G-7 સમિટમાં મોદી-ટ્રમ્પની મુલાકાત છવાઇઃ 16 મહિના બાદ મળ્યા 17/06/2026 5:28 am Nilesh Parmar ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી G-7 સમિટમાં સભ્ય દેશો ઉપરાંત આમંત્રિત રાષ્ટ્રોના વડાની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગતી હતી, પરંતુ સહુની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મંડાયેલી હતી. પ્રમુખ ટ્રમ્પ ઇરાન સાથેના શાંતિ કરારના લીધે સમાચારમાં હતા તો મોદી ભારતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન તરીકેનો વિક્રમ સર્જીને ફ્રાન્સ પહોંચ્યા હતા. બન્ને રાષ્ટ્ર નેતાઓ વચ્ચે મંગળવારે સમિટ દરમિયાન ગણતરીની મિનિટો માટે પણ ઉષ્માપૂર્ણ મુલાકાત યોજાઇ હતી.
ભારત-ફ્રાન્સનો નિર્ધારઃ દ્વિપક્ષીય વેપાર બમણો કરશે 16/06/2026 4:51 pm Nilesh Parmar ભારત અને ફ્રાન્સે રવિવારે યોજાયેલી મંત્રણા બાદ દ્વિપક્ષીય વેપારને વર્તમાન 16 બિલિયન ડોલરથી વધારીને આગામી પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશોએ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક ‘ઇનોવેશન રોડમેપ’ અને સંયુક્ત ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્રેમવર્ક’ જાહેર કર્યું છે.