કબ્રસ્તાનમાંથી મળી 50 લાખ મધમાખી, વિશ્વની સૌથી મોટી વસાહત! 19/06/2026 7:17 am Nilesh Parmar ન્યૂયોર્ક સ્ટેટના ઇથાકા શહેરમાં આવેલા ઈસ્ટ લોન સિમેટ્રી નામના કબ્રસ્તાનમાં વિજ્ઞાનીઓએ કુદરતની એક અદભૂત અને ઐતિહાસિક અજાયબી શોધી કાઢી છે. એક સંશોધન મુજબ, આ શાંત કબ્રસ્તાનની જમીન નીચે અંદાજે 5.56 મિલિયન (55.6 લાખ) મધમાખી વસવાટ કરી રહી છે. આ વસાહત વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી નોંધાયેલી વસાહતોમાંની એક છે.
ગાર્ડનિંગઃ મૂડ સારો કરવાની સરળ ટ્રિક 20/06/2026 8:08 am Nilesh Parmar દરરોજ થોડોક સમય ગાર્ડનિંગ કરવાની આદત તમારા મન અને શરીર બંનેને રાહત આપી શકે છે. ‘સ્પ્રિંગ નેચર’માં પ્રકાશિત સંશોધન સૂચવે છે કે, બાગકામ અને બાગાયતી પ્રવૃત્તિઓ માનસિક સ્વાસ્થ્ય, સુખાકારી અને જીવનની ગુણવત્તા પર સકારાત્મક અસર કરે છે. તમારી બાલ્કની, ટેરેસ અથવા નાના કુંડામાં છોડ વાવવા એ એક સારી શરૂઆત છે.