કરિશ્મા સંજયનું છૂટાછેડાનું યુદ્ધઃ યે બચ્ચેં મેરે હૈ 02/12/2015 7:19 am Khushali Dave કરિશ્મા કપૂર અને તેના ઉદ્યોગપતિ પતિ સંજય કપૂર વચ્ચે પરસ્પર સંમતિથી ડિવોર્સ ફાઇલ થયા હતા, પરંતુ અચાનક જુદાં જુદાં કારણોસર તેમની ડિવોર્સ પીટિશનને પાછી ખેંચવાની એપ્લિકેશન્સ ફાઇલ થઈ છે. દોઢ વર્ષ પહેલાં બંને નક્કી કરાયેલી શરતો પર ડિવોર્સ લેવા માટે સંમત હતાં અને અચાનક બંને તરફથી દલીલો રજૂ થતાં કેસમાં વળાંક આવ્યો છે.
‘કિલિંગ વિરપ્પન’ ફિલ્મની રિલીઝ અટકી 02/12/2015 7:24 am Khushali Dave ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કિલિંગ વિરપ્પન’ને રિલીઝ કરવા ઉપર ૨૮મી નવેમ્બરે કોર્ટે પ્રતિબંધ લાદી દીધો છે. કુખ્યાત ચંદન ચોર વિરપ્પનની પત્ની મુત્તુલક્ષ્મીના કહેવા મુજબ, વિરપ્પનના એન્કાઉન્ટર બાદ વર્ષ ૨૦૦૪માં ફિલ્મમેકર ફિલ્મ બનાવશે એવો કરાર થયો હતો અને ફિલ્મ છેક હવે બની છે. વળી, કરાર અનુસાર આ ફિલ્મ માત્ર હિન્દીમાં બનવાની હતી, પરંતુ ફિલ્મસર્જકે હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં પણ ફિલ્મ બનાવી છે.