સખાવતી કાર્યો માટે ૮૦ વર્ષના બોબી ગ્રેવાલ ભારતમાં ૨૬૦૦ માઇલ ચાલશે 22/09/2015 11:43 am Kamal Rao લંડનમાં વસતા ઇન્ડિયા એસોસિએશનના ચેરમેન અને ૮૦- વર્ષના બોબી ગ્રેવાલ અોક્ટોબરના અંતમાં ભારતના કન્યાકુયમારીથી દિલ્હી સુધીની ૨૬૦૦ માઇલની પગપાળા યાત્રાનો આરંભ કરનાર છે. બોબીસ વોક ફૂલ સર્કલ વોક ભારતના પૂર્વીય કિનારાના ચેન્નાઇ, મદુરાઇ, નેલ્લોર, વિશાખા પટ્ટનમ, ભુવનેશ્વર, કોલકાતા, ગયા, પટના, વારાણસી, લખનૌ, અલ્હાબાદ થઇને નવી દિલ્હી પહોંચશે. અોક્ટોબર ૨૦૧૫માં શરૂ થનારી આ પદયાત્રા માર્ચ ૨૦૧૬માં સમાપ્ત થશે અને તેમનો આશય £૧.૫ મિલિયનની રકમ એકત્ર કરવાનો છે. તેમાંથી તેઅો ગ્રેટ અોર્મન્ડ હોસ્પિટલ ચેરિટી, ધ પ્રિન્સ અોફ વેલ્સ ચેરીટી, ધ બ્રિટીશ એશિયન ટ્રસ્ટ તેમજ અડધી રકમ ભારતના વડાપ્રધાનના રાહત ફંડમાં આપશે.
જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમે નેપાલ ભુકંપગ્રસ્તો માટે £૧૫૦૦ એકત્ર કર્યા 22/09/2015 11:45 am Kamal Rao જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમે નેપાલના ભુકંપગ્રસ્તોના લાભાર્થે તાજેતરમાં લેક ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ ૨૦૧૫ અંતર્ગત £૧,૫૦૦ એકત્ર કર્યા હતા. આ રકમ વિરાયતન સંસ્થાને સોંપવામાં આવશે અને વિરાયતન નેપાલમાં વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પની સ્થાપના કરી સ્થાનિક નેપાલી લોકોના ઉત્થાન માટે તેમને તાલીમ અપશે. આ ચેલેન્જમાં ૧૯ લોકો જોડાયા હતા અને ગ્લેનરીડીંગથી બે ગૃપમાં વહેંચાઇ જઇને વિવિધ હિલ પર આરોહણ કર્યું હતું.
મનિષા પટેલને ૨૪ વર્ષની કેદ 23/09/2015 6:39 am Mukesh Patel મેલબોર્નઃ આ એક એવી કથની છે જેમાં ભારતના જ ત્રણ પાત્રો ઓસ્ટ્રેલિયાની ધરતી પર જીવનનો એવો ત્રિકોણ રચાયો કે પૂર્વી જોષી નામની યુવતીએ જીવ ગુમાવ્યો, નિરજ દવે નામના યુવાને ગર્લફ્રેન્ડ ગુમાવી અને મનિષા પટેલ નામની યુવતીને ૨૪ વર્ષ કેદની સજા ભોગવવાનો સમય આવ્યો.
મોઝામ્બિકમાં વલણના વેપારી ઠાર 23/09/2015 6:44 am Mukesh Patel વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની અને સાઉથ આફ્રિકામાં મોઝામ્બિકના સુમઇમાં સ્થાયી થયેલા વેપારી હનીફ મહંમદ બંગલાવાલાની ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં આઘાતની લાગણી ફરી વળી છે. મકાનમાં લૂંટ કરવાના ઇરાદે ઘૂસ્યા હોવાનું મનાતા ચાર અશ્વેત હુમલાખોરોએ પત્ની અને પુત્રી પાસેથી લેપટોપ અને મોબાઇલ આંચકી લીધા બાદ હનીફભાઇ પર ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. કરજણ તાલુકામાં બંગલાવાલા પરિવાર તરીકે જાણીતા કુટુંબના સભ્ય એવા હનીફભાઇની દફનવિધિ મોઝામ્બિકમાં જ કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા તા. ૬ના રોજ ગાંધી જયંતિની ઉજવણી થશે 22/09/2015 11:48 am Kamal Rao ધ મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા મંગળવાર તા. ૬ના રોજ સાંજે ૬ કલાકે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, કેન્ટન હેરો HA3 8LU ખાતે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતના હાઇ કમિશ્નર શ્રી રંજન મથાઇ ઉપસ્થિત રહી મુખ્ય વક્તવ્ય આપશે.
છેતરપિંડીના કેસમાં ઓકલેન્ડના સંજય જોષીને જેલ 23/09/2015 6:45 am Mukesh Patel ઓકલેન્ડઃ ન્યૂ ઝીલેન્ડમાં રહેતા સંજયકુમાર જોષી નામના ભારતીયને બે મિલિયન ડોલર (આશરે ૧૨ કરોડ રૂપિયા)ની છેતરપિંડીના કેસમાં ઓકલેન્ડની સ્થાનિક અદાલતે કસૂરવાર ઠેરવીને છ વર્ષ કેદની સજા ફટકારી છે. સંજય જોષીની છેતરપિંડીનો ભોગ તેના બિઝનેસ પાર્ટનર, મિત્રો અને ડોક્ટર જ નહીં, તેના માતા-પિતા પણ બન્યા હતા. સંજય સામે ૨૦ લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂકાયો હતો.
સાભાર સ્વીકાર: નવનાત દર્પણ 22/09/2015 11:50 am Kamal Rao વસો નાગરિક મંડળ યુકે દ્વારા ક્રોયડન ખાતે બહાર પડાયેલી વસો ગામના યુકેમાં રહેતા સદસ્યોની ખૂબજ સુંદર અને માહિતીપ્રદ ડીરેક્ટરી સાંપડી છે. આ ડિરેક્ટરીમાં સંસ્થાના ૧૯૭૨થી આજ દિન સુધીના ચેરમેન, સેક્રેટરી અને ખજાનચીના નામ, વસો ગામનો ઇતિહાસ, સરદાર સરોવર ડેમ સ્થિત સ્ટેચ્યુ અોફ યુનિટી અંગે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત યુકેના વિવિધ શહેરોમાં રહેતા વસો ગામના રહેવાસીઅોના નામ સરનામા અને ફોન નંબરની માહિતી આપવામાં આવી છે. સંપર્ક: પ્રદીપભાઇ અમીન 07930 474 711.
Modi to tour US, Ireland from Sept 23-29 23/09/2015 6:47 am K.K. Joseph Indian Prime Minister Narendra Modi's visit to the US and Ireland from September 23 to 29 is being watched closely, not just by the business community but even the average citizen.
Air-India planning direct Ahmedabad - London flight 23/09/2015 6:47 am K.K. Joseph Air India is planning to start a direct flight between Ahmedabad and London, an A-I official said.