Advanced search


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે સંબંધિત 23 લોકોને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)ની કલમ 35 હેઠળ આતંકી જાહેર કર્યા છે. આ આતંકી તત્ત્વો જૈશ-એ-મોહંમદ, લશ્કર-એ-તોઇબા, જમાત-ઉદ-દાવા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા છે.

ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારતના વિસ્તારો પચાવી પાડ્યા છે અને તેના પર સૈન્ય માળખું વિકસાવી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે ચીનની 4 પાવર ઇક્વિપમેન્ટ કંપનીને સરકારી પ્રોજેક્ટમાં બોલી લગાવવા મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું કે, મોદી સરકારનો ચીન સામે નતમસ્તક થવાનો સિલસિલો ચાલુ છે, જેનાથી દેશના ઉદ્યોગોને વિશેષરૂપે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ફારુકાબાદમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પડાતાં ભારતમાં શીખ સમુદાયમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. જમ્મુમાં ભાજપ લઘુમતી મોરચાના સભ્યોએ ઘટનાના વિરોધમાં દેખાવો કરતાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઈસ્ટ આફ્રિકન એશિયન્સ યોજશે ત્

લંડનઃ ઈસ્ટ આફ્રિકન એશિયન્સ (EAA) દ્વારા કોમ્યુનિટી અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવવા સોમવાર, 13 જુલાઈ 2026ના રોજ ત્રીજો મોટો ઈવેન્ટ સ્કાયલાઈન, ટાવર સ્યુટ્સ ખાતે યોજવામાં આવનાર છે. અગાઉના બે ઈવેન્ટ્સને ભારે પ્રતિભાવ સાંપડવા સાથે આ વર્ષનો ઈવેન્ટ મોટી સંખ્યામાં વ્યક્તિઓ, પ્રોફેશનલ્સ અને બિઝનેસીસને આકર્ષશે તેવી ધારણા છે.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત...

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર હતી અથવા તેને શરૂ જ કરવાની જરૂર નહોતી.

યુએસમાં જન્મેલું દરેક બાળક ના

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. અદાલતે અમેરિકામાં જન્મજાત નાગરિકતાને સીમિત કરવાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પ્રયાસને બહુમતીથી ફગાવી દીધો છે.

સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં 2 જુલાઈએ વહેલી સવારે આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે અગમ્ય કારણોસર છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવી લીધું. તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થિની ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની છે. કિશોરીએ કેમ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

Kumkum

Kumkum

Mahantswami

Mahantswami