એશિયન એન્ત્રેપ્રીન્યોર્સને ધંધા માટે લિબ ડેમની સહાય 25/09/2015 6:43 am Achyut Sanghavi લંડનઃ હજારો એશિયન ઉદ્યોગસાહસિકોને ઘંધો શરૂ કરવા લોનની સરકારી યોજનામાં નવા એલાવન્સ ફંડની જાહેરાત લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીએ કરી છે. ગત સંસદકાળમાં પૂર્વ લિબ ડેમ બિઝનેસ સેક્રેટરી સર વિન્સ કેબલ દ્વારા ચાલુ કરાયેલી આ યોજનાના કુલ લાભાર્થીમાં ત્રીજો હિસ્સો વંશીય લઘુમતીઓનો હતો.
TV99 hosts media launch in Wembley 29/09/2015 8:08 am Rupanjana Dutta TV99 (Sky 842) had a media launch dinner in Wembley, North West London. It was attended by media, along with many guests related to the industry.
મેન બૂકર પ્રાઈઝની યાદીમાં બ્રિટિશ ભારતીય લેખક 25/09/2015 6:44 am Achyut Sanghavi લંડનઃ મેન બૂકર પ્રાઈઝ ફોર ફિક્શન ૨૦૧૫ માટે શોર્ટલિસ્ટ કરાયેલા છ લેખકોની આખરી યાદીમાં બ્રિટિશ ભારતીય લેખક સંજીવ સહોટાનો સમાવેશ થાય છે. ડર્બીશાયરમાં જન્મેલા સહોટાએ તેમના પુસ્તક ‘The Year of the Runaways’માં ભારતથી આવેલા અને શેફિલ્ડના એક ઘરમાં રહી નવા જીવનની શોધ ચલાવતા ૧૩ યુવાનની કથા કહી છે.
શિવાની શાહને બાફ્ટા સ્કોલરશિપ 25/09/2015 6:44 am Achyut Sanghavi લેસ્ટરઃ બારટેન્ડરમાંથી નવોદિત ડિજિટલ ઈફેક્ટ્સ માસ્ટર સ્ટુડન્ટ બનેલી શિવાની શાહને બાફ્ટા સ્કોલરશિપ અપાશે. બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) વાર્ષિક સ્કોલરશિપ યોજના અન્વયે તેને £૧૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય અપાશે. શિવાની આ યોજનાના ભાગરૂપ પ્રતિષ્ઠિત પ્રિન્સ વિલિયમ સ્કોલરશિપ પણ મેળવનાર ત્રણમાંથી એક વ્યક્તિ છે. લેસ્ટરની શિવાની હવે નેશનલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્કૂલ (NFTS) ખાતે MA ડિજિટલ ઈફેક્ટ્સનો અભ્યાસ ચાલુ રાખશે.
• ઈયુ રેફરન્ડમ અંગે કેમરનને ચેતવણી 29/09/2015 8:51 am Achyut Sanghavi ઈયુમાંથી બહાર નીકળવાનું અભિયાન ચલાવવા યુરોપવિરોધીઓને પૂરતો સમય ન મળે તે માટે ડેવિડ કેમરન ૨૦૧૬માં જનમત લેવાનું જાહેર કરે તેવી શક્યતા છે. બ્રિટનને ઈયુમાં રાખવા માટે વડા પ્રધાન આવું પગલું લઈ શકે તેવા ભય વચ્ચે સીનિયર કેબિનેટ મિનિસ્ટરોએ કેમરન સામે બળવાની તૈયારી કરી લીધી છે. વહેલા જનમતથી કન્ઝર્વેટિવ પાર્ટીને ગંભીર ફટકો પડશે તેવી ચેતવણી પણ આ મિનિસ્ટરોએ આપી છે. આગામી મહિને ટોરી પાર્ટીની કોન્ફરન્સમાં જનમત લેવાની તારીખની જાહેરાત થવાની શક્યતા છે.
હેરોના નિવાસીઓને ડાયાબીટીસનું ભારે જોખમ 25/09/2015 6:45 am Achyut Sanghavi લંડનઃ આશરે ૭૫૦,૦૦૦ લંડનવાસી તેમની ખરાબ જીવનશૈલીના કારણે ટાઈપ-ટુ ડાયાબીટીસનું ભારે જોખમ ધરાવે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના અભ્યાસ અનુસાર હેરોમાં વસ્તીના ૧૪ ટકા અથવા સાતમાંથી એક પુખ્ત વ્યક્તિને લોહીમાં ખાડનું જોખમી પ્રમાણ રહે છે, જ્યારે બ્રેન્ટ જોખમના બીજા ક્રમે છે. સૌથી ઓછી ૮.૭ની ટકાવારી હેમરસ્મિથ અને ફૂલહામની છે.
૯/૧૧ના હુમલા ચાલાકીપૂર્વક ઉભા કરાયાઃ કોર્બીનનું ચોંકાવનારું વિધાન 29/09/2015 8:52 am Achyut Sanghavi લંડનઃ પશ્ચિમી વિશ્વ અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરી શકે તેવા હેતુસર ન્યૂ યોર્કમાં ૧૧ સપ્ટેમ્બરના હુમલા ચાલાકીપૂર્વક ઉભા કરાયા હોવાનું ચોંકાવનારું નિવેદન લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કર્યું છે. હુમલા માટે ઓસામા બિન લાદેન જવાબદાર હતો તેમ દર્શાવાયું હતું. આમ કહીને તેમણે જ્યોર્જ બુશ અને ટોની બ્લેર પર દોષનો ટોપલો ઢોળ્યો છે. જોકે, તેમની ટીપ્પણીથી પાર્ટીનું નેતૃત્વ સંભાળવા વિશે તેમની ક્ષમતા અંગે સવાલ ખડો થયો છે. નેતાપદે ચૂંટાયાના થોડાં દિવસ અગાઉ જ કોર્બીને લાદેનના મૃત્યુને ટ્રેજેડી ગણાવતા તેમની ભારે ટીકાઓ થઈ હતી.
New cancer genes identified, opening door to targeted treatments 25/09/2015 6:51 am Rupanjana Dutta In a discovery that could lead to more targeted and effective treatments for certain lung and prostate cancers, researchers at the School of Medicine have identified two new cancer-causing gene mutations – mutations that may be particularly susceptible to cancer-fighting drugs already approved by the federal Food and Drug Administration. One of the gene mutations also may play a key role in early menopause.
પ્રેમ ચોપડા ૮૦ વર્ષના થયા 25/09/2015 6:56 am Viren Vyas હિન્દી ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકા ભજવતા પ્રેમ ચોપરાએ ૨૩ સપ્ટેમ્બરે જીવનના ૮૦ વર્ષ પૂર્ણ કર્યા છે.