‘સેલિબ્રિટી’ ડુક્કર મર્લિન 27/06/2026 8:14 am Nilesh Parmar સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે ઈન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝનો દબદબો જોવા મળે છે, પરંતુ હવે પ્રાણીઓએ પણ આ મેદાનમાં બાજી મારી રહ્યા છે. ‘મર્લિન’ નામનું ડુક્કર પણ આવી જ સેલિબ્રિટીઝ છે. દુનિયાભરમાં ચર્ચાના ચોતરે ચઢેલા મર્લિને ‘મોસ્ટ ફોલોડ પિગ’ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીને ધમકી આપી રૂ. 20 કરોડની માંગણી 29/06/2026 8:43 am Nilesh Parmar જાણીતા ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીને શનિવારે ફરી એક વખત ધમકી મળી છે. ફોન કરનારે 20 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાનું કહેવાય છે. રોહિત શેટ્ટી સામેની આ તાજેતરની ધમકીથી મુંબઈ પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.
વિશાલ ભારદ્વાજ અને એકા લાખાણીને ઓસ્કાર એકેડેમીનું આમંત્રણ 29/06/2026 8:44 am Nilesh Parmar ભારતીય સિનેમાની વિશ્વસ્તરે વધુ એક મહત્વની નોંધ લેવાઈ છે. ફિલ્મમેકર, લેખક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ તેમજ જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઇનર એકા લાખાણીને વર્ષ 2026 માટે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (AMPAS) દ્વારા સભ્યપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એકેડેમી વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સનું આયોજન કરે છે.
અલ્કા-મામૂટીને પદ્મભૂષણ, માધવનને પદ્મશ્રી 29/06/2026 8:46 am Nilesh Parmar રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ રાષ્ટ્રપતિ ભવન ખાતે 65 હસ્તીને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા હતા. જેમાં સંગીતકળા ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ દિગ્ગજ ગાયિકા અલ્કા યાજ્ઞિક અને અભિનય ક્ષેત્રે દાયકા સુધી પ્રદાન આપનાર દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા મામૂટીને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો.
ચાર રાજ્યોમાં ચૂંટણી કાર્ડ ધરાવતા પ્રકાશ રાજ સામે વોરન્ટ 29/06/2026 8:47 am Nilesh Parmar બેંગાલૂરુની 48મી એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક કરતાં વધારે મતદાર ઓળખપત્રો ધરાવવાના કેસમાં દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજ સામે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યું છે. પ્રકાશ રાજને આ કેસમાં અગાઉ બે વાર સમન્સ જારી કરાયાં હતાં પણ આરોપી પ્રકાશ રાજે અદાલત સમક્ષ હાજર થયો નહોતો.