લાલકિલ્લા બોમ્બ વિસ્ફોટમાં અલ કાયદાનો હાથ હતોઃ UN રિપોર્ટ 19/08/2026 7:10 am Badal Lakhlani 10 નવેમ્બર 2025માં લાલકિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે યુએન દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, આ હુમલા પાછળ અલકાયદા સાથે સંકળાયેલા સંગઠનનો હાથ હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના 38મા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
કેન્યાના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા ભારતની મુલાકાતે 19/08/2026 6:52 am Achyut Sanghavi કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા કેન્યા-ભારત પાર્લામેન્ટરી સંબંધો અને દ્વિપક્ષી સહકારને વધુ ગાઢ બનાવવા લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ થકી 13 ઓગસ્ટે નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યા હતા.