Advanced search


cjp

cjp

જંતર મંતરનું આંદોલન તો સમેટાય

નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેજા હેઠળના વિદ્યાર્થીઓના આંદોલન સામે આખરે સરકાર ઝુકી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સાથે 36 દિવસથી ચાલી રહેલું આંદોલન પણ સમાપ્ત થયું હતું. સરકારે આંદોલનકારીઓની બીજી તમામ માગણીઓ પણ સ્વીકારી લીધી હતી. પ્રધાનના રાજીનામાના સમાચાર મળતાની સાથે જંતર-મંતર પર જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. પરીક્ષાઓમાં ગેરરીતિ અને NEET પેપર લીક સામેના અભૂતપૂર્વ યુવા આંદોલનની આ એક મોટી જીત હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના સ્થાને શિક્ષણ મંત્રાલયનો હવાલો પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે.

ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય રણનીત

ઓપરેશન સિંદૂર પછી ભારતની સંરક્ષણ ખરીદીની પેટર્ન ઝડપથી બદલાઈ છે. છેલ્લા 14 મહિનામાં મંજૂર કરાયેલા વિક્રમજનક પ્રસ્તાવો સંકેત આપે છે કે સેનાઓને હવે માત્ર મર્યાદિત જવાબી કાર્યવાહી માટે નહીં પરંતુ લાંબા અને બહુસ્તરીય જંગ માટે તૈયાર કરાઇ રહી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ સંઘર્ષ બાદથી અત્યાર સુધીમાં 55 પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત 9.80 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ રકમ એકસાથે ખર્ચવામાં નહીં આવે પણ આગામી વર્ષોમાં અલગ-અલગ સોદા, ઉત્પાદન કાર્યક્રમો અને આધુનિકીકરણની યોજના પાછળ ખર્ચાશે. પ્રસ્તાવિત ખરીદીનું મુખ્ય ફોકસ હવે ટેન્ક, તોપ અને મોટા પ્લેટફોર્મથી આગળ વધીને ડ્રોન, એર ડિફેન્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર, લાંબા અંતરના સચોટ હુમલા, એઆઈ અને નેટવર્ક આધારિત યુદ્ધ ક્ષમતા પર કેન્દ્રિત થઈ રહ્યું છે.

ક્રોકોચ પાર્ટીનું ડાન્સ ફ્લો

એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની ફરજ પાડનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) હાલ સેલિબ્રેશન મોડમાં છે. લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતની ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ઘણાં વીડિયોમાં સીજેપી પ્રવક્તા સૌરભ દાસ, આશુતોષ રાંકા સહિત કોર ટીમના ડઝનબંધ લોકો લડકી બ્યુટીફુલ અને નાગિન ડાન્સ નચના સહિતના ફિલ્મી ગીતો પર નાચતા દેખાય છે.

reservation

cjp pc

cjp pc

ગુજરાતમાં અનામતવિરોધી આંદોલન...

 દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ સળવળાટ શરૂ કર્યો છે.
દાયકા પહેલાં અનામત આંદોલન કરનારા પાટીદાર અનામત આંદોલન સમિતિ - પાસ (PAAS) અને સરદાર પટેલ ગ્રુપ - એસપીજી (SPG)ના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ આંદોલનને સમર્થન અપાયું છે

પેપર લીકથી નેતા બનેલા ધર્મેન્

નીટ પેપર લીકના મુદ્દે ભારે વિવાદનો સામનો કરનારા ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે અંતે શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, વિધિની વક્રતા એ છે કે વર્ષ 1997માં પેપર લીકના આંદોલને ધર્મેન્દ્ર પ્રધાનને નેતા બનાવ્યા હતા.

હોમ સેક્રેટરી શબાના માહમૂદના યુકેમાં કાયમી વસવાટના સુધારા મુદ્દે મતભેદ સર્જાતાં હોમ ઓફિસમાં મિનિસ્ટર ફોર માઇગ્રેશન માઇક ટેપે રાજીનામુ આપી દીધું છે. ટેપે યુકેમાં કાયમી વસવાટના નિયમોમાં સુધારામાંથી કેર વર્કર્સને મુક્તિ આપવાની હિમાયત કરી હતી. તેના કારણે શબાના માહમૂદ અને ટેપ વચ્ચે મતભેદ સર્જાયા હતા.

dharmendra pradhan

dharmendra pradhan