પેટા-ચૂંટણીમાં પીછેહઠઃ ભાજપનું જોર ઘટ્યું 12/12/2014 10:07 am Mukesh Patel વડોદરા લોકસભા બેઠક જીતી, પણ ત્રણ વિધાનસભા બેઠક ગુમાવી
ફિલ્મ પ્રિવ્યૂઃ ‘ભોપાલ: અ પ્રેયર ફોર રેઇન’ 15/12/2014 6:39 am Viren Vyas વિશ્વની સૌથી મોટી ફેકટરી-હોનારત ગણાતી ભોપાલની યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની દુર્ઘટના પર આધારિત આ ફિલ્મ છે.
આઘાત ઘટાડે વડીલોની વય 12/12/2014 10:09 am Mukesh Patel લંડનઃ વૃદ્ધ દંપતીમાંથી એકનું મૃત્યુ થાય તેના થોડાં સમયમાં બીજાનું પણ મૃત્યુ થયાના ઘણાં દાખલા મળે છે. સંશોધકો આ અંગે કહે છે, કે વૃદ્ધોના દિલને લાગેલો આઘાત તેમની જિંદગી ટુંકાવી શકે છે કારણ કે દુઃખથી તેમની રોગપ્રતિકાર શક્તિ નબળી પડે છે. સાથીદાર કે ગાઢ મિત્રના મોતથી વૃદ્ધ લોકોમાં સ્ટ્રેસ હોર્મોન્સની સમતુલા ખોરવાય છે અને ઈમ્યુન સિસ્ટમના કોષોમાં ઘટાડો થાય છે, જે તેમને મૃત્યુ ભણી દોરી જાય છે.
ફ્રિડા પિન્ટો-દેવ પટેલના સંબંધનો અંત? 15/12/2014 6:49 am Viren Vyas ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ફ્રિડા પિન્ટો અને દેવ પટેલના છ વરસના સંબંધોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે.
‘ફોર્બ્સ’ ટોપ સેલિબ્રિટી લિસ્ટમાં સલમાન સર્વોચ્ચ 15/12/2014 7:01 am Viren Vyas ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્નારા થયેલા ટોપ સેલિબ્રિટી લિસ્ટ-૨૦૧૪માં શાહરુખને પાછળ છોડીને સલમાને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ગયા વર્ષે શાહરુખ મોખરે હતો, આ વખતે તે ત્રીજા સ્થાને છે. યાદીમાં બીજા સ્થાને અમિતાભ બચ્ચન છે.
આર્થિક સહકાર વધશે, પણ સરહદ વિવાદ વણઉકેલ 12/12/2014 10:14 am Mukesh Patel નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી વિવાદના ઉકેલ માટે કોઇ નક્કર જાહેરાત થઇ નથી.
પૂજા ભટ્ટ પણ છૂટાછેડાના રસ્તે 15/12/2014 7:15 am Viren Vyas બોલીવૂડમાં અત્યારે છૂટાછેડા લેવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ઋતિક રોશન અને સુઝાન, ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન અને તેમની અભિનેત્રી પત્ની લીજીના છૂટાછેડા થયા છે. ઓમ પુરીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે. હવે યાદીમાં પૂજા ભટ્ટનું નામ જોડાયું છે. ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટની પુત્રી તેના પતિ મનિષ માખીજાથી છૂટાછેડા લઇ રહી છે. પૂજા ભટ્ટે પોતે જ આ વાતની જાણકારી ટ્વિટર ઉપર આપી છે. આ દંપતીએ ૨૦૦૩માં લગ્ન કર્યા હતા. થોડા દિવસો પહેલા જ બંને વચ્ચે અણબનાવની ખબર જાણવા મળી હતી. જોકે હવે પૂજા ભટ્ટે ટ્વિટર ઉપર આ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તે પતિથી અલગ થવા ઇચ્છે છે.
નરેન્દ્ર મોદીને આવકારવા રાષ્ટ્રપતિ ઓબામા અને અમેરિકાવાસી ભારતીયોમાં ઉત્સાહ 12/12/2014 10:19 am Mukesh Patel ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી તરફ વડા પ્રધાન તરીકે પ્રથમ વાર ન્યૂ યોર્ક આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીયો તડામાર તૈયારી કરી રહ્યા છે.
લેબર પાર્ટીના પ્રભાવક નેતાની યાદીમાં એડ મિલિબેન્ડ પ્રથમ 12/12/2014 10:21 am Mukesh Patel લંડનઃ આ વર્ષે ડાબેરી વિચારસરણીની લેબર પાર્ટીની સૌથી પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિની યાદી તૈયાર કરવામાં સૌપ્રથમ સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર એલેક્સ સાલમોન્ડનું નામ ધ્યાને આવ્યું હતું, જેમણે સ્કોટલેન્ડ માટે જોરદાર અભિયાન ચલાવ્યું હતુ.
લેસ્ટરમાં બ્રહ્માકુમારી સ્પિરિચ્યુઅલ યુનિ.ના ‘હાર્મની હાઉસ’નું ઉદઘાટન 12/12/2014 10:22 am Mukesh Patel લેસ્ટરઃ ધમધમતા બેલગ્રેવ વિસ્તારમાં શનિવાર, ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧-૩૦ કલાકે ‘હાર્મની હાઉસ’નું ભવ્ય ઉદઘાટન થયું હતું. તક્તીનું ઉદઘાટન કરતાં કન્ઝર્વેટીવ પાર્ટીના બેરોનેસ સેન્ડી વર્માએ કહ્યું, ‘હાર્મની હાઉસનું ઉદઘાટન કરતાં હું ખૂબ ગૌરવ અનુભવું છું. મને ખાત્રી છે કે વિશ્વશાંતિનું શ્રેષ્ઠ કાર્ય અહીંયા થશે.’