સંસ્થા સમાચાર (અંક 15 ઓગસ્ટ 2026) 12/08/2026 6:28 am Nilesh Parmar બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કલમ 370ની નાબૂદીના સાત વર્ષ... જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસનો નવો યુગ 11/08/2026 1:28 pm Nilesh Parmar જમ્મુ–કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35(એ)ની નાબુદીને પાંચ ઓગસ્ટના રોજ સાત વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું કે આ પછી બંને પ્રદેશોના લોકોના જીવનમાં વ્યાપક ફેરફાર આવ્યા છે.
ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા લોકો આપણા માટે પ્રેરણારૂપઃ મોદી 11/08/2026 12:55 pm Nilesh Parmar ‘ભારત છોડો’ આંદોલનની 84મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનના રાષ્ટ્રનાયકો અને અમર સેનાનીઓને યાદ કર્યા હતા. આંદોલનમાં ભાગ લેનારાઓનું સાહસ આપણા સૌના માટે પ્રેરણા બની રહેશે એમ જણાવતા મોદીએ એક્સ પર લખ્યું હતું કે ઐતિહાસિક ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર તમામ લોકોને આપણે યાદ કરીએ છીએ.
દ્રોણેશ્વર એસજીવીપી દ્વારા વૃક્ષારોપણ 12/08/2026 6:00 am Nilesh Parmar એસજીવીપી ગુરુકુળ અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા એક લાખ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સંસ્થાની દ્રોણેશ્વર શાખાના સંતો - વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોતે પૂ. સ્વામી માધવપ્રિયદાસજીના શુભ હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો આરંભ કર્યો હતો.
મહંત સ્વામી મહારાજનું અમદાવાદ આગમન 12/08/2026 6:24 am Nilesh Parmar બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી સાળંગપુર વિચરણ બાદ સોમવારે અમદાવાદ સ્થિત શાહીબાગ મંદિરે આવી પહોંચતા વરિષ્ઠ સંત પૂ. ઇશ્વરચરણ સ્વામીએ તેમને હરખભેર આવકાર્યા હતા.