ટ્રમ્પ આવતા વર્ષે ભારતની મુલાકાતે જશેઃ માર્કો રુબિયો 01/07/2026 6:35 am Nilesh Parmar રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે જાય તેવી શક્યતા છે. વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે તેઓ પોતે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતની પૂર્વતૈયારીના ભાગરૂપે વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લેવાની આશા રાખે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે એવી દિશામાં કામ કરી રહ્યા છીએ કે રાષ્ટ્રપતિ આવતા વર્ષની શરૂઆતમાં ભારત પ્રવાસે જઇ શકે.
કલમ કસબીની સર્જનયાત્રાની સમાંતરે 29/06/2026 6:22 am Nilesh Parmar ‘ગુજરાતી સાહિત્યમાં અમૃત વર્ષાસમાન આ અદભૂત કાર્ય થયું છે.’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાગૃહમાં વ્યક્ત થયેલી આ લાગણી છે ડો. કુમારપાળ દેસાઈની. અવસર હતો ‘સર્જકની આંતરકથા - ઉત્તરાર્ધ ભાગ 1 અને ભાગ 2’ પુસ્તકોના વિમોચનનો. ફ્લેમિંગો પબ્લિકેશનન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તકોનું સંપાદન જાણીતા કવયિત્રી-લેખક-વિવેચક-વક્તા ડો. ઉષા ઉપાધ્યાયે કર્યું છે. બે ભાગમાં કુલ 87 સર્જકોએ સર્જનપ્રક્રિયા સમયની આંતરકથા લખી છે. અહીં જે લખાણ લખાયું છે એમાંથી સાવ સામાન્ય વાચકની પણ સાહિત્યને, સર્જનને, સર્જકને નવી દૃષ્ટિ મળે છે. કેટલાયે એવા વાક્યો છે જે મારા તમારા માટે પણ પ્રેરક કે ઉપયોગી બની શકે.
સ્ત્રી તરીકે શું મારે જ નમતું જોખવાનું ? 01/07/2026 8:45 am Vikram Nayak સત્ય ઘટનાઓ પર આધારિત આ કોલમમાં આપણાં કુટુંબોમાં થતાં મતભેદ વાદ-વિવાદના રવાડે ચડી ઘરની શાંતિ જોખમાવતા હોય છે. તેમાંય ખાસ કરીને માનવીનો “ઇગો” અહંકાર આડે આવતાં વાતનું વતેસર બની જતું હોય છે.જીવનમાં બનતી આવી રોજબરોજની ઘટનામાંથી બોધ લેવા જેવો છે. આ વાંચીને વાચકોને થાય કે, ઓ.આ તો મારી જ વાત છે. તો ચાલો આજે આ નવી કોલમનો શુભારંભ કરીએ. (વાર્તામાં નામો કાલ્પનીક છે).
તિરુપતિ મંદિર માટે વાળ બન્યા ‘બ્લેક ગોલ્ડઃ રૂ. 176 કરોડની રેકોર્ડ જંગી કમાણી થશે 27/06/2026 7:50 am Nilesh Parmar ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં ભક્તો દ્વારા ચઢાવાતા વાળ હવે તિરુમાલા મંદિર માટે ‘બ્લેક ગોલ્ડ’ સાબિત થઈ રહ્યા છે. મે 2026 માં તિરુમાલા ખાતે વાળ દાનમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ફક્ત 27 દિવસમાં, 12.43 લાખથી વધુ ભક્તોએ ભગવાનને પોતાના વાળ અર્પણ કર્યા. તેનાથી મંદિરને રૂ. 176 કરોડની રેકોર્ડ કમાણી થશે.
ખડેશ્વરી બાબા 27/06/2026 8:12 am Nilesh Parmar હરિયાણાના પાણીપતના એક સાધુબાબાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થયો છે. જેમાં દર્શાવાયેલા બાબા છેલ્લા 12 વર્ષથી સળંગ ઉભા રહીને કઠોર તપસ્યા કરી રહ્યા છે. સાધુબાબાનું નામ છે દુલાલ ગિરીજી મહારાજ.
‘સેલિબ્રિટી’ ડુક્કર મર્લિન 27/06/2026 8:14 am Nilesh Parmar સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે ઈન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝનો દબદબો જોવા મળે છે, પરંતુ હવે પ્રાણીઓએ પણ આ મેદાનમાં બાજી મારી રહ્યા છે. ‘મર્લિન’ નામનું ડુક્કર પણ આવી જ સેલિબ્રિટીઝ છે. દુનિયાભરમાં ચર્ચાના ચોતરે ચઢેલા મર્લિને ‘મોસ્ટ ફોલોડ પિગ’ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
એર ટિકીટના ભાવમાં વધારો તોળાઇ રહ્યો છે 27/06/2026 8:01 am Nilesh Parmar આગામી દિવસોમાં દેશમાં અને વિદેશમાં એર ટ્રાવેલ મોંઘુ થઈ શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના રિપોર્ટના અનુસાર, મિડલ ઇસ્ટમાં તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુલના શુદ્ધિકરણનો ખર્ચ બમણો થઈ શકે છે. જેના કારણે આગામી સમયમાં એરફેરમાં વધારો થવાની સંભાવના છે.
એલોન મસ્કે ટ્રિલિયોનેરનું ટાઇટલ ગુમાવ્યું 27/06/2026 8:00 am Nilesh Parmar સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક એલોન મસ્કે વિશ્વના સૌપ્રથમ ટ્રિલિયોનેર તરીકેનું ટેગ ગુમાવ્યું છે. સ્પેસએક્સના શેરનું ઊંચા ભાવે નાસ્ડેકમાં લિસ્ટીંગ થયા બાદ સતત ઘટાડો ચાલુ રહેતા બે જ દિવસમાં મસ્કની સંપત્તિમાં 265 બિલિયન ડોલરનો કડાકો બોલ્યો હતો. તેથી મસ્કની સંપત્તિ 1.28 લાખ કરોડ ડોલરની ટોચથી ઘટીને હવે 957 બિલિયન ડોલર રહી ગઈ છે.