Advanced search


પ્લેન ક્રેશ સાઇટ પર શ્રદ્ધાંજલિ અર્પવા કોઇ વ્યવસ્થા જ નહોતી

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રથમ વરસી પર પીડિતોની સ્મૃતિમાં ઘટનાસ્થળે કોઈ જ તૈયારીઓ જોવા મળી નહોતી. ત્યાં ન તો કોઈ સ્મારકની વ્યવસ્થા હતી કે ન તો કોઈ સાર્વજનિક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

yoga

yoga

હિંસાગ્રસ્ત બેલફાસ્ટમાં ભારતીય મૂળની રુચિરાની અનોખી પ્રશંસનીય પહેલ

હિંસાગ્રસ્ત બેલફાસ્ટમાં ભારતીય મૂળની રુચિરા રંગાપ્રસાદે ભયના માર્યા ઘરની બહાર ન નીકળી શક્તા પરિવારોની મદદ માટે અનોખું અભિયાન શરૂ કર્યું હતું અને તેને વ્યાપક સમર્થન હાંસલ થયું હતું.

મારા માટે એવોર્ડ કરતાં અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મહત્વની છેઃ લોર્ડ રેમી રેન્જર

કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી બ્રિટિશ ભારતીય નેતા લોર્ડ રેમી રેન્જર (MBE) એ તેમનો ‘CBE’ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) ખિતાબ રદ કરવાના સ્ટાર્મર સરકારના નિર્ણય સામે અભૂતપૂર્વ કાનૂની લડત શરૂ કરી છે. બ્રિટિશ સરકાર દ્વારા કોઈ રાજવી સન્માન પરત ખેંચવા સામે કોર્ટના દ્વાર ખખડાવનારા તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે. 

કાર્ડિફના સુધાબેન ભટ્ટને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરાયો

વેલ્સમાં સામુદાયિક એકતા માટેની સેવાઓ બદલ કાર્ડિફના સુધાબેન ભટ્ટ (જેઓ મોમ્બાસામાં સુધા જેઠાલાલ દવે તરીકે ઓળખાય છે) ને ધ કિંગ્સ બર્થડે ઓનર્સ 2026માં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરવામાં આવ્યો છે.

સિંહણ અને શ્વાન કૂવામાં પડ્યા...

કુદરતના નિયમો ગમે તેટલા ક્રૂર હોય, પણ મુશ્કેલીના સમયે તે પણ બદલાઈ જાય છે. કંઈક આવી જ અદભુત અને હૃદયસ્પર્શી ઘટના અમરેલીમાં રાજુલા તાલુકાના ખાંભલિયા ગામે જોવા મળી. સામાન્ય રીતે સિંહની સામે શ્વાન આવી જાય તો તેનો શિકાર સેકન્ડોમાં જ કરે છે. જો કે જ્યારે ખુદ સિંહણ અને શ્વાન બંને એકસાથે મોતની સમાન પરિસ્થિતિમાં આવી ગયાં, ત્યારે શિકાર અને શિકારી વચ્ચેના તમામ ભેદભાવ ઓગળી ગયા હતા, જેમને કલાકો બાદ વનવિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયાં હતાં.

for vishnu pandya_rutie and jinnah

for vishnu pandya_rutie and jinnah

મહત્વાકાંક્ષાના આર્કિટેક્ટ અને મોનોપોલીને પડકાર આપનાર સુરિન્દર અરોરા

એક સામાન્ય ઇમિગ્રન્ટ તરીકે બ્રિટન આવીને ફેક્ટરીમાં મજૂરી કરવાથી માંડીને દેશના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગસાહસિકોમાં સ્થાન મેળવવા સુધીની સુરિન્દર અરોરાની સફર અદભુત દ્રઢતા અને અવિરત પરિશ્રમની મિસાલ છે. આજે 1.7 બિલિયન પાઉન્ડની અંદાજિત કૌટુંબિક સંપત્તિ સાથે બ્રિટનના રિચ લિસ્ટમાં 97મું સ્થાન ધરાવતા અરોરા માત્ર એક સફળ હોટેલિયર જ નથી પરંતુ દેશની સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચર્ચાના કેન્દ્રબિંદુ બની ગયા છે.

વડોદરામાં બનેલા સ્વદેશી મિલિ

ભારત માટે મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન બનાવવા સ્પેન સાથે કરાર બાદ વડોદરાના ટાટા-એરબસના પ્લાન્ટમાં પ્રથમ મેડ ઇન ઈન્ડિયા મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ -C295 બનીને તૈયાર થઈ જતાં ટેસ્ટ ફ્લાઇટ કરાઈ હતી. મહત્ત્વનું છે કે, સ્પેન સાથે ભારતનાં 56 વિમાન માટે કરાર થયેલા છે, જેમાં 16 એરક્રાફ્ટ સીધા એરબસથી ભારત આવશે, જ્યારે બાકીનાં 40 ભારતમાં જ બનશે.

મને કહેશે તો હું ધારાસભ્યપદેથ

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘જો અહીં બેઠેલા લોકો મને કહેશે તો હું અત્યારે જ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ.’ આમ ધારાસભ્યનો દબાયેલો અસંતોષ જાહેરમાં ફાટી નીકળ્યો હતો. તેમણે નામ લીધા વિના ભાજપના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે.