ટાટા ગ્રુપની જેગુઆર લેન્ડ રોવરમાંથી સેંકડો કર્મચારીની છટણી કરાશે 04/08/2026 12:38 pm Arnold Christie ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની જેગુઆર લેન્ડ રોવર બિઝનેસ મોડેલમાં ફેરફાર અને પુનર્ગઠનના ભાગરૂપે સેંકડો કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે.
ન્યૂજર્સી સ્વામિનારાયણ મંદિરે ઉજવાયોઃ ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ 04/08/2026 10:45 am Nilesh Parmar શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો.
વડતાલ ધામમાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી 05/08/2026 7:38 am Nilesh Parmar સ્વામિનારાયણ સંપ્રદાયના ધામ વડતાલ નગરીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પ્રથમ હરિકૃષ્ણ મહારાજના પૂજન બાદ પાદુકા પૂજન કર્યું હતું. આચાર્ય મહારાજનું સૌપ્રથમ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, ટ્રસ્ટી મંડળના સભ્યોએ મહારાજનું પૂજન કર્યું હતું.
ઉત્તર ભારતમાં શ્રાવણના પ્રારંભે... બાબા બૈદ્યનાથ ધામમાં શિવભક્તો ઉમટ્યા 04/08/2026 10:30 am Nilesh Parmar ઉત્તર ભારતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જ્યોતિર્લિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તસવીરમાં ઝારખંડના દેવઘરમાં આવેલા બાબા બૈદ્યનાથ ધામને જોઈ શકાય છે. તે હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે કારણ કે, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાની સાથે સાથે તે શક્તિપીઠોમાં પણ સ્થાન ધરાવે છે.