Advanced search


અમદાવાદઃ લંડનમાં જન્મેલો પોતાનો પૌત્ર અચાનક ગુમ થતાં ૨૦૦૮થી તેને શોધવા માટે પોલીસ અને કોર્ટમાં અરજ કરનાર દાદાનું મૃત્યુ થતાં તેમણે પોતાના પૌત્રને શોધવા માટે કરેલી ફરિયાદનું હવે શું? તેવા પ્રશ્નમાં હાઇ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું છે કે, ફરિયાદીના મૃત્યુથી આ કેસને બંધ કરવાના પક્ષમાં હું નથી. કેસની તપાસ થવી જ જોઇએ.

લંડનઃ જો તમારા ધાબળાં પેટીપટારામાં મૂકાઈ ગયાં હોય તો તેને કાઢી લેવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત, ઘરમાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ પણ ચેક કરી લેવી જોઈએ કારણ કે બ્રિટન આ સપ્તાહથી કાતિલ ઠંડીનો માર અનુભવશે તેવી આગાહી કરવામાં આવી છે. 

સ્કોટલેન્ડના લોકોએ ‘આઝાદી’ નકારીઃ યુકેમાં જ રહેવા નિર્ણય

લંડન, એડિનબરા: સ્કોટલેન્ડના નિવાસીઓએ બ્રિટનમાંથી છૂટા પડવાના વિચારને નકારી દીધો છે. ગુરુવાર, ૧૮ સપ્ટેમ્બરના જનમત સંગ્રહમાં બહુમત લોકોએ બ્રિટનની સાથે રહેવાની તરફેણમાં વોટિંગ કર્યું હતું. સ્કોટિશ જનાદેશથી બ્રિટનને મોટી રાહત મળી છે. 

સુરતથી ભાવનગરનું સાતથી આઠ કલાકનું અંતર હવે માત્ર ૨૨થી ૩૦ મિનિટમાં કાપી શકાશે. સુરતના હીરાઉદ્યોગકારો અને બિલ્ડર્સની કંપની ડાયમંડ એરોનોટિક્સ પ્રા. લિ. દ્વારા આ બંને શહેરોને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટ સેવા ૧૩ ડિસેમબરથી શરૂ થઇ છે. કંપનીનું નવ સીટરનું બીજું એરક્રાફ્ટ આવી જતાં ચાર્ટર્ડ ફ્લાઈટ પછી વધુ પેસેન્જર ફ્લાઈટ સેવાનો પ્રારંભ થશે. કંપનીના ચેરમેન લાલજીભાઈ પટેલે (ઉગામેડી) જણાવ્યું હતું કે, સુરત અને ભાવનગરનો હીરાઉદ્યોગ એકબીજા સાથે સંકળાયેલો છે. સવારે અને સાંજે બે-બે ફ્લાઈટ ઓપરેટ થશે. સવારે ૭-૩૦ કલાકે સુરતથી ફ્લાઈટ ભાવનગર જવા રવાના થશે, જે ભાવનગરમાં ૨૫ મિનિટનો વિરામ લઈ સુરત પર આવશે. આ ફ્લાઈટ પછી ભૂજ, રાજકોટ અને અમદાવાદના રૂટ પર ફ્લાઇટ શરૂ થશે. સુરત-ભાવનગર ફ્લાઈટનું પ્રારંભિક ભાડું રૂ. ૨ હજારથી ૪૦૦૦ રહેશે.

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે સ્કોટિશ રેફરન્ડમના પરિણામ પ્રત્યે સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમને આદર હોવાનું જણાવ્યું છે. અત્યારે બાલ્મોરલમાં આવેલાં ક્વીને યુકેમાં સ્કોટલેન્ડના ભાવિ બાબતે રચનાત્મક રીતે કાર્ય કરવા તમામને હાકલ કરી હતી. 

કિથ વાઝની ડાઈવર્સિટી નાઈટ

માન્ચેસ્ટરઃ ડાઈવર્સિટી એટલે કે વૈવિધ્યતાના તાણાવાણાની જો કોઈ રાજકારણીને બરાબર ઓળખ હોય, તેનું સન્માન કરતો હોય અને તેની દરેક રીતે ઊજવણી કરતો હોય, તો તે હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના અધ્યક્ષ કિથ વાઝ જ હોઈ શકે. 

ગીતાને આંતરરાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરોઃ ડો. કલ્બે સાદિક

ભાવનગરઃ રાજકારણીઓમાં ભલે શ્રીમદ્ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં વાદવિવાદ ચાલે, પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપપ્રમુખ ડો. કલ્બે સાદિકનું માનવું છે કે આ ‘ભગવદ ગીતાને રાષ્ટ્રીય નહી, પરંતુ આંતરરાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવો જ જોઈએ.’ 

બ્રિટનની સૌથી મોટી રીટેઈલર અને ગત દાયકામાં મહાન કોર્પોરેટ સફળતાની કથામાંની એક કંપની ટેસ્કો વધુપડતો નફો દર્શાવવાના કારણે મુશ્કેલીમાં આવી પડી છે. ટેસ્કોએ પ્રથમ અર્ધવાર્ષિક નફાને ૨૫૦ મિલિયન પાઉન્ડ વધુ દર્શાવ્યો હોવાની વાત બહાર આવતાં તેના શેર ૧૨ ટકાના ઘટાડા સાથે ૨૦૩p પર આવી ગયા હતા, જે ૧૧ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. આ મુદ્દે કંપનીના ચાર સીનિયર એક્ઝીક્યુટિવને સસ્પેન્ડ કરાયા હતા. ટેસ્કોના ઓડિટર PwC દ્વારા હિસાબી ભૂલો તપાસવાનો આદેશ અપાયો છે. 

graphics1

graphics1

graphics1

શી જિનપિંગની અમદાવાદ સફરઃ પ્ર

ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય તખ્તા પર દેખાતું થયું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ દિલ્હીને બદલે ગુજરાત આવ્યા અને રંગેચંગે થોડાક કલાકો હયાત હોટેલથી રિવર ફ્રન્ટે હિંડોળા પર ઝૂલીને ગાળ્યા ત્યારે જાણે કે નવી કૂટનીતિ (અ ન્યૂ ડિપ્લોમસી)ની શરૂઆત થઈ હોય તેમ ઘણાને લાગ્યું હતું!