પાંચ તરુણ લૂંટારાને કુલ ૪૩થી વધુ વર્ષની જેલ 08/12/2015 5:39 am Achyut Sanghavi લંડનઃ સ્નેરબ્રૂક ક્રાઉન કોર્ટે ઈસ્ટ લંડનમાં એકલા લોકો પર હુમલો કરી પાંચ દિવસ કાળો કેર વર્તાવનારા પાંચ તરુણ લૂંટારાઓને કુલ ૪૩થી વધુ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ લોકોએ માર્ચ મહિનામાં ન્યૂહેમ અને ટાવર હેમલેટ્સ ખાતે આઠ લૂંટ ચલાવી હતી. છઠ્ઠા લૂંટારાને એપ્રિલમાં કોર્ટ સમક્ષ લવાશે.
માઈગ્રન્ટદીઠ £૧૦,૦૦૦ ચુકવો અને બ્રિટનમાં ઘુસણખોરી કરો 08/12/2015 5:40 am Achyut Sanghavi લંડનઃ કાનૂની રીતે પ્રવેશ મુશ્કેલ જણાતા મધ્યમવર્ગીય માઈગ્રન્ટ્સને માની ન શકાય તેવા માર્ગોએ સ્પીડબોટ, યાટ અને હળવા એરક્રાફ્ટની મદદથી યુકેમાં ઘુસાડવાની લાલચ ક્રિમિનલ ગેંગ્સ આપે છે. આ માટે માઈગ્રન્ટ્સ દ્વારા વ્યક્તિદીઠ ૧૦,૦૦૦ પાઉન્ડની ફી પણ ચુકવવામાં આવે છે. કેલેની પોલીસના માનવા અનુસાર ફેરી બંદરો અને યુરોટનલ નેટવર્ક પર સલામતી વધારાયા પછી યુરોપની કરોડો પાઉન્ડની માનવ તસ્કરી ઈન્ડસ્ટ્રી પર અંકુશ ધરાવતી આલ્બેનિયન ગેંગ્સ ઈંગ્લેન્ડમાં ઘુસણખોરીના નવા માર્ગ અપનાવી રહી છે.
યુરોપિયન પાર્લામેન્ટમાં દિવાળીની પ્રથમ ઉજવણી 08/12/2015 5:40 am Achyut Sanghavi લંડન, બ્રસેલ્સઃ હિન્દુ ફોરમ ઓફ યુરોપ (HFE) દ્વારા ૧૬ નવેમ્બરે યુરોપિયન પાર્લામેન્ટમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. મિલેનિયમ યરમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ઉજવણી પછી સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી થવા છતાં યુરોપિયન પાર્લામેન્ટમાં પ્રથમ પ્રસંગ છે. કાર્યક્રમના યજમાન યુરોપિયન પાર્લામેન્ટના બ્રિટિશ મેમ્બર નીના ગિલ હતાં. બ્રિટન, નેધરલેન્ડ્સ, સ્પેન, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, હંગેરી સ્વીટ્ઝર્લેન્ડથી હિન્દુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વૃદ્ધ કે બેડોળ દેખાવાના ભયે સારવારનો ઈનકાર કરનારી મહિલાનું આખરે મૃત્યુ 08/12/2015 5:41 am Achyut Sanghavi લંડનઃ બેડોળ શારીરિક દેખાવ, જીવનનો ચળકાટ અને નાણા ગુમાવવાના ભયથી જીવનરક્ષક સારવારનો ઈનકાર કરનારી ૫૦ વર્ષીય ફેશનેબલ પ્રૌઢ મહિલાનું આખરે મૃત્યુ થયું છે. કોર્ટ ઓફ પ્રોટેક્શનમાં આ ત્રણ પુત્રીઓની માતા કાનૂની યુદ્ધનું કેન્દ્ર બની હતી કારણ કે તેણે રેનલ ડાયાલીસીસ કરાવવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટમાં તેના નિર્ણય લેવાની માનસિક ક્ષમતાને જજે યોગ્ય ઠરાવી હતી. આમ, એક રીતે સ્વમૃત્યુના નિર્ણયને કોર્ટે મંજૂરી આપી હતી. આ પછી આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસમાં તેણે શેમ્પેઈન સાથે પેઈનકિલર્સનો ઓવરડોઝ લેતાં તેનાં લિવર અને કિડનીને ગંભીર નુકસાન થયું હતું.
ચોરી - લુંટફાટથી બચવા જર-ઝવેરાત સાચવવા માટે એક જ નામ: ફોરએવર-સેફ 08/12/2015 5:53 am Kamal Rao વધતા જતા ચોરી-લુંટફાટના બનાવોમાં મોટે ભાગે એશિયન પરિવારોને લક્ષ્ય બનાવવામાં આવે છે ત્યારે સોના-ચાંદી-હીરાના દાગીના, મિલ્કત અને શેર-બોન્ડ્ઝ સહિતના અન્ય મહત્ત્વના દસ્તાવેજોને સુરક્ષિત રીતે સાચવવા હોય તો 'સ્ટેટ અોફ ધ આર્ટ' અને ટોચની સુરક્ષા વ્યવસ્થા ધરાવતા ઇસ્ટ લંડનના મેનોર પાર્ક હાઇ સ્ટ્રીટ નોર્થ ખાતે આવેલ ફોરએવર-સેફની સહાય લેવી જ રહી.
White Ribbon Day with "Saheli" 08/12/2015 6:08 am Reshma Trilochun White Ribbon Day, which is commemorated on 25th November, is a great initiative where people, men in particular, take a stand on the violence against women. This year, the Enfield Saheli held a White Ribbon Day congregation on Friday 4th December, which had many dignitaries attending, such as the Deputy Mayor of Enfield, Cllr Bernadette Lappage; Cllr Yasemin Brett, Labour Party Cabinet Member for Community Organisations and Culture; as well as MP David Burrowes, Member of Parliament for Enfield, Southgate; plus many more.