ભાદરણ કોમ્યુનિટી દ્વારા ધામધૂમથી વાર્ષિક પિકનિક યોજાઈ 04/08/2026 8:38 am Achyut Sanghavi કિંગ્સબરી હાઈ સ્કૂલ નજીકના ગ્રાઉન્ડમાં બોલીવૂડ ગીતોના જોરશોરથી આવતાં અવાજો પરથી જ જાણી શકાય કે ભારદણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ભાદરણ કોમ્યુનિટીની વાર્ષિક પિકનિક 2026 યોજાઈ છે. સૂર્યપ્રકાશ સાથે કિંગ્સબરી પણ મહિલાઓની રંગબેરંગી સાડીઓ અને પુરુષોના કુર્તાઓ તેમજ પરિવારો અને મિત્રો સાથે આનંદ કરી રહેલા યુવાનો અને વૃદ્ધો સાથે જીવંત બનીગયું હતું. ભાદરણ કોમ્યુનિટી માટે વતનથી હજારો માઈલ દૂર પણ વતન હોવાનો માહોલ બની રહ્યો હતો.