અમદાવાદથી 192, રાજ્યમાંથી 501 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા 10/06/2026 6:30 am Badal Lakhlani 28 મે 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના આ હુંકારના પાંચમા દિવસે જ એટલે કે 2 જૂનથી પોલીસ સહિત વિવિધ તપાસ સમિતિઓ દ્વારા ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરવામાં આવ્યું, જે અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન હાથ ધરાયું. આ ઓપરેશનમાં રાજ્યભરથી 501 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા છે, જેમાં માત્ર અમદાવાદમાં જ 192 લોકોને ઝડપી લેવાયા છે, જે પૈકી 100થી વધુ મહિલા અને 30 બાળકોનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતમાં 16.69 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થવાનો અંદાજ 10/06/2026 6:48 am Badal Lakhlani ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ખરીફ વાવણીની તૈયારી તેજ બની છે. આ વર્ષે ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મળીને અંદાજે 16.69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 3.44 લાખ હેક્ટર, પાટણમાં 3.24 લાખ હેક્ટર અને વાવ-થરાદ વિસ્તારમાં 2.91 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થશે.
અતીતની યાદ, આજની વાત અને ભવિષ્યની આશ 10/06/2026 5:14 am Nilesh Parmar વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સામાન્ય વેપારીમાંથી મારા પત્રકારપ્રવેશ બાબત આપ સહુ સુવિદિત છો. થોડુંક ચિંતન કર્યું હતું. ત્રણેક દિવસ થિયોસોફિકલ લોજમાં રહીને મનોમંથન કર્યું હતું, અને એકાદ વીક થોમસન ફાઉન્ડેશનના પત્રકારત્વના કોર્ષમાં તાલીમ પણ લીધી હતી. આ બધું કરવા પાછળનું કારણ એ હતું કે માનસપટલ પર વાડીલાલ ડગલીનું નામ તરવરતું હતું. 1950 પૂર્વે તેઓ અમેરિકન ફાઉન્ડેશનના વિદ્યાર્થી તરીકે મુંબઇથી અમેરિકા ગયા. બે’ક વર્ષ તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, પરંતુ આ દેશપ્રેમીને અમેરિકામાં સ્થાયી થવાનો મોહ નહોતો. મનમાં અલગ જ, પણ ઉત્તમ ઉદ્દેશ આકાર લઇ રહ્યો હતો.
વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે દેશની મજબૂત આત્મનિર્ભરતાઃ મોદી 10/06/2026 6:24 am Badal Lakhlani વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરત અને દમણના એક દિવસના પ્રવાસ દરમિયાન રૂ. 21 હજાર કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. જેમાં દમણમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. સુરતમાં વિશાળ જનમેદનીને સંબોધતાં વડાપ્રધાને વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે દેશની મજબૂત આત્મનિર્ભરતાની પ્રશંસા કરી હતી. તેમણે સુરતની અદભુત સ્વચ્છતા સ્પિરિટ અને હજીરાને ભવિષ્યના ગ્રીન સ્ટીલના વૈશ્વિક હબ તરીકે ઓળખાવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખી સાઇકલ અને EVનો ઉપયોગ કરવાની ભાજપ સંગઠનની અપીલને ધ્યાનમાં રાખી ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડુમસ રોડના લાલભાઈ સ્ટેડિયમથી સાઇકલ યાત્રાનું બપોરે દોઢ વાગ્યે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકો પણ વડાપ્રધાનની સભામાં જવા સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સંઘપ્રદેશ દમણ મિની ભારતનું જીવતું જાગતું ઉદાહરણ છેઃ નરેન્દ્ર મોદી 10/06/2026 6:25 am Badal Lakhlani દમણમાં રૂ. 2970 કરોડના ખર્ચે 59 વિવિધ પ્રકલ્પોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, સંઘપ્રદેશ દમણ મિની ભારતનું જીવતું જાગતું ઉદાહરણ છે. વર્ષો પહેલાં જોયેલા સ્વપ્ર હવે આજની યુવા પેઢી પોતાની નજરે સાકાર થતાં જોઈ રહી છે. દમણ હવે ભવિષ્યમાં એક મોટું બિઝનેસ હબ બનશે.
સોલાર રૂફટોપમાં ગુજરાતનો ડંકો: 5 રાષ્ટ્રીય એવોર્ડ 10/06/2026 6:28 am Badal Lakhlani પીએમ સૂર્યઘર યોજનામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતને 5 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. આમ નવી દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય રાષ્ટ્રીય સમારોહમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે.
રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ 10/06/2026 6:17 am Badal Lakhlani રાજ્યસભામાં ખાલી પડનારી ગુજરાત વિધાનસભાના ચાર પ્રતિનિધિની બેઠકો માટે સોમવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. બપોરે 12:39 વાગ્યે ભાજપથી રાજેશ શુક્લ, માનસિંહ પરમાર, જિતેન્દ્ર કણઝરિયા અને મુકેશ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત વિપક્ષ પાસે રાજ્યસભામાં ઉમેદવારી કરવા સર્મથન આપી શકે એટલા ધારાસભ્યોનું બળ પણ નથી! આવી સ્થિતિમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ રાજ્યસભાના સાંસદ બની રહેશે. કોંગ્રેસે ઉમેદવારી ન નોંધાવી હોવાથી 11 જૂને ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સત્તાવાર જાહેરાત થશે.
ધામેચા ગ્રૂપ દ્વારા બિઝનેસ શ્રેષ્ઠતાના 50 વર્ષની ઉજવણી 10/06/2026 7:20 am Achyut Sanghavi ધામેચા ગ્રૂપ દ્વારા તેમની 50મી વર્ષગાંઠ નિમિત્તે શનિવાર6 જૂને લંડનમાં JW મેરિઓટ ગ્રોવનર હાઉસના ગ્રેટ રૂમ ખાતે ઉજવણીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત પાંચ દાયકાના સમયગાળામાં પરિવારની માલિકીનો બિઝનેસ દેશભરમાં હજારો સ્વતંત્ર રિટેઈલર્સને સપ્લાય કરવા સાથે યુકેના અગ્રણી FMCG હોલસેલર્સમાં એક તરીકે વૃદ્ધિ પામ્યો છે. વિશ્વાસ, પ્રામાણિકતા અને મજબૂત સંબંધો થકી નિર્માણ પામેલા ધામેચા ગ્રૂપે એકસમાન રીતે રિટેઈલર્સ અને સપ્લાયર્સનો ભરોસો હાંસલ કર્યો છે. આ મૂલ્યો બિઝનેસની સ્થાપનાના પ્રથમ દિવસથી જ બિઝનેસના હાર્દમાં રહ્યા છે અને તેની સફળતાને તેમજ સમગ્ર યુકેમાં સ્વતંત્ર રિટેઈલર્સને સપોર્ટ કરવાની પ્રતિબદ્ધતાને સતત આગળ ધપાવતા રહ્યા છે. ગત પાંચ દાયકામાં કંપનીની સિદ્ધિઓને સન્માનવાના પ્રસંગે સાથીઓ, સપ્લાયર્સ, રીટેઈલર્સ, બિઝનેસ એસોસિયેટ્સ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને ધામેચા પરિવારના સભ્યો એકત્ર થયા હતા.
પરિમલ નથવાણીની રાજ્યસભા માટે ઝારખંડથી અપક્ષ ઉમેદવારી 10/06/2026 6:18 am Badal Lakhlani રાજ્યસભાના ત્રણ ટર્મ સુધી સાંસદ રહેલા પરિમલ નથવાણીએ સોમવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઝારખંડથી ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ બે વખત ઝારખંડથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પરિમલ નથવાણી હાલમાં આંધ્રપ્રદેશથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
આમિર અને ગૌરી પાંચમી જુલાઇએ લગ્નબંધને બંધાશે 10/06/2026 7:18 am Nilesh Parmar કેટલાક દિવસોથી આમિર ખાનના વ્યક્તિગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી હતી. એવા અહેવાલ હતા કે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ આગામી પાંચમી જુલાઈએ કોર્ટ મેરેજ કરવા છે.