ભગવાન રામની મૂર્તિ ઘડનારા હિન્દુની ધરપકડ, ઢાકામાં લઘુમતીઓના દેખાવ 21/07/2026 5:04 pm Badal Lakhlani બાંગ્લાદેશમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું નિર્માણ કરાવી રહેલા એક હિન્દુ યુવકની ધરપકડ બાદ હોબાળો મચી ગયો છે. યુવકનું નામ હરિદાસ ચંદ્ર તારની દાસ છે. આ કાર્યવાહીના વિરોધમાં શનિવારે ઢાકાની નેશનલ પ્રેસ ક્લબની બહાર લઘુમતી સમુદાયના નેતાઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનો સીધો આક્ષેપ છે કે પ્રતિમા નિર્માણના કામને અટકાવવા મની લોન્ડરિંગના ઉપજાવી કાઢેલા કેસમાં ફસાવીને હરિદાસને જેલ મોકલાયો છે.