હળવી ક્ષણોએ... 01/04/2015 7:02 am Mukesh Patel ચંગુના ઘરે બાબા પધાર્યા. બાબાએ પ્રવચન પતાવીને સવાલ પૂછ્યો, ‘જે કોઈ સ્વર્ગમાં જવા માંગતું હોય તે પોતાનો હાથ ઊપર કરે.’ ચંગુના પત્ની અને તેની સાસુએ હાથ ઊઠાવ્યો. બાબાઃ ‘કેમ ચંગુ, તારે સ્વર્ગમાં નથી જવું.’ ચંગુઃ ‘આ બંને સ્વર્ગમાં જશે તો મારે માટે તો અહીં જ સ્વર્ગ બની જશે.’•
સરસ મઝાનો કુદરતી કોટ! 19/02/2015 11:18 am Kamal Rao ગ્લોસ્ટરશાયરના બર્ડલેન્ડમાં ગત સપ્ટેમ્બર માસમાં જન્મેલા અને તે સમયે માત્ર છ ઇંચની ઉંચાઇ ધરાવતા કિંગ પેંગ્વીનનું કદ માત્ર પાંચ જ માસમાં વધીને અઢી ફીટ થઇ ગયું છે. આજ રીતે જન્મ સમય તેનું વજન માત્ર ૨૩૦ ગ્રામ હતું, જે આજે સાડા નવ કિલો થઇ ગયું છે. સુંદર મઝાના ક્થ્થાઇ રંગના ફર સાથેનું આ કિંગ પેંગ્વીન છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટનમાં જન્મેલું પ્રથમ પેંગ્વીન છે.
જેટ એરવેઝ દ્વારા સતત સાતમી વખત સાઉથોલ ટ્રાવેલ્સને 'બેસ્ટ અોવરઅોલ એજન્ટ'નો એવોર્ડ 19/02/2015 11:23 am Kamal Rao જેટ એરવેઝ દ્વારા ગયા મહિને રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં વિખ્યાત સાઉથોલ ટ્રાવેલ્સને સતત સાતમી વખત 'બેસ્ટ અોવરઅોલ એજન્ટ'નો એવોર્ડ એનાયત કરાયો હતો.
ચેલ્સીના સમર્થક રંગભેદી હુમલાખોરો માટે જેલની માગણી 24/02/2015 8:33 am Achyut Sanghavi લંડનઃ પેરિસ મેટ્રો ટ્રેન પર ચેલ્સીના સમર્થકો દ્વારા રંગભેદી હુમલાનો શિકાર બનેલા ૩૩ વર્ષીય અશ્વેત ‘સુલેમાન એસ’એ સૌપ્રથમ વખત પોતાની વીતકકથા ફ્રેન્ચ અખબાર લે પેરિસિયન સમક્ષ વર્ણવી છે. તેણે અપરાધીઓને જેલની સજા માટે માગણી કરી હતી. ચેલ્સીના સમર્થકોએ આ વ્યક્તિને ચાલુ ટ્રેને ધક્કો માર્યો હતો. બ્રિટિશ પોલીસ આ વિડીઓ ફૂટેજ નિહાળી ચેલ્સીના સમર્થકોને ઓળખવામાં મદદ કરી રહી છે.
BAPS શ્રી સ્વામિનાાયણ મંદિર ખાતે મહા શિવરાત્રિ પર્વ ઉજવાયો 19/02/2015 11:30 am Kamal Rao BAPS શ્રી સ્વામિનાાયણ મંદિર ખાતે તા. ૧૭-૨-૧૫ના રોજ ભક્તોના વિશાળ સમૂહે મહા શિવરાત્રિ પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સવારના સમયે મંદિરના સંતોએ મહા રૂદ્રાભિષેક કર્યો હતો અને દિવસ દરમિયાન ભક્તોએ ભગવાન શિવને દુધ તેમજ બિલ્વ પત્ર ચઢાવીને અભિષેક કર્યો હતો તેમજ મંદિરની હવેલીમાં મૂકાયેલા બરફના શિવલીંગના દર્શન કર્યા હતા. આ પર્વે શિવ-પાર્વતી અને ભગવાન સ્વામીનારાયણ સમક્ષ ફળાહાર તેમજ અન્ય વાનગીઅોનો અન્નકૂટ ધરાવાયો હતો.