પિતા એટલે પિતા 16/06/2026 8:28 am Nilesh Parmar સનાતની સંસ્કૃતિમાં પિતા એટલે શાશ્વત આધાર, કાયમી સંરક્ષક, પોષક તેમજ પાલક, સાચાં માર્ગનાં પથદર્શક, સર્વાંગી શિક્ષક, સચોટ વ્યવસ્થાપક અને મહાન સત્પ્રેરક પારિવારિક વ્યક્તિ. દરેક સંસ્કૃતિમાં, દરેક પરિવારમાં પિતાનું આગવું સ્થાન હોય છે. તેમનું કાર્યક્ષેત્ર પણ વિશેષ અને જટિલ હોય છે. એક રીતે પિતા એટલે કુટુંબ અને સમાજને પરસ્પર સાંકળતી કડી. પિતા સમાજ માટે કુટુંબનો બાહ્ય ચહેરો છે તો સાથે સાથે કુટુંબ માટે સમાજનો આંતરિક ચહેરો છે. પિતા થકી પરિવારનો સમાજ સાથેનો વ્યવહાર સ્થાપિત થાય અને સમાજનું કુટુંબ સાથેનું સમીકરણ નિર્ધારિત થાય. સમાજ અને કુટુંબ વચ્ચેની એક જટિલ વાસ્તવિકતા એટલે પિતા. આ સમગ્ર વ્યવસ્થામાં પોતાનાં સ્વાર્થ કરતાં પરિવારનાં - સંતાનના કલ્યાણને અગત્યનું માને તે પિતા.
રિલાયન્સ-મેટા સ્થાપશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર 16/06/2026 10:50 am Nilesh Parmar પેટ્રોલિયમ રિફાઇનરી અને વનતારા જેવા પ્રોજેક્ટ થકી જામનગરને વૈશ્વિક ઓળખ અપાવનાર રિલાયન્સ ગ્રૂપ હવે અહીં વિશ્વસ્તરનું એઆઇ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક. (મેટા) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. રિલાયન્સ બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે. આ પ્રોજેક્ટમાં કુલ કેટલું રોકાણ થશે તેનો આંકડો તો જાહેર થયો નથી, પરંતુ એક અંદાજ અનુસાર, આવા પ્રોજેક્ટમાં પ્રતિ મેગાવોટ 10 મિલિયન ડોલરનો ખર્ચ થતો હોય છે.
સંસ્થા સમાચાર (અંક 20 જૂન 2026) 16/06/2026 12:46 pm Nilesh Parmar બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
અમદાવાદ પ્લેન ક્રેશઃ ‘જખમ’ હજુ રૂઝાયા નથી 16/06/2026 1:04 pm Arnold Christie ભારતના અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ સુધીની એર ઇન્ડિયાની ફ્લાઇટ 12 જૂન 2025ના રોજ ટેક ઓફની ગણતરીની મિનિટમાં ક્રેશ થતાં મંઝિલ સુધી પહોંચી શકી નહોતી. આ ગમખ્વાર દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છે પરંતુ તેનો ભોગ બનનારા પ્રવાસીઓ, મેડિકલ હોસ્ટેલના ડોક્ટરો, જમીન પર રહેલા કમભાગીઓના પરિવારજનો ન્યાય માટે વલખાં મારી રહ્યાં છે.
હસાયરો 13/06/2026 9:09 am Nilesh Parmar પતિ-પત્ની વિમાનમાં સફર કરી રહ્યા હતા. એરહોસ્ટેસ: Sir, would you like to take Tea together? પતિ (રાજી રાજી થઈને): ‘હા... હા કેમ નહીં?’ અને પત્ની તરફ જોઈને કહે છે... ‘ઊઠ, થોડીવાર એમને બેસવા દે!’•••
સરળતાની શક્તિ અને હળવાશની મજા 15/06/2026 4:49 am Nilesh Parmar આજનો સમય સોશિયલ મીડિયાનો છે. લોકો દેખાદેખી કરીને થાકતા નથી. પિઝા ખાય કે કોફી પીવે તો તેનો પણ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. વાળ આડા-અવળા કરીને લોકોની કમેન્ટ માંગે છે. નવા ચપ્પલ, ટીશર્ટ કે પેન્ટ લીધા હોય તો લોકોને બતાવવા આતુર થાય છે. અરે, માત્ર રવિવારે સાંજે મોલમાં ચક્કર મારવા ગયા હોય તો પણ મોટી ઉપલબ્ધી મેળવી હોય તે રીતે સ્ટાઇલ મારીને પોતાના ફોટો સોશિયલ મીડિયા પર મૂકે છે એટલું જ નહિ પરંતુ લોકો તેને લાઈક કરે અને કમેન્ટ કરીને વખાણ કરે તેવી અપેક્ષા રાખે છે. કમનસીબે જો કમેન્ટ ઓછી આવે તો રાત્રે તેમને ઊંઘ આવતી નથી. કોઈના ફોટો પર પોતે લાઈક કર્યું હોય અને કમેન્ટ કરી હોય અને જો તેના તરફથી લાઈક અને સારી કમેન્ટ ન મળે તો નારાજ થઇ જાય છે.
કંડલા-મુન્દ્રા ખાડી વિસ્તાર ‘હમ્પબેક ડોલ્ફિન’ માટે બન્યો ‘નર્સરી ગ્રાઉન્ડ’ 17/06/2026 6:32 am Badal Lakhlani સીમાવર્તી જિલ્લા કચ્છના કોટેશ્વરથી માંડીને માંડવી, મુંદ્રા અને કંડલા સુધીના અરબી સમુદ્રના જળક્ષેત્રમાં ‘ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન’ની હાજરી સતત વધી રહી છે. ગુજરાત વનવિભાગના તાજેતરના સરવે મુજબ કચ્છથી ભાવનગર સુધીના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 જેટલી ડોલ્ફિન નોંધાઈ છે, જેમાંથી સૌથી વધુ 498 ડોલ્ફિન ઓખાથી નવલખી વચ્ચેના મરિન નેશનલ પાર્કમાં ઊછળકૂદ કરતી જોવા મળી છે. ખાસ કરીને કંડલા અને મુન્દ્રા વચ્ચેના ખાડી વિસ્તારમાં માદા ડોલ્ફિન તેનાં બચ્ચાં સાથે જોવા મળતાં આ ક્ષેત્ર હવે ડોલ્ફિન માટે ‘નર્સરી ગ્રાઉન્ડ’ બની રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. 30 થી 40 વર્ષનું લાંબું આયુષ્ય ધરાવતી આ પ્રજાતિનો પ્રજનન દર ઘણો ધીમો હોવાથી તેમની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે.