Advanced search


સિલિકોન વેલીની જેમ સાણંદ સેમિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે સાણંદ ખાતે રૂ. 7,600 કરોડના રોકાણ સાથે સીજી સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધામાં સેમિકંડક્ટર ચિપ્સના કોમર્શિયલ પ્રોડક્શનનો શુભારંભ કરાવ્યો હતો. ફેબ્રુઆરીમાં માઇક્રોન, માર્ચમાં ક્રાઇઝેન સેમિકોન અને હવે સીજી સેમિના કોમર્શિયલ પ્રોડક્શન સાથે સાણંદ સેમિકંડક્ટર હબ તરીકે વિશ્વમાં ઊભરી આવશે તેમ વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ‘આજે સીજી સેમિની ટીમ તો ખુશ હશે જ, પરંતુ સૌથી વધારે અંતરમનથી મને ખુશી થઈ છે.’

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમ

રાજ્યમાં મંગળવાર સુધીના 6 દિવસ મેઘરાજા અણનમ ઇનિંગ રમ્યા. ખાસ કરીને સુરત અને સૌરાષ્ટ્રમાં મેહુલો મન મૂકીને વરસ્યો છે. ગયા બુધવારથી આંશિકરૂપે શરૂ થયેલા વરસાદે અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યા છે. સુરતમાં સોમવારે 5 ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, આ અવિરત વરસાદ મંગળવારે પણ યથાવત્ રહેતાં ચારેકોર જળબંબાકારનાં દૃશ્યો જોવા મળ્યાં. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું ટ્રેક્ટર અને બોટથી રેસ્ક્યૂ કરાયું હતું.

કેન્સરના દર્દીઓ માટે આજીવન સમ

કેન્સર જેવા જીવલેણ રોગથી પીડાતા લાખો દર્દીઓ માટે ભગવાન પુરવાર થયેલા જાણીતા કેન્સર નિષ્ણાત ડો. પંકજભાઈ શાહનું 80 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ગુરુવારે બપોરે અવસાન થયું હતું. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ મનાતા ડો. બી.સી. રોય એવોર્ડ પ્રાપ્ત કરનારા ડો. પંકજમાઈ મુઠ્ઠીઊંચેરા માનવી હતા. તદ્દન નિરાભિમાની, નખશિખ પ્રામાણિક, સદાય સ્મિત ભરેલો ચહેરો તથા સરળ અને સહજ સ્વભાવ ધરાવતા પંકજભાઈએ આજીવન કેન્સરના દર્દીઓ માટે તથા નિવૃત્તિ બાદ સમાજસેવા માટે જીવનને સમર્પિત કરી દીધું હતું.

ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશના 8 આત...

આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ સાથે સંકળાયેલા 8 આતંકીને ગુજરાત-મધ્યપ્રદેશમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, નવસારીમાં રહેતા સ્થાનિક તત્ત્વોએ જૈશ-એ-મોહંમદની આતંકી પ્રવૃત્તિને ગુજરાતમાં મોટા પ્રમાણમાં સક્રિય કરવા દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહંમદ નામનું સંગઠન બનાવીને તેમાં યુવાનોને ઉશ્કેરીને જોડવાનું શરૂ કર્યું હતું. આતંકીઓ ગુજરાતથી ટેરર ફંડ પણ એકઠું કરી રહ્યા હતા. એટીએસને આતંકીઓ પાસેથી વાંધાજનક ડોક્યુમેન્ટ અને ફ્લેગ મળ્યા હતા. આતંકીઓ આગામી સમયમાં ગુજરાતમાં મોટાપ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિને અંજામ આપવાની ખતરનાક યોજના બનાવતા હતા.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ 38ને ફ

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત્ રાખી છે.

ગાંધીનગરના ભાટમાં રાજ્યનો પ્

પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા ભાટ ચાર રસ્તા પર નવો બનેલો કેબલ સ્ટેઇડ ફ્લાય ઓવરબ્રિજ રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો છે. રૂ. 175 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ 1.48 કિલોમીટર લંબાઈ ધરાવતો બ્રિજ રાજ્યમાં શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેઈડ ફ્લાયઓવર બ્રિજ છે.

Navnat2

Navnat2

રાજકોટના સીમાડે 30 હજારની નંદી

રાજકોટમાં પ્રથમ એક અનોખો આશ્રમ બનવા જઈ રહ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમ ખીરસરા પાસે 200 એકરમાં રૂ. 110 કરોડના ખર્ચે ખાસ બળદ આશ્રમ બનાવવાનું નક્કી કરાયું છે. 10 જુલાઈથી આ આશ્રમનું કામ શરૂ થશે અને 3 મહિનામાં જ તમામ કામ આટોપી લેવાશે. એક અંદાજ મુજબ રાજકોટનાં 600 ગામમાં 30 હજાર જેટલા રખડતાં નંદી અને વાછરડાં છે, આ તમામને આ આશ્રમમાં કાયમી આશ્રય અપાશે. આ વર્ષના અંતમાં બનીને તૈયાર થનારા આ આશ્રમનો વાર્ષિક નિભાવ ખર્ચ અંદાજે રૂ. 75 કરોડ થશે.

અદાણી ગ્રીન એનર્જીની ક્ષમતા 20

ભારતની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.એ 20 ગિગાવોટની કાર્યરત્ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનો આંક વટાવી ગ્રીનફિલ્ડ વિકાસ મારફતે આ સીમાચિન્હ હાંસલ કરનારી ભારતની પ્રથમ રિન્યૂએબલ એનર્જી કંપની બની છે.

પાલિતાણામાં માલધારી પર સિંહણ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈએ સવારે સિંહણે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક મળતી વિગતો અનુસાર કાળુભાઈ ગાયોને નીરણ નાખવા જતા હતા ત્યારે તેમનો સામનો સિંહણ સાથે થયો હતો અને તેમનો હાથનો ભાગ સિંહણે મોઢામાં દબાવી લીધો હતો. ત્યારબાદ માલધારીએ સિંહણને પંપાળતા ગળાના ભાગે પંજો માર્યો હતો. જો કે એકત્ર થયેલા લોકોને જોતાં સિંહણ કાળુભાઈને છોડી
જતી રહી હતી. સિંહના આ પ્રકારના હુમલા બાદ વનવિભાગની ટીમ સતર્ક થઈ છે અને
તે સિંહને પકડવા માટે ટીમ તૈયાર કરાઈ છે.