Advanced search


DSC_4443

DSC_4443

ભાગવત કથા માટે તૈયાર થયેલો વિશાળ મંડપ

રિયો ઓલિમ્પિક મશાલનું અનાવરણ...

આવતા વર્ષે બ્રાઝિલના રિયો શહેરમાં ઓલિમ્પિક્સ યોજાશે. આ રમતોત્સવના ૩૯૯ દિવસ પૂર્વે ઓલિમ્પિક ગેમ્સની મશાલની ડિઝાઇન બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ખુલ્લી મુકાઈ હતી.

નાદારીના આરે પહોંચેલા ગ્રીસની પ્રજાએ બેઇલઆઉટ પેકેજની શરતોને ફગાવી દીધી છે.   વિશ્વભરની, ખાસ કરીને યુરોઝોનની, આ જનમત સંગ્રહ પર નજર હતી. સરકાર દ્વારા લેવાયેલા રેફરન્ડમમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) તથા યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઈસીબી)એ રજૂ કરેલી આર્થિક નિયંત્રણની શરતો સ્વીકારવાનો ૬૧ ટકા પ્રજાએ સ્પષ્ટ ઈનકાર કર્યો છે. 

Ryan Harris

Ryan Harris

વિદેશ સ્થિત રાજકીય દૂતાવાસોમાં ફરજ બજાવતા હાઇ કમિશનરથી માંડીને ક્લેરિકલ સ્તરે ફરજ બજાવતા સહુ કોઇ પાસેથી હંમેશા ઔચિત્યપૂર્ણ વાણી-વર્તન-વ્યવહારની અપેક્ષા રખાતી હોય છે કેમ કે તેઓ પારકી ભૂમિ પર સ્વ-દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. આથી જ હાઇ કમિશનમાં ફરજ બજાવતી વ્યક્તિ કે તેના પરિવારજન દ્વારા જ્યારે વિદેશની ધરતી પર વાણી-વર્તન કે વ્યવહારમાં ચૂક થાય છે ત્યારે દેશ માટે બહુ ક્ષોભજનક સ્થિતિ સર્જાય છે. ગયા સપ્તાહે આવા જ કારણસર ન્યૂ ઝીલેન્ડ ખાતેના રાજદૂત રવિ થાપરને ભારત સરકારે પરત બોલાવી લીધા છે. તેમનાં પત્ની પર એક કર્મચારીને હેરાન કરવાનો આરોપ મૂકાયો છે. 

યજમાન સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ મેચમાં ૩૧ રને વિજય મેળવવાની સાથે બે મેચની સિરીઝ ૨-૦થી કબ્જે કરી છે. ઢાકામાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ બાવન રને વિજય મેળવ્યો હતો.

rio-2016-olympic-torch-by-chelles-and-hayashi 1

rio-2016-olympic-torch-by-chelles-and-hayashi 1

વડીલો સહિત સહુ વાચક મિત્રો, કેમ છો? જો અમેરિકાના માનનીય પ્રમુખ ભારતના નામદાર વડા પ્રધાનનું આ ઉષ્માસભર શબ્દો સાથે અભિવાદન કરી શકતા હોય તો મારા સુજ્ઞ વાચકોને હું પણ કેમ છો... તો કહી જ શકુંને?