રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા 01/07/2026 6:33 am Nilesh Parmar અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધ માટે એક શાંતિ યોજના રજૂ કરી હતી. તેઓ તેમાં ભારતીય સૈનિકોને સમાવવાનું આયોજન ધરાવતા હતા. વાન્સે જાન્યુઆરી 2025માં ઓવલ ઓફિસ મીટિંગમાં ટ્રમ્પની સમક્ષ આ સૂચન કર્યું હતું. આ સૂચનને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહીને ફગાવી દીધું હતું કે ભારતીય નેતૃત્વ ક્યારેય આ માટે રાજી નહીં થાય.
દ્વારકેશલાલજી મહારાજશ્રીનું સન્માન 01/07/2026 8:08 am Achyut Sanghavi ષષ્ઠપિઠાધિશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા એવોર્ડ ઓફ એક્સેલન્સ થકી યુકે પાર્લામેન્ટ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતુ. આધ્યાત્મિક જાગૃતિનો પ્રસાર, માનવતાવાદી મૂલ્યોનું જતન તેમજ પુષ્ટિમાર્ગની સમૃદ્ધ પરંપરાઓ અને ઉપદેશોની જાળવણીમાં અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા.
સાળંગપુરમાં મહંત સ્વામીની નિશ્રામાં ઉજવાયો સત્સંગ દિન 01/07/2026 6:23 am Nilesh Parmar ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સત્સંગ દિન તથા પ્રેસ-મીડિયા સ્નેહમિલનની ઊજવણી કરવામાં આવી હતી. સમાજમાં સકારાત્મક્તા, આધ્યાત્મિક્તા અને સેવાભાવના સંદેશને જનજન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પત્રકારો અને મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઇમિગ્રેશન સિસ્ટમમાંથી 50,000 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ લાપતા 30/06/2026 11:13 am Arnold Christie બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમમાંથી આશરે 1200 વિદેશી અપરાધી સહિત 50,000થી વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ ગુમ થયા હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે.
એમએફએસના પરેશ રાજાના દુબઇ છોડવા પરનો પ્રતિબંધ હટાવાયો 30/06/2026 11:30 am Arnold Christie મેફેર સ્થિત માર્કેટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ (MFS) કંપનીમાંથી અંદાજે 1.3 બિલિયન પાઉન્ડની ગેરરિતીના આરોપી પરેશ રાજાના દુબઇ છોડવા પરનો પ્રતિબંધ હટાવી લેવાતાં તેમને મોટી રાહત મળી છે. કંપનીના એડમિનિસટ્રેટર દ્વારા વૈશ્વિક સ્તરે સંપત્તિ ફ્રીઝ કરવાનો આદેશ અને ટ્રાવેલ બેન મેળવવામાં આવ્યા બાદ રાજાને દુબઈમાં જ રહેવાની ફરજ પડી હતી.
કિંગ ચાર્લ્સે 2024-25ના નાણાકીય વર્ષમાં 12.9 મિલિયન ટેક્સ ચૂકવ્યો 30/06/2026 11:27 am Arnold Christie શાહી પરિવારના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના દ્વારા ચૂકવાતા ટેક્સની માહિતી જાહેર કરાઇ છે. કિંગ ચાર્લ્સે શાહી પરિવારની નાણાકીય બાબતોમાં વધુ પારદર્શિતાના હેતુથી પોતાના ટેક્સ બિલની વિગતો જાહેર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ પોતાની ટેક્સ ચૂકવણી સાર્વજનિક કરનારા દેશના પ્રથમ બ્રિટિશ સમ્રાટ બન્યા છે.
ગ્રૂમિંગ ગેંગ તપાસઃ સૌપ્રથમ ઓલ્ડહામ, બ્રેડફોર્ડ અને લંડનના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે 30/06/2026 11:15 am Arnold Christie ગ્રૂમિંગ ગેંગ તપાસ સમિતિ દ્વારા સૌપ્રથમ ઓલ્ડહામ, બ્રેડફોર્ડ, કીઘલી અને લંડનના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સ્ટેચ્યુટરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી ઇનટુ ગ્રૂમિંગ ગેંગ્સના અધ્યક્ષ બેરોનેસ એન લોંગફિલ્ડે જણાવ્યું હતું કે, આ સમિતિ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને બાળકોને જાતીય શોષણથી બચાવવા માટે શું પગલાં લીધાં અથવા ક્યાં ચૂક કરી, તે અંગે સવાલો કરશે.