કોક્રોચ, અનશન, આંદોલન, વિરોધ પક્ષો અને રાજકારણ... 28/07/2026 6:13 am Nilesh Parmar ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો. અચાનક અમેરિકાનો એક યુવક ઇન્ટરનેટ પર આ નામે પક્ષ સ્થાપી બેઠો. અમેરિકામાં તો તે ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં, પણ ભારતમાં તેને સમર્થન મળ્યું. તેમાં બીજો વિદેશ રહેતો યુવક ભળ્યો, ત્રીજો ભારતથી ઉમેરાયો. નીમિત્ત તો નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું પેપર લીક થઈ તે હતું, પણ યુવકો ભારેલા અગ્નિને સાચવીને બેઠા હોય છે. એકાદ દિવાસળીથી ભડકો થઈ જાય.
ભારત-વિભાજન: અસીમિત ભારતીય પીડાની તવારીખ... 27/07/2026 10:54 am Nilesh Parmar 1947 પછી ત્રણ-ચાર પેઢી બદલાઈ ગઈ. તે પછી પાકિસ્તાનનું એક વધુ વિભાજન થયું અને પૂર્વ પાકિસ્તાન ‘બાંગલા દેશ’ બન્યું. નેપાળ, મ્યાંમાર, શ્રીલંકા અલગ દેશો અને સત્તાના કેન્દ્ર બન્યા. તિબેટને ચીની અજગરે હડપી લીધું, તેના રાજકીય-ધાર્મિક વડા દલાઇ લામા વર્ષોથી ભારતમાં છે. ધર્મશાળા - હિમાચલ પ્રદેશમાં તેમની અસ્થાયી તિબેટ સરકારની રાજધાની છે. પાકિસ્તાને આક્રમણથી પ્રાપ્ત કરેલું કાશ્મીર પીઓકે (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) અને ‘આઝાદ કાશ્મીર’ના નામે અસ્તિત્વ ધરાવે છે, ત્યાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકવાદીઓની છાવણીઓ છે. બન્ને સાથે મળીને ભારતીય કાશ્મીરમાં હિંસાખોરી અને અલગાવવાદ માટે 1948થી પ્રયાસરત છે.
ગુરુદેવનું સૌથી વિશેષ ઋણ 28/07/2026 2:22 am Nilesh Parmar સ્થાપિત ઉદાહરણો તો ઘણાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બધી જ વાતો સાબિત થઈ ચૂકી છે. પરિણામ સામે જ દેખાય છે. છતાં પણ ખબર નહિ કેમ, ‘વિમુખ’ થવાનું સ્વીકાર્યું છે. મૂંઝવણો અપાર છે. એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એ પણ ખબર પડી ગઈ છે કે આ રીતે તો પરિસ્થિતિ સુધરવાની કોઈ સંભાવના નથી. ચારે તરફ પ્રપંચ પ્રવર્તમાન છે. અધર્મનું સામ્રાજ્ય છે. અસત્યનું પ્રભુત્વ છે. અજ્ઞાન જ્ઞાનની ભૂમિકા ભજવે છે. જે છે તે વાસ્તવિકતા બહાર આવી શકતી નથી અને આવરણ વાસ્તવિકતા તરીકે પોતાને સ્થાપિત કરે છે. અવિદ્યા અને માયાનું વર્ચસ્વ છે. છતાં પણ ગુરુદેવની કૃપાથી, અપાર નિરાશા વચ્ચે પણ આશાની આશા છે.