જામનગર એરપોર્ટને રાષ્ટ્રીય સ્તરે ટોપ-5માં સ્થાન 17/06/2026 6:15 am Badal Lakhlani જામનગર એરપોર્ટ છેલ્લા 12 વર્ષોમાં એક અભૂતપૂર્વ પરિવર્તનથી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિકાસનો મુખ્ય પ્રવેશદ્વાર બન્યું છે. જ્યાં વર્ષે માત્ર 50 હજાર મુસાફર નોંધાતા, ત્યાં હવે 2 લાખ મુસાફરો સાથે 300 ટકાનો વધારો થયો છે.
કાનજી દ્વારકાદાસ: ગાંધી-યુગની પૂર્વેનો શાનદાર ગુજરાતી... 17/06/2026 7:22 am Vikram Nayak ના. કોઈ વેપારી નહિ, પણ અદ્દલ રાષ્ટ્રીય રાજકારણનો તેજસ્વી નેતા. દેશમાં જ નહિ, વિદેશે પણ તેને માન-સન્માન આપવા પેનિસિલ્વિયાની યુનિવર્સિટીમાં તેના તમામ દસ્તાવેજો અને તેમના વિષેની નોંધ જળવાઇ છે. ટુરિસ્ટ બનીને કે નાના મોટા કવિ સંમેલનો કે પોતાના સમાજની પરિષદોમાં જાઓ ત્યારે ફિલાડેલ્ફિયાની 3420 વોલમાર્ટ સ્ટ્રીટ, છઠ્ઠા માળની મુલાકાત લેજો. ભારતની સ્વાતંત્ર્ય રાજનીતિ અને તેના નાયક-ખલનાયક-મહાનાયક સાથેના કાનજી દ્વારકાદાસના ગાઢ સંબંધો, તેમની સાથેના પત્રવ્યવહારો, સ્વલિખિત પુસ્તકોની સામગ્રી મળી રહેશે. અને ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં તેમજ વીસમી સદીમાં ભારતવર્ષનો આત્મા જાગીને મુક્તિ-માર્ગે નીકળી પડ્યો હતો તેની ઝાંખી નજર સમક્ષ જીવંત થશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દેશમાં પ્રથમ વખત ‘ટનલ હૂડ’ ટેક્નોલોજીનો ઉપયોગ 17/06/2026 6:19 am Badal Lakhlani ભારતના પ્રથમ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન’ કોરિડોરમાં વધુ એક વૈશ્વિકકક્ષાની ટેક્નોલોજીનો ઉમેરો થયો છે. દેશમાં પ્રથમ વખત રેલવે ટનલ્સ માટે ખાસ પ્રકારની ‘ટનલ હૂડ્સ’ ટેક્નોલોજીનું ડિઝાઇનિંગ અને અમલીકરણ કરાઈ રહ્યું છે. બુલેટ ટ્રેનના રૂટમાં આવતી તમામ પર્વતીય ટનલના પ્રવેશદ્વાર પર આ ખાસ હૂડ્સ સ્થાપિત કરાઈ રહ્યા છે, જેથી 300 કિ.મી. પ્રતિકલાકથી વધુની ઝડપે દોડતી ટ્રેન જ્યારે ટનલમાંથી બહાર નીકળે ત્યારે થતો પ્રચંડ અવાજ (બૂમિંગ નોઇઝ) અટકાવી શકાય.
સુરતના માંગરોળમાં ગાજર ખવડાવતા ઘોડો યુકેના માલિકનો અંગૂઠો પણ ચાવી ગયો 17/06/2026 6:21 am Badal Lakhlani પશુઓ પ્રત્યેનો અતિશય પ્રેમ ક્યારેક ભારે પડી શકે છે, તેનો જીવતોજાગતો કિસ્સો સુરત જિલ્લાના માંગરોળ ગામેથી સામે આવ્યો છે. અહીં ફાર્મ હાઉસ પર વ્હાલસોયા ઘોડાને ગાજર ખવડાવી રહેલા એક NRI સલીમભાઈ સિદત ઘોડાપ્રેમીના જમણા હાથનો અંગૂઠો ઘોડો ચાવી ગયો હતો. અત્યંત ગંભીર સ્થિતિમાં તેમને સુરત લવાયા હતા, જ્યાં તબીબોએ 4 કલાકની સર્જરી બાદ અંગૂઠો ફરીથી સફળતાપૂર્વક જોડી આપ્યો હતો.
કેનેડામાં આણંદના ઓડ ગામના યુવકનું કાર અકસ્માતમાં મોત 17/06/2026 6:21 am Badal Lakhlani આણંદ જિલ્લાના ઓડ શહેરના 21 વર્ષીય વતની દિવ્યકુમાર પટેલનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ મૂળ ઓડ શહેરના પૂર્ણિમા ચોકના રહેવાસી અને હાલ આણંદ ખાતે રહેતા કિરણભાઈ કનુભાઈ પટેલના પુત્ર હતા.
ટેબલ પર ઠાઠથી બેઠો દીપડો અને માલિકના ઊડ્યા હોશ 17/06/2026 6:19 am Badal Lakhlani સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીનાં ગાઢ જંગલોમાંથી સામાન્ય રીતે રાત્રે અંધકારમાં શિકારની શોધમાં નીકળતો દીપડો નરોલીના ટેકરી ફળિયા વિસ્તારમાં ભરબપોરે દેખાતા સનસનાટી મચી ગઈ. ખેડૂત યોગેશભાઈ સોલંકીની વાડીના શેડમાં ટેબલ પર આ દીપડો પોતાનું સામ્રાજ્ય હોય તેમ બિન્ધાસ્ત અદામાં ગોઠવાઈ ગયો હતો. બપોરે અંદાજે 3 વાગ્યે વાડીમાં લટાર મારતો આ દીપડો ટેબલ અને પ્લાસ્ટિકની ખુરશીઓ પાસે લાંબો સમય રોકાયો હતો. આ વિસ્તારમાં દીપડો દેખાવાની આ પ્રથમ જ ઘટના હોવાથી સ્થાનિક રહીશોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ છે.
TMCના 22 સાંસદો ઉત્તર-પૂર્વની NCPમાં જોડાયા 17/06/2026 6:38 am Badal Lakhlani તૃણમૂલ કોંગ્રેસમાં બળવા વચ્ચે પક્ષનાં 22 બળવાખોર સાંસદો નેશનાલિસ્ટ સિટિઝન પાર્ટી (એનસીપી)માં જોડાઈ ગયા છે. આ સાંસદો પૈકીના સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે તમામ બળવાખોર સાંસદો એનસીપીમાં જોડાઈ ગયા છે, જે માન્યતા ધરાવતો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. અમે તેમાં ભળી ગયા છીએ. ભવિષ્યમાં અમે ટીએમસી પર પણ દાવો કરીશું અને ત્યારે કોર્ટ નક્કી કરશે કે અસલ ટીએમસી કઈ છે? સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસીના બળવાખોર સાંસદોએ કોઈ પણ પ્રકારની કાનૂની અડચણથી બચવા માટે આ પગલું ભર્યું છે. હવે તેઓ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને સમર્થન આપશે. નેશનાલિસ્ટ સિટિઝન પાર્ટી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કાર્યરત છે અને આસામ, ત્રિપુરા, બંગાળમાં ઉપસ્થિતિ ધરાવે છે. તે ત્રિપુરાની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
કોંગ્રેસના મલ્લિકાર્જુન, પવન ખેરા અને ભાજપના સતિષ પૂનિયા, તરુણ ચુગ બિનહરીફ વિજેતા 17/06/2026 6:40 am Badal Lakhlani કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના મીડિયા સેલના વડા પવન ખેરા ઉપરાંત ભાજપના નેતાઓ સતિષ પૂનિયા અને તરુણ ચુગ સહિત 24 ઉમેદવારો ગુરુવારે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યસભાની 27 બેઠકોમાંથી 3 બેઠકો સિવાયની તમામ બેઠકોના પરિણામો નક્કી થઈ ગયાં છે, જેમાં 19 બેઠકો પર એનડીએના ઉમેદવારો અને બાકીની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
વડનગર હાટકેશ્વર મંદિર ટ્રસ્ટનો વિવાદઃ વહીવટદારે મધરાતે કારભાર સંભાળ્યો 17/06/2026 6:36 am Badal Lakhlani વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટ અંગે ચાલી રહેલા વિવાદમાં મહેસાણા ચેરિટી કોર્ટે વહીવટદાર નીમી દીધા છે. શુક્રવારે મધરાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટદાર મંદિરનો કબજો લેવા પહોંચ્યા હતા. જો કે એકતરફી અને અધિકારીઓની જોહુકમી સામે નારાજગી વ્યક્ત કરી ટ્રસ્ટીઓ અને અગ્રણીઓએ વિરોધ કરી ચાવી આપવા ઇનકાર કર્યો હતો. આથી 15 જૂને તમામ 30 પક્ષકાર અને બેન્ક મેનેજરને ઓફિસે હાજર રહેવા સૂચના અપાઈ હતી.