પિતૃપ્રેમનું પ્રતીક 25/07/2026 9:14 am Nilesh Parmar તમિલનાડુના સલાઈપુથુર ગામમાંથી એક એવો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેણે પિતા-પુત્રના લાગણીભર્યા સંબંધની સુંદર મિસાલ કાયમ કરી છે. ગામમાં વસતા દિનાકર નામના ખેડૂતપુત્રે પોતાના 70 વર્ષના વૃદ્ધ પિતાની સુરક્ષા માટે એક અદ્ભુત અને હૃદયસ્પર્શી કામ કર્યું છે.
પાક.ના ખૈબર પખ્તુનખ્વાંમાં હુમલોઃ 15 સૈનિકનાં મોત 29/07/2026 5:33 am Badal Lakhlani પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ટાંક જિલ્લામાં એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી ગાડી સુરક્ષા ચોકી સાથે અથડાવી દેતાં 15 સુરક્ષાકર્મીઓનાં મોત થયાં. સેનાએ જણાવ્યું કે, શુક્રવારે આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી ગાડી સુરક્ષા ચોકી સાથે અથડાવી, ત્યારબાદ તેમાં જોરદાર વિસ્ફોટ થયો. મૃતકોમાં 12 સૈનિકો, 2 પોલીસકર્મીઓ અને વન વિભાગના એક પૂર્વ સરકારી અધિકારીનો સમાવેશ થાય છે.
નીસડન ટેમ્પલને ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ 29/07/2026 6:59 am Achyut Sanghavi નીસડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ફરી એક વખત પ્રતિષ્ઠિત ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ એનાયત કરાયો છે. તાજેતરના વર્ષોમાં આ નવમો ટ્રિપએડવાઈઝર એવોર્ડ વોલન્ટીઅર્સ દ્વારા મુલાકાતી પ્રવાસીઓને સેવાની સાતત્યપૂર્ણ ગુણવત્તા પ્રદર્શિત કરે છે. ટ્રિપએડવાઈઝરના જણાવ્યા મુજબ આ ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ 2026નો અર્થ એ છે કે મંદિરે સતત રીતે સારા રિવ્યૂઓ મેળવ્યા છે અને ઉત્કૃષ્ટ હોસ્પિટાલિટીની પ્રતિબદ્ધતા દર્શાવતા સ્થળોમાં તેનું સ્થાન છે.
પેરિસ BAPS સ્વામિનારાયણ મંદિરે પવિત્ર કળશ અને ધ્વજા-દંડ પૂજન 29/07/2026 6:51 am Achyut Sanghavi પેરિસના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ પવિત્ર કળશ અને ધ્વજા-દંડ પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં યુકે અને ફ્રાન્સના સ્વામીઓ, ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં સત્તાવાર ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ આ વિધિમાં વેદિક મંત્રો અને પ્રાર્થનાઓની સાથે મંદિરનાં દરેક શિખર પર કળશ અને ધ્વજાદંડની સ્થાપના કરવામાં આવી હતી.
કચ્છ સિવાય ગુજરાતના તમામ જિલ્લા જળબંબોળ 29/07/2026 4:18 am Badal Lakhlani 19 જુલાઈથી કચ્છને બાદ કરતાં ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તૂટી પડ્યા છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત આ ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયાં છે. ભારે જળભરાવ થતાં આ બંને ઝોનના અનેક વિસ્તારોમાં પાંચ ફૂટ પાણી ભરાતાં દુકાનો, ઓફિસો અને ઘરોમાં મોટું નુકસાન થયું છે. આ સ્થિતિમાં અનેક સ્થળેથી એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીને સક્રિય કરાયાં, જેમના દ્વારા હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદથી વિવિંગ યુનિટો બંધઃ 2.40 કરોડ મીટર કાપડનું ઉત્પાદન ઠપ 29/07/2026 4:45 am Badal Lakhlani શહેરમાં સર્જાયેલી વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે. વિવિંગ ઉદ્યોગના આગેવાનોના અંદાજ મુજબ શહેરના આશરે 20 ટકા વિવિંગ યુનિટ બે દિવસ સુધી બંધ રહેતાં અંદાજે 2.40 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ શક્યું નથી. ઉત્પાદન અટકતાં વિવિંગ અને તેની સાથે સંકળાયેલા સેગમેન્ટને રૂ. 200 કરોડનું નુકસાન થયું છે.