નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિને સેવાકીય કાર્યક્રમો 01/07/2026 6:57 am Badal Lakhlani ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના 71મા જન્મદિવસ નિમિત્તે કડીમાં સેવાભાવી કાર્યક્રમોની હારમાળા વચ્ચે કડીના સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પ અને રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ રાજેશભાઈ શુક્લના સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક આગેવાનો, સંત-મહંતો અને રાજકીય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જેઠ પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર 01/07/2026 7:00 am Badal Lakhlani જેઠ સુદ પૂનમ (વટ સાવિત્રી પૂર્ણિમા) નિમિત્તે સોમવારે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રસમાન ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઊમટ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્માસ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ હજારો માઇભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણીસંગમ સમાન આ પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.
માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ કયો? 25/06/2026 11:49 am Nilesh Parmar માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ હોવાનો દાવો અનેક સ્નાયુઓ કરી શકે તેમ છે, જેનો આધાર તમે તાકાતની માપણી કેવી રીતે કરો છો તેના પર છે. તમે કડક સફરજનનું બટકું તોડો છો ત્યારે તમારા જડબાનાં સ્નાયુ ફળનો કચ્ચરઘાણ કરવામાં દાંતને મદદ કરે છે. તમે જ્યારે સીડીઓ ચડો છો ત્યારે તમારા ‘ગ્લુટેઅસ મેક્સિમસ (gluteus maximus)’ એટલે કે નિતંબના સ્નાયુ શરીરને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપરની દિશામાં ધકેલે છે. બીજી તરફ, શરીરમાં લોહીને ધકેલવામાં સતત કાર્યરત સ્નાયુ હૃદય પણ તાલબદ્ધ ધબકારા કરે રાખે છે. આ દરેક સ્નાયુ અને શરીરના અન્ય સ્નાયુઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઈદ-ઉલ-અઝહા નિમિત્તે મોજબતા ખામેનેઈનો PM મોદીને વળતો સંદેશ 01/07/2026 7:07 am Badal Lakhlani ઇરાનના આયાતુલ્લાહ સૈયદ મોજતબા ખામેનેઇએ ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છાઓ માટે ભારતના વડાપ્રધાનનો આભાર માન્યો. ઈરાનના નવા સુપ્રીમ લીડરે ભારત વિશે પહેલી વખત વાત કરતાં લખ્યું કે, ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મને ઈદ-ઉલ-અઝહાના શુભ પ્રસંગે તમારો અભિનંદન સંદેશ મળ્યો. હું આ માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમને પણ અભિનંદન પાઠવું છું.
યુવાન દેખાવા માટેની મમત... 60 વર્ષનાં ટેસ 43 વર્ષથી હસ્યાં નથી 25/06/2026 11:44 am Nilesh Parmar બ્રિટનની 60 વર્ષની એક મહિલાની અનોખી સ્ટોરી સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહી છે. ટેસ ક્રિશ્ચિયન નામની આ મહિલાએ દાવો કર્યો છે કે તેણે પોતાના ચહેરા અને ત્વચા પર કરચલીઓ ન પડે તે માટે છેલ્લાં 43 વર્ષથી હસવાનું છોડી દીધું છે.
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનરને મંત્રી જેવો દરજ્જો 01/07/2026 7:08 am Badal Lakhlani કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીને ઔપચારિક કાર્યો માટે કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેવો દરજ્જો આપ્યો છે. ગૃહ મંત્રાલયના જાહેર વિભાગ દ્વારા 24 જૂને જારી કરાયેલા મેમોરેન્ડમમાં જણાવાયું કે, આ દરજ્જો વ્યક્તિગત આપવામાં આવે છે. આ સમકક્ષ દરજ્જો ફક્ત રાજ્ય અને ઔપચારિક કાર્યક્રમો દરમિયાન જ અસરકારક રહેશે. આનો હેતુ પ્રોટોકોલ હેઠળ હાઇ કમિશનરને કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેવો જ દરજ્જો આપવાનો છે.