દુનિયાનું સૌથી વજનદાર લસણ 20/07/2026 10:28 am Nilesh Parmar બ્રિટનના પ્રખ્યાત બાગાયતદાર ખેડૂત ગ્રેહામ બેરેટે કૃષિ ક્ષેત્રે ફરી એકવાર અદભુત સિદ્ધિ હાસલ કરીને બે નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમણે પોતાના ખેતરમાં દુનિયાનું સૌથી વજનદાર લસણ ઉગાડવામાં સફળતા મેળવી છે, જેનું વજન અંદાજે 1.75 કિલોગ્રામ નોંધાયું છે. સામાન્ય લસણની સરખામણીએ આ કદ અને વજન ખરેખર આશ્ચર્યજનક છે.
પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 થકી વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે £50,000નું ફંડ એકત્ર કરાયું 22/07/2026 8:10 am Achyut Sanghavi નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે ગુરુવાર 2 જુલાઈ 2026ના રોજ યોજાએલા 14મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 દરમિયાન વન કાઈન્ડ એક્ટ - One Kind Act ચેરિટી માટે 50,000 પાઉન્ડનું વિક્રમજનક ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ફંડરેઈઝિંગ ઈવેન્ટ બન્યો હતો. ચેરિટીની મદદ માટેના ઈવેન્ટમાં પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રીના ક્લાયન્ટ્સ,પાર્ટનર્સ અને સમર્થકો ઉપસ્થિત હતા. આ સાથે પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દ્વારા યુકે અને દરિયાપાર હેલ્થકેર અને એજ્યુકેશન ઈનિશિયેટિવ્ઝ થકી ગરીબીનો સામનો કરવાના પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા અત્યાર સુધીમાં 400,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે.
અમેરિકન ડ્રીમ આડે ટ્રમ્પ તંત્રના રોડાંઃ સરકારી લાભ લેતા ઇમિગ્રન્ટ્સને ગ્રીનકાર્ડ નહીં 20/07/2026 12:14 pm Nilesh Parmar રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાયદાનો દંડો ઉગામ્યો છે. ઇમિગ્રન્ટ્સને નાથવા માટે એક પછી એક આકરાં પગલાં લઇ રહેલી ટ્રમ્પ સરકાર હવે જૂનો નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે. જેમાં સરકારી સુવિધાઓનો લાભ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો ઈનકાર કરવાની જોગવાઇ છે. વધુમાં ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોના વિઝા માટે પણ નવા નિયમો તૈયાર કર્યા છે. આ નિયમોના પગલે 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આકરા વિઝા અંકુશોનો સામનો કરવો પડશે.
નદી-નહેરમાં સરકતી 129 વર્ષ જૂની બોટ પોસ્ટ સર્વિસ 20/07/2026 10:24 am Nilesh Parmar ડિજિટલ યુગમાં જ્યાં મેસેજ મિલીસેકન્ડ્સમાં પહોંચી જાય છે, ત્યાં જર્મનીના સ્પ્રીવાલ્ડ વિસ્તારમાં આજે પણ જૂની પદ્ધતિ પર ભરોસો બરકરાર છે. આ વિસ્તારમાં એક અનોખી પોસ્ટ સર્વિસ ચાલી રહી છે, જે છેલ્લા 129 વર્ષથી બોટ દ્વારા પત્રો પહોંચાડે છે. વસંત ઋતુની શરૂઆત સાથે આ ઐતિહાસિક પોસ્ટકાન સર્વિસસ ફરીથી શરૂ થઈ છે.
શ્રી જગન્નાથ સોસાયટી યુકે આયોજિત રથયાત્રામાં હજારો ભક્તજનો ઉમટ્યા 22/07/2026 8:02 am Achyut Sanghavi શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) આયોજિત રથયાત્રા 2026માં હજારો ભક્તજનો ઉમટવા સાથે સમગ્ર લંડનમાં આધ્યાત્મિક સ્વર્ગ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. આ નિમિત્તે 16 જુલાઈ ગુરુવારની પવિત્ર અષાઠી બીજની તિથિએ સાઉથોલના શ્રી રામ મંદિરમાં તેમજ 18 જુલાઈ, શનિવારે લંડન, હેઈઝના નવનાત સેન્ટર ખાતે ભવ્ય જાહેર ઉજવણી કરાઈ હતી, જેમાં હજારથી વધુ ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગઃ સ્કાયરૂટ એરોસ્પેસે ઇતિહાસ રચ્યો 22/07/2026 7:08 am Nilesh Parmar શનિવારે ભારતના પહેલા ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના સફળ લોન્ચિંગ સાથે જ ઇતિહાસ રચાયો છે. સ્કાયરૂટ એરોસ્પેસ નામની ખાનગી કંપની દ્વારા બનાવાયેલા વિક્રમ-1 રોકેટ સાથે 6 પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ગોઠવ્યા છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી પોતાના પહેલા ખાનગી ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1ને લોન્ચ કરી ભારતે ઈતિહાસ રચ્યો હતો. રોકેટનું નામ વિક્રમ-1 ભારતના મહાન સ્પેસ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના નામ પરથી છે.