કેનેડામાં PGP સ્પોન્સરશીપ અટકાવાઇ હવે માતાપિતાને પીઆર મળવું મુશ્કેલ 22/07/2026 7:30 am Nilesh Parmar કેનેડામાં વસવાટ કરતા અને PR (પરમેનન્ટ રેસિડન્ટ) સ્ટેટસ ધરાવતા હજારો ભારતીયો સહિતના લાખો વિદેશી વસાહતી માટે ચિંતાજનક સમાચાર છે. કેનેડા સરકારે PRનો દરજ્જો ધરાવતા વસાહતીઓ માટે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP)માં નવા અરજી ફોર્મ લેવાની પ્રક્રિયા પર હાલ પૂરતી અટકાવી દૃીધી છે. પરિણામે હવે કેનેડામાં વસવાટ કરતા વિદેશીઓના માતાપિતા પીઆર સ્ટેટસથી વંચિત રહેશે. દેશમાં વિઝા સંબંધિત કામગીરી સંભાળતા ઇમિગ્રેશન-રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC) વિભાગના જણાવ્યા અનુસાર, આગામી આદેશ સુધી નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારાશે નહીં.
કેનેડામાં હીટવેવની સાથે હવાની ગુણવત્તા પણ બગડી 22/07/2026 7:31 am Nilesh Parmar કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ટોરોન્ટો સહિત દક્ષિણ ઓન્ટારિયોના ઘણા શહેરોમાં તામપાને જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ટોરન્ટોના ડાઉનટાઉન વિસ્તારમાં ગયા મંગળવારે પારો 37.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે જુલાઈના આ સમય માટે 31 વર્ષ જૂના રેકોર્ડ કરતા પણ વધારે રહ્યો હતો.
મેઘરાજાની મહેર માટે ગધેડાઓને ગુલાબજાંબુની પાર્ટી! 20/07/2026 10:42 am Nilesh Parmar ‘તળાવોનું શહેર’ તરીકે આગવી ઓળખ ધરાવતા ભોપાલ શહેરથી કૌતુક ઉપજાવે તેવા સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાનો અંત નજીક દેખાઇ રહ્યો હોવા છતાં અપેક્ષિત વરસાદ ન પડતાં મધ્યપ્રદેશના ચિંતાતુર લોકો મેઘરાજાને રિઝવવા નોખા-અનોખા ઉપાય અજમાવી રહ્યા છે.
યોગીજી મહારાજને રાજી કરવા ભગવા હૃદયવાળા સંતોએ સ્થાપેલી સંસ્થા એટલે અનુપમ મિશન 22/07/2026 6:52 am Nilesh Parmar અનુપમ મિશન-ડેનહામની પવિત્ર ભૂમિના આધ્યાત્મિક ઇતિહાસમાં બુધવારે સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું હતું. આ પ્રસંગે શ્રી ગુરુ આજ્ઞા મંત્રદીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમનો ઉદ્ઘાટન સમારંભ અને અનુપમ મિશનની સુવર્ણ જયંતી મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમ રંગેચંગે યોજાયા હતા. સંત ભગવંત સાહેબદાદાના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ પાવન અવસરે સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદાના 85મા પ્રાગટ્ય પર્વની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી.
કેર વર્કર્સ આનંદોઃ હવે એનએચએસની જેમ વાર્ષિક ધોરણે પગાર વધારો 21/07/2026 10:35 am Arnold Christie ઇંગ્લેન્ડના આશરે 15 લાખ જેટલા સોશિયલ કેર વર્કર્સ માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હેલ્થ સ્ટાફ અને કેર વર્કર્સ વચ્ચેના વેતન તફાવતરને ઘટાડવાના ઉદ્દેશ્યથી હવે તેમને પણ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ની જેમ વાર્ષિક ધોરણે પગાર વધારો આપવામાં આવશે.
ઓસીઆઈ અરજી માટેના દસ્તાવેજોની જરૂરિયાતોમાં મોટી રાહત 21/07/2026 10:22 am Arnold Christie ભારત સરકારના બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા ભારતમાં સબમિટ કરવામાં આવતી ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ અરજીઓ માટેના વિઝા નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.