ્રિટનના કુલ વિદેશી સહાય ખર્ચમાં ૩૦૨ મિલિયન પાઉન્ડનો વધારો થયો છે.
બ્રિટન પર ISના હુમલાનો ભય 07/12/2015 6:03 am Achyut Sanghavi લંડનઃ ઈસ્લામિક ત્રાસવાદી સંગઠન આઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ દ્વારા પેરિસ જેવા જ હુમલાની યોજના બ્રિટન માટે તૈયાર કરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે સીરિયાસ્થિત બ્રિટિશ જેહાદીઓને પોતાના દેશમાં હુમલાને અંજામ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, પેરિસ હુમલા પછી બ્રિટિશ સરકારે જોખમને ધ્યાનમાં લઈ તેમના ‘જેમ્સ બોન્ડ’ જેવા તાલીમબદ્ધ ટોપ સિક્રેટ જાસૂસોને ઈસ્લામિક સ્ટેટના ‘મોટા માથાઓ’ને શોધી શોધીને ખતમ કરવાનો હુકમ કર્યો છે. આ યોજનાના ભાગરૂપે બ્રિટિશ સરકારે બ્રિટનના સ્પેશિયલ એર સર્વિસના એજન્ટોને સીરિયા મોકલ્યા છે.