ફોક્સકોન અદાણી સાથે હાથ મિલાવશેઃ ભારતમાં આઈફોન બનાવશે 06/08/2015 6:00 am Nilesh Parmar ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોમ સાથે સંયુક્ત સાહસ રચવા મંત્રણા કરી રહી છે. આ સાહસ અંતર્ગત અદાણીના મુંદ્રા ‘સેઝ’માં એપલ આઈફોનનું ઉત્પાદન કરે તેવી સંભાવના છે. જોકે, કંપનીએ સંયુક્ત સાહસના પ્રકાર કે કઈ વસ્તુનું ઉત્પાદન કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહતી.
ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા પાસેથી એશિઝ કપ ખૂંચવ્યો 10/08/2015 9:26 am Nilesh Parmar ઇંગ્લેન્ડે મહેમાન ઓસ્ટ્રેલિયાને ચોથી એશિઝ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ઇનિંગ્સના અંતરથી કારમો પરાજય આપીને ૩-૧થી સીરિઝ કબ્જે કરી છે. આમ હવે ૨૦ ઓગસ્ટથી ઓવલમાં રમાનારી પાંચમી ટેસ્ટ ઔપચારિક બની રહેશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે રમાયેલી એશિઝ સીરિઝમાં ૫-૦થી ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરતાં ઇંગ્લિશ ક્રિકેટચાહકો એટલા નારાજ થયા હતા કે તેઓ ટીમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા હતા. આજે ઓસ્ટ્રેલિયાના આ હાલ છે.
અમિતાભ, સલમાન, અક્ષયને ફોર્બ્સની યાદીમાં સ્થાન 06/08/2015 6:46 am Viren Vyas જાણીતા ફોર્બ્સ મેગેઝીનની આ વર્ષની યાદી મુજબ હિન્દી ફિલ્મોના અનેક કલાકારો હોલીવૂડના અભિનેતા કરતા વધારે ધનવાન છે. આ યાદીના પ્રથમ દસમાં અમિતાભ બચ્ચન, સલમાનખાન અને અક્ષયકુમાર જેવા અભિનેતાનો સમાવેશ થાય છે.
ટી૨૦ઃ ન્યૂ ઝીલેન્ડે ઝિમ્બાબ્વેને હરાવ્યું 10/08/2015 9:48 am Nilesh Parmar આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ મેન ઓફ ધ મેચ બનેલા જ્યોર્જ વર્કરના આક્રમક ૬૨ રન બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડે અહીં રમાયેલી એકમાત્ર ટી૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને ૮૦ રનથી હાર આપી હતી.
અદનાન ભારતમાં રહી શકશે 06/08/2015 6:49 am Viren Vyas જાણીતા પાકિસ્તાની ગાયક અદનાન સામીને ભારતમાં અનિશ્ચિત સમય સુધી રહેવાની મંજૂરી મળી છે. માનવીય આધારે ભારતમાં તેમના પ્રવાસને કાનૂની સ્વરૂપ આપવાની અદનાનની અરજી પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
યુએસ સ્વિમિંગ ચેમ્પિયનશિપઃ ફેલપ્સે ગોલ્ડ જીત્યો 10/08/2015 9:51 am Nilesh Parmar પ્રતિબંધના કારણે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઇ શકેલા સ્વિમિંગ સ્ટાર માઇકલ ફેલપ્સે યુએસ સ્વિમિંગ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.