Advanced search


માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ હોવાનો દાવો અનેક સ્નાયુઓ કરી શકે તેમ છે, જેનો આધાર તમે તાકાતની માપણી કેવી રીતે કરો છો તેના પર છે. તમે કડક સફરજનનું બટકું તોડો છો ત્યારે તમારા જડબાનાં સ્નાયુ ફળનો કચ્ચરઘાણ કરવામાં દાંતને મદદ કરે છે. તમે જ્યારે સીડીઓ ચડો છો ત્યારે તમારા ‘ગ્લુટેઅસ મેક્સિમસ (gluteus maximus)’ એટલે કે નિતંબના સ્નાયુ શરીરને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપરની દિશામાં ધકેલે છે. બીજી તરફ, શરીરમાં લોહીને ધકેલવામાં સતત કાર્યરત સ્નાયુ હૃદય પણ તાલબદ્ધ ધબકારા કરે રાખે છે. આ દરેક સ્નાયુ અને શરીરના અન્ય સ્નાયુઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.