પાકિસ્તાન હાથ ઘસતું રહી ગયું અને 70 ટકા બલુચિસ્તાન સરકી ગયું 12/08/2026 7:19 am Badal Lakhlani પાકિસ્તાનના સૌથી મોટા બલુચિસ્તાન પ્રાંત ઇરાન સરહદ સાથે જોડાયેલો છે, જ્યાં આજકાલ બળવાખોર વધુ તીવ્ર બન્યા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓ અલગ દેશની માગ કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે બલૂચ લડવૈયાઓ અને પશ્તુન વિદ્રોહીઓનો બલુચિસ્તાન પ્રાંતના 70 ટકા હિસ્સા પર કબજો છે. બલુચિસ્તાનના ઘણા વિસ્તારોમાં હથિયારબંધ લડવૈયાઓ ક્વેટા અને મસ્તુંગ જેવા શહેરોમાં સરકારી કચેરીઓ પર હુમલો કરે છે.
40 વર્ષ પછી બોફોર્સ કાંડનો કેસ બંધઃ સુપ્રીમ કોર્ટે અંતિમ અપીલ ફગાવી 12/08/2026 6:55 am Badal Lakhlani ચાર દસકા જૂના બોફોર્સ કેસ પર આખરે પડદો પડી ગયો છે. દેશની સાથે વિદેશમાં પણ બહુ ગાજેલા આ કેસમાં બચેલો છેલ્લો કાનૂની પડકાર પણ હવે સમાપ્ત થયો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી હાઇકોર્ટના 2005ના નિર્ણય સામે વકીલ અને ભાજપ નેતા અજય કે. અગ્રવાલની અપીલ ફગાવી હિન્દુજા ભાઈઓ અને સ્વીડિશ કંપની એબી બોફોર્સ સામેની ક્રિમિનલ કાર્યવાહી બંધ કરી દીધી છે.
જેન-ઝી અમારી પેઢી કરતાં વધુ ઈમાનદાર, દેશભક્તઃ ભાગવત 12/08/2026 6:56 am Badal Lakhlani રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડો. મોહન ભાગવતે કહ્યું કે, લોકશાહીમાં વિરોધ પ્રદર્શન પણ સંવાદની એક રીત છે. આનો ઉદ્દેશ્ય સંમતિ સાધવાનો હોવો જોઈએ, નહીં કે વિભાજન પેદા કરવાનો.