કોક્રોચ, અનશન, આંદોલન, વિપક્ષ અને રાજકારણ... 29/07/2026 5:21 am Nilesh Parmar ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો. અચાનક અમેરિકાનો એક યુવક ઇન્ટરનેટ પર આ નામે પક્ષ સ્થાપી બેઠો. અમેરિકામાં તો તે ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં, પણ ભારતમાં તેને સમર્થન મળ્યું. તેમાં બીજો વિદેશ રહેતો યુવક ભળ્યો, ત્રીજો ભારતથી ઉમેરાયો. નીમિત્ત તો નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું પેપર લીક થઈ તે હતું, પણ યુવકો ભારેલા અગ્નિને સાચવીને બેઠા હોય છે. એકાદ દિવાસળીથી ભડકો થઈ જાય.
ક્રોકોચ પાર્ટીનું ડાન્સ ફ્લોર પર સેલિબ્રેશન 29/07/2026 5:17 am Nilesh Parmar એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની ફરજ પાડનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) હાલ સેલિબ્રેશન મોડમાં છે. લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતની ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ઘણાં વીડિયોમાં સીજેપી પ્રવક્તા સૌરભ દાસ, આશુતોષ રાંકા સહિત કોર ટીમના ડઝનબંધ લોકો લડકી બ્યુટીફુલ અને નાગિન ડાન્સ નચના સહિતના ફિલ્મી ગીતો પર નાચતા દેખાય છે.
સીજેપી પછી હવે ઇ-20 પાર્ટીઃ ગડકરી-હરદીપ પુરીનાં રાજીનામાં લઈને જઈશું 29/07/2026 5:23 am Badal Lakhlani નીટ પેપર લીક કેસમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાની હેઠળ થયેલા વિદ્યાર્થી આંદોલનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને સીજેપીએ આંદોલન પૂરું કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આ પ્રકરણે આગામી આંદોલનના દરવાજા પણ ખોલી દીધા છે. જંતરમંતર પર વધુ એક નવો મોરચો ખૂલ્યો છે અને તેના નિશાન પર છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી. સીજેપીની જેમ ઈ-20 પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.
ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય રણનીતિમાં ધરખમ ફેરફાર 29/07/2026 5:23 am Nilesh Parmar ઓપરેશન સિંદૂર પછી ભારતની સંરક્ષણ ખરીદીની પેટર્ન ઝડપથી બદલાઈ છે. છેલ્લા 14 મહિનામાં મંજૂર કરાયેલા વિક્રમજનક પ્રસ્તાવો સંકેત આપે છે કે સેનાઓને હવે માત્ર મર્યાદિત જવાબી કાર્યવાહી માટે નહીં પરંતુ લાંબા અને બહુસ્તરીય જંગ માટે તૈયાર કરાઇ રહી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ સંઘર્ષ બાદથી અત્યાર સુધીમાં 55 પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત 9.80 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ રકમ એકસાથે ખર્ચવામાં નહીં આવે પણ આગામી વર્ષોમાં અલગ-અલગ સોદા, ઉત્પાદન કાર્યક્રમો અને આધુનિકીકરણની યોજના પાછળ ખર્ચાશે. પ્રસ્તાવિત ખરીદીનું મુખ્ય ફોકસ હવે ટેન્ક, તોપ અને મોટા પ્લેટફોર્મથી આગળ વધીને ડ્રોન, એર ડિફેન્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર, લાંબા અંતરના સચોટ હુમલા, એઆઈ અને નેટવર્ક આધારિત યુદ્ધ ક્ષમતા પર કેન્દ્રિત થઈ રહ્યું છે.
હવે પાક. સાથે પીઓકે સિવાય બીજા કોઇ મુદ્દે ચર્ચા નહીં થાયઃ સંરક્ષણ પ્રધાન 29/07/2026 5:24 am Nilesh Parmar ભારતે રવિવારે 1999ના કારગિલ જંગમાં સશસ્ત્ર દળોએ દાખવેલા શૌર્યને ફરી એક વાર યાદ કર્યું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રાસવાદને સરકારી નીતિ બનાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરીને ઉમેર્યું કે એ દેશ સાથે પીઓકે સિવાય બીજા કોઈ મુદ્દે ચર્ચાને સ્થાન નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના નેતાઓએ પણ યુદ્ધમાં જાનફેસાની કરનારા સૈનિકોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.