નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાત 08/07/2026 8:26 am Vikram Nayak ારત અને યુકેના વ્યાપારિક સંબંધો આકાશને આંબવા માટે તૈયાર છે, ત્યારે ગુજરાતના રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમની ટીમ સાથે યુકેની મુલાકાત લીધી. ગુજરાતમાં રોકાણને આકર્ષવા તેમણે યુકેના અનેક ગુજરાતી-ભારતીય ઉદ્યોગપતિઓની સાથે સ્થાનિક ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી. આ સાથે કનુભાઈ દેસાઈ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO)-UK અને શ્રી કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી - SKLPC (UK) આયોજિત લંડનના ઇન્ડિયા ગાર્ડન્સમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈની સાથે તેમની ટીમના ત્રણ આઇએએસ હાજર રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એડિશનલ સેક્રેટરી વિક્રાંત પાંડે, મમતાબહેન વર્મા અને અમિત યાદવ હાજર રહ્યા હતા.
શાળાની 8 વિદ્યાર્થિનીઓ સામે 16 સહાધ્યાયીની હત્યાનો આરોપ 08/07/2026 8:26 am Achyut Sanghavi કિબેરા હાઈ કોર્ટે કેન્યાની રિફ્ટ વેલીની શાળાની ડોરમેટરીમાં મે મહિનાની 28મીએ લાગેલી આગમાં 16 સહાધ્યાયીની હત્યા કરવાનો આરોપ શાળાની 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ લગાવ્યો છે. આગના કારણે કેન્યાની બોર્ડિંગ સ્કૂલ્સમાં સુરક્ષા અને વિદ્યાર્થીમાં રોષ અને અસંતોષના મુદ્દા બહાર આવ્યા છે.
રામ મંદિરનો હવાલો હવે ‘કૃષ્ણ’ સંભાળશે, ચંપત રાય - અનિલ મિશ્રાને રામ-રામ 08/07/2026 6:43 am Nilesh Parmar રામ મંદિરમાં દાન ચોરીને કારણે વિવાદના વમળમાં ઘેરાયેલા મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાયના સ્થાને ટ્રસ્ટનું સુકાન ટ્રસ્ટી કૃષ્ણ મોહનને આપવામાં આવ્યું છે. જ્યાં સુધી નવા જનરલ સેક્રેટરીની નિમણૂક નહીં થાય ત્યાં સુધી કૃષ્ણ મોહન જ કાર્યભાર સંભાળશે. આ દરમિયાન અલાહાબાદ હાઇકોર્ટે દાનની રકમની કથિત ચોરીમાં સ્વતંત્ર તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ)ને સાંભળવા ઇન્કાર કરી દેતા નોંધ્યુ હતું કે, આ કેસને લગતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
સ્થાનિક ટીબી સર્વિસીસ સુધારવા હેરોમાં પબ્લિક સર્વે 08/07/2026 9:13 am Achyut Sanghavi લંડન બરો ઓફ હેરો દ્વારા સ્થાનિક કોમ્યુનિટીને ટ્યુબરક્લોસિસ (TB) કેવી રીતે અસર કરે છે તેનો ફીડબેક મેળવવા પબ્લિક સર્વે શરૂ કરાયો છે, જેનો હેતુ બરોમાં હેલ્થકેર અને સપોર્ટ સર્વિસીસ સુધારવાનો છે. લોકલ હેલ્થ અધિકારીઓ ટીબી વિશે જાહેર જાગરુકતા, નિદાન અને સારવાર સંદર્ભે અંગત અનુભવો તેમજ લોકો કેટલી સરળતાથી સંબંધિત સપોર્ટ અને માહિતી મેળવી શકે છે તેની સમજ મેળવવા ઈચ્છે છે.