વિશ્વનો સૌથી મોટો અવાજ ધરાવે છે જોસેફ મેકગ્રેલ-બેટઅપ 13/07/2026 8:35 am Nilesh Parmar ઓસ્ટ્રેલિયાના એર-કંડિશનર ક્લીનર અને ઓનરરી પબ્લિક એનાઉન્સર જોસેફ મેકગ્રેલ-બટઅપે વિશ્વમાં સૌથી મોટો અવાજ ધરાવનાર વ્યક્તિ તરીકે ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. કેનબરા નિવાસી 58 વર્ષીય જોસેફે ‘નાવ’ શબ્દને 122.4 ડેસિબલ્સમાં બોલીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ સાથે જ તેણે 1994માં નોંધાયેલા 121.7 ડેસિબલ્સ અવાજના અગાઉના રેકોર્ડને તોડ્યો છે. આ સિદ્ધિ સાથે તેનો અવાજ એમ્બ્યુલન્સની સાયરન કે જેટ વિમાનના ટેકઓફના અવાજની શ્રેણીમાં આવી ગયો છે.
થાઇલેન્ડમાં મળેલી 2000 વર્ષ પુરાણી વીંટીનું ભારત કનેક્શન 13/07/2026 8:41 am Nilesh Parmar થાઇલેન્ડના પશ્ચિમી ભાગમાં પુરાતત્વવિદોને આશરે 2000 વર્ષ પુરાણી સોનાની બે વીંટી મળી છે. ફેચાબુરી પ્રાંતના ડોન યાઇ થોંગ પુરાતત્વીય સ્થળ પર ચાલી રહેલા ખોદકામ વેળા મળેલી આ વીંટીઓ ભારત-થાઇલેન્ડના સૈકાઓ જૂના હોવાનો સંકેત આપે છે. આ બન્ને વીંટી માનવ હાડપીંજરના અવશેષો સાથે મળી હોવાથી એવું મનાય છે કે આ કોઇ સંપન્ન વ્યક્તિના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી હોઇ શકે છે. વીંટી પર પ્રાચીન ભારતીય બ્રાહ્મી લિપિમાં શબ્દો લખાયેલા જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં આ શબ્દ ‘પુસારખિતસા’ વંચાય છે, જેનો અર્થ છે ‘પુષ્ય દ્વારા સંરક્ષિત’. ભારતીય જ્યોતિષ પરંપરામાં પુષ્ય શુભ નક્ષત્રોમાંનું એક ગણાય છે.
અમેરિકામાં રોબોટ ફાર્માસિસ્ટ વિના જાતે જ દર્દીને દવા આપશે! 14/07/2026 8:57 am Nilesh Parmar અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની ‘ક્યૂ’ (Queue)એ વિશ્વની પ્રથમ ફુલ્લી ઓટોનોમસ (સંપૂર્ણ સ્વચાલિત) રોબોટિક ફાર્મસી લોન્ચ કરવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ દવાની સીલબંધ બોટલ લઇને દર્દીની જરૂરત અનુસાર દવા ભરવાનું, તેની તપાસ કરવાનું અને તૈયાર પેકેટ સોંપવા સુધીનું તમામ કામ આપમેળે કરી શકે છે. આ માટે ફાર્મસી સ્ટોર પર ફાર્માસિસ્ટની હાજરીની જરૂર રહેશે નહીં.
8 લાખ ફોન ચેક કરી સૌથી વધુ સક્રિય નંબર પરથી આરોપી ઝડપ્યો 15/07/2026 4:53 am Badal Lakhlani સિરિયલ બ્લાસ્ટ હુમલામાં ગુજરાત પોલીસે માત્ર 19 જ દિવસમાં એ વખતે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ બ્લાસ્ટ પ્રકરણમાં 8 લાખ જેટલા ફોનનો ડેટા એકત્ર કર્યો હતો અને તેમાંથી સૌથી વધુ સક્રિય હતા એવા 40 ફોન નંબર પર સતત વાતચીત થઈ રહી હોવાનું ખૂલતાં પોલીસે જૂહાપુરાથી સૌથી પહેલો આરોપી જાહીદ કુત્બુદ્દીન શેખને ઝડપી લીધો હતો.
ભારતીય કંપનીઓ માટે કયા ક્ષેત્રોમાં સૌથી મોટી તક? 14/07/2026 9:18 am Arnold Christie ભારતે 2025માં વૈશ્વિક સ્તરે $16.3 બિલિયનના કપડાંની નિકાસ કરી હતી, જ્યારે યુકેની કુલ આયાત $21.3 બિલિયન હતી. જોકે, ભારતે બ્રિટનની જરૂરિયાતના માત્ર $1.3 બિલિયન (6.1 ટકા) જેટલા જ કપડાં સપ્લાય કર્યા હતા. નવો ટેરિફ કાપ આ વેપારને વધુ વેગ આપશે.
જાપાન કચ્છ પાવરગ્રીડને અંદાજે રૂ. 4690 કરોડની ગ્રીનલોન આપશે 15/07/2026 5:10 am Badal Lakhlani કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કથી ઉત્પન્ન વીજળીને દેશનાં અન્ય રાજ્યોમાં પહોંચાડવાની કવાયત તેજ બની છે. સરકારી ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને તેના મહત્ત્વાકાંક્ષી ખાવડા-નાગપુર હાઇવોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પ્રોજેક્ટ માટે જાપાન બેન્ક ફોર ઇન્ટરનેશનલ કો.ઓપરેશન તરફથી 80 અબજ જાપાનીઝ યેન (લગભગ રૂ. 4690 કરોડ)ની જંગી ‘ગ્રીનલોન’ પ્રાપ્ત થઈ છે.
કંડલા પોર્ટ ખાતે તુર્કીના જહાજની ‘ધરપકડ’ 15/07/2026 5:03 am Badal Lakhlani આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીના વિવાદનો એક વિચિત્ર પડઘો કચ્છના કંડલા (દીનદયાળ) પોર્ટ સુધી પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કંડલા પોર્ટ પર લાંગરેલા તુર્કીના જહાજ ‘એમવી પેસિફિક હાર્મની’ની ધરપકડ કરવા કંડલા પોર્ટ અને કસ્ટમ ઓથોરિટીને આદેશ આપ્યો છે.
A British Indian woman redefining polo’s future 15/07/2026 8:02 am Trishala Zala British Indian polo player Sachi Patel is challenging stereotypes in one of the world's oldest and most traditional sports. As one of the few young British Indian women in polo, she hopes her journey inspires others to embrace a sport whose modern roots trace back to India.While polo's earliest influences stretch across Central Asia and Persia, its modern form is widely recognised as having developed in Manipur before the British introduced it to the wider world in the nineteenth century.
ફાઇન લાઇન્સઃ ઉંમર સાથે દેખાતો બદલાવ 09/07/2026 11:04 am Nilesh Parmar ઉંમર વધતી જાય તેમ ચહેરા પર ફાઈન લાઇન્સ અને રિંકલ્સ દેખાવા લાગવા સ્વાભાવિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે 30 વર્ષની આસપાસથી ત્વચાનું લચીલાપણું ધીમે ધીમે ઘટવા લાગે છે. પરિણામે કપાળ, આંખોની આસપાસ અને હોઠ પાસે નાની લાઈન્સ દેખાવા લાગે છે. આ બદલાવને સંપૂર્ણપણે તો રોકી શકાતો નથી, પરંતુ યોગ્ય કાળજી રાખીને તેની ઝડપ ધીમી જરૂર કરી શકાય છે.
Alpesh Patel's Political Sketchook: Justice delayed is more than justice denied 15/07/2026 7:18 am Kaushal Dabhi There is an old legal maxim that justice delayed is justice denied. It is quoted so often that it risks becoming a cliché. Yet clichés usually survive because they contain an uncomfortable truth.Few people understand that truth better than Subash Mahajan, an 80-year-old British-based Non-Resident Indian who happens to be my father-in-law.