Advanced search


નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન માર્કન્ડેય કાત્જુએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ વખતે તેમણે લંડનમાં ગાંધીજીની પ્રતિમાના અનાવરણ સંદર્ભે ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લંડનમાં ગાંધીજીની પ્રતિમાના અનાવરણ અંગે લખ્યું છે કે બ્રિટિશરોએ લંડનમાં પોતાના વફાદાર એજન્ટ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.

The Bhagavad Gita- A Story of The Universe

જમીન સંપાદન બિલના વિરોધ સમગ્ર...

નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં રજૂ કરેલા નવા જમીન સંપાદન ખરડા વિરુદ્ધ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવા ૧૪ પક્ષોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ એકજૂથ હોવાનું પ્રદર્શન કર્યું હતું.

અમેરિકાનાં ડેનવરમાં પોતાની ૧૨ વર્ષની પુત્રીનું આઈફોનનું વળગણ દૂર કરવા જ્યારે માતાએ તેની પાસેથી આઈફોન આંચકી લીધો ત્યારે ગુસ્સે ભરાયેલી છોકરીએ માતાને બેવાર ઝેર આપ્યું હતું.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧-૩૦થી સાંજના ૪-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

 પાક.ની કૂટનીતિ સામે દિલ્હીનું બેવડું વલણ

પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ભારતમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત સમારંભમાં કાશ્મીરી અલગતાવાદીઓને આમંત્રણ આપી ભારત સામે આડોડાઈ કરવાના પાકિસ્તાનના પ્રયાસને ભારત સરકારે આકરો જવાબ આપ્યો છે.