California massacre continues to affect one and all 07/12/2015 2:19 pm Reshma Trilochun A mother tends to think at least 100 times before she has to leave her child to run errands; yet this mother chose to depict a gruesome act of hatred and terror instead of thinking about the wellbeing of her offspring. Tashfeen Malik (27), and her husband, Syed Farook (28), were responsible for the slaughter of 14 innocent lives and injured 21 in California, allegedly inspired by Isis. This is one of the most shocking and devastating attacks since 9/11.
નેપાળમાં ભારતીય પ્રવાસીઓની બસને આગ 02/12/2015 8:59 am Khushali Dave પોખારામાં અજાણ્યા લોકોના ટોળાએ રવિવારે ભારતીય નંબરપ્લેટ વાળી બસને સળગાવી હતી. જોકે ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સીપીએન-માઓવાદીઓનો હાથ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અહીં દેશવ્યાપી હડતાળ દરમિયાન ભારતીય સમાચાર ચેનલોના પ્રસારણને પણ પ્રતિબંધિત કરાયું હતું.
• ડોલ્બી સાઉન્ડ દ્વારા કેમ્બ્રિજને દાન 08/12/2015 5:18 am Achyut Sanghavi ડોલ્બી સરાઉન્ડ સાઉન્ડના શોધક અને સાઉન્ડ ટેકનોલોજી નિષ્ણાત રે ડોલ્બીની એસ્ટેટના વહીવટકારો દ્વારા કેમ્બ્રિજ યુનિવર્સિટીની પેમબ્રોક કોલેજને ૩૪.૯ મિલિયન પાઉન્ડનું જંગી દાન જાહેર કરાયું છે. ૨૦૧૩માં ૮૦ વર્ષની વયે મૃત્યુ પામેલા ડોલ્બીએ ૧૯૬૧માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી ડીગ્રી મેળવી હતી. તેઓ પેમબ્રોક કોલેજમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને રીસર્ચ ફેલો હતા. તેમણે ડોલ્બી લેબોરેટરીઝની સ્થાપના અને ક્રાંતિકારી ડોલ્બી સાઉન્ડ સિસ્ટમની શોધ કરી હતી. ૫૦થી વધુ અમેરિકન પેટન્ટ્સ ધરાવતા ડોલ્બીને ૧૯૮૭માં OBE એનાયત કરાયો હતો.
કોમરેડ બાલા જાતીય ગુનાઓ માટે દોષિત 08/12/2015 5:38 am Achyut Sanghavi લંડનઃ બંધક સ્ત્રીઓને કાબુમાં રાખવા હિંસા, ડર અને સેક્સ્યુઅલ હીણપતનો ઉપયોગ કરનારા માઓવાદી પંથના ૭૫ વર્ષીય નેતા અરવિંદન બાલક્રિષ્નન ઉર્ફ કોમરેડ બાલાને જાતીય હુમલાના સંખ્યાબંધ ગુના માટે સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયો છે. તેને ૨૯ જાન્યુઆરીએ સજા જાહેર કરાશે, જે લાંબા સમય માટે હોવાની શક્યતા છે. ઈશ્વર જેવી શક્તિ હોવાનો દાવો કરતા અરવિંદને બે અનુયાયી પર બળાત્કાર કર્યો હતો તેમજ પોતાની પુત્રી ફ્રાનને સાઉથ લંડનના કોમ્યુનમાં ૩૦ કરતા વધુ વર્ષ બંધક બનાવી રાખી તેના પર અત્યાચારો કર્યા હતા.
ગ્લોબલ વોર્મિંગઃ વાતોથી આગળ વધવાનો સમય 02/12/2015 10:00 am Vikram Nayak છેલ્લા કેટલાક દસકાઓથી દુનિયામાં જળવાયુ પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ) એક એવો સળગતો મુદ્દો રહ્યો છે, જેના પર વૈશ્વિક સંમેલનો, સમજૂતી-કરારો અને ચર્ચાઓના દોર તો અનેક યોજાયા છે, પણ નક્કર પરિણામોની રાહ આજે પણ કાગના ડોળે જોવાઇ રહી છે.